Archive for July, 2018

ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)

મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. એ અંતર્ગત પ્રસ્તુત છે મિતિ ઠાકોરની વિજેતા વાર્તા ઉત્તર-રાયણ.

ધોરણ ૬ થી ૮ તથા ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટેની વાર્તાસ્પર્ધાની વિજેતા કૃતિઓ..

ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયમાં એક સુંદર વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને ૧૧૦૦૦ રૂ, દ્વિતિય વિજેતાઓને ૭૦૦૦ રૂ, તૃતિય વિજેતાઓને ૫૦૦૦ રૂ તથા ૧૦ પ્રોત્સાહક ઈનામો ૫૦૦ રૂ. ના જાહેર કરાયેલા. ૫૦થી વધુ શાળાઓના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. સ્પર્ધાનું આયોજન શ્રીમતી દર્શા કિકાણી (પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ-વડોદરા, આત્માન ફાઉન્ડેશન-ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર-અમદાવાદના સહકારથી) દ્વારા કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગયા વર્ષની વિજેતા વાર્તાઓ પુસ્તક રૂપે ‘વાર્તામેળો’ નામથી વિચારવલોણું પરિવાર તરફથી પબ્લિશ થઈ છે અને હાજર રહેલ મહેમાનોને તે ભેટ તરીકે આપવામાં આવી હતી. આ બાળકો આપણા ભવિષ્યના સર્જકો છે, તેમની કલમ વધુ નિખરે અને મા સરસ્વતીના આશીષ તેમના પર વરસતા રહે એ જ શુભકામનાઓ.

શમા ઝૈદી: ભારતનું ગૌરવ – નિલય ભાવસાર

આજે એકવીસમી સદીમાં આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મોખરાનું સ્થાન બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતાનો અવાજ પણ ઉઠાવી રહી છે ત્યારે સિનેમાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા એવાં શમા ઝૈદી અને તેમનાં કાર્ય વિશે આપણે અહીં વિગતે ચર્ચા કરીશું.

કેરીની રસદાયક કથા – રતિલાલ બોરીસાગર

આ સીઝનમાં ઉપરાઉપરી ત્રણચાર વાર કેરી નબળી આવી – સબળા ભાવની હોવા છતાં, અને હું ખરીદવા નહોતો ગયો છતાં ! ત્રણ-ચાર વરસ પહેલાં સ્વયંસ્ફુરણાથી ઊંચા ભાવની કેરી, હૃદયના એથીય ઊંચા ભાવથી હું ખરીદી લાવ્યો હતો અને તે પણ થોડીઘણી નહિ – ત્રીસ કિલો. પણ બહુ દિવસ સુધી કેરીનાં પાકવાનાં કોઈ ચિહ્નો જણાયાં નહિ એટલે પાકવાની આશા છોડી દઈ કાપવાની શરૂ કરી. એ દરેક કેરી ફેંકી દેતી વખતે મારા અણઘડપણા પર, મારા ઉડાઉપણા પર જે પસ્તાળ પડી હતી એનું વર્ણન થઈ શકે એમ નથી.

ચાર ગઝલો – શીતલ ગઢવી

વધેલા શ્વાસને ભરવા ઇજન આપી ગયા છે એ.
પ્રસંગોપાત મળવાનું વચન આપી ગયા છે એ

મિલનની શક્યતાઓને ફરીથી મેં મઠારી છે,
સમય, સ્થળ, તિથિ,જગ્યાનું ચયન આપી ગયા છે એ.

Copy Protected by Chetan's WP-Copyprotect.