Archive for August, 2018

કબૂતર જા જા જા… – સ્વાતિ મેઢ

પાર્ટીનો માહોલ જામેલો છે. માલિનીબહેન અને નિખિલભાઇએ ખાસ્સા રૂપિયા ખર્ચીને ત્રણ શયનખંડવાળો ફ્લેટ ખરીદ્યો છે અને ખુશાલીમાં મિત્રો, સંબંધીઓ અને જૂના પાડોશીઓને આમંત્ર્યા છે.

પહેલાં થોડા વર્ષો ભાડાનાં ઘરોમાં પછી નાના ફ્લેટમાં અને હવે મોટા ફ્લેટમાં શહેરની ભીડથી દૂર નવા બંધાયેલા અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલમાં આઠ નબરના બ્લોકમાં બીજે માંળે ફ્લેટ નંબર ૮૦૪. નવો ફ્લેટ. માલિનીબહેનના હરખનો પાર નથી.

સપનું સાકાર થયું. મોટું મજાનું ઘર, વિશાળ દિવાંખાનું. એમાં એક તરફ જમવાનું ટેબલ ગોઠવવાની જગ્યા. એની પાછળ કબાટ બનાવી શકાય એવો કોલો. રસોડામાં છેક ઉપર સુધી ટાઇલ્સ જડેલી, ચમક ચમક થતું પ્લેટફોર્મ, રસોડાનો સામાન ગોઠવવાના ખાનાં, ઝગમગ ઝગમગ થતો પાણી ભરવાનો નળ.  શયનખંડોમાં બાથરૂમો. એમાં ય દિવાલમાં છેક છત સુધી ટાઇલ્સ જડેલી.  બેત્રણ ચમકતા નળ, વોશબેસીનો, બહારના નળો ઉપરાંત દિવાલમાં છૂપાયેલા નળો ખોલવા-બંધ કરવાનાં ગોળ હેન્ડલો, એ ખોલો એટલે અવનવાં ઠેકાણેથી પાણી વરસે. ત્રણ તરફ ગેલેરીઓ, એક તરફ સ્ટોરરૂમ. આખા ફ્લેટમાં ઠેકઠેકાણે વિશાળ બારીઓ. આ બધામાં છોગા જેવી સગવડ રસોડામાં, શયનખંડ અને ગેલેરીમાં પણ માળિયા. વધારાનો સામાન ઉપર ચડાવી દઈએ, પત્યું.

ત્રણ લઘુકથાઓ- શૈલેષ કાલરિયા ‘દોસ્ત’

સાસુએ વહુને હાકલ મારી, ‘તેલની તવી ઊંધી વળી ગઈ! આંધળી છો? ભડકો થયો હોત તો! મારો દીકરો ગમે એટલું કમાય તોય આમાં પૂરું ક્યાંથી થાય?’

રીમાના હોઠ ઊંચા નીચા થયા હતા, પણ દિક્ષિતે હોર્ન વગાડતા તે દરવાજો ખોલવા ગઈ. આમ વગર તેલે ભડકો થતાં થતાં રહી ગયો.

રીમા અને દીક્ષિત જાણતા હતા છતા આંખ આડા કાન કરી દેતા. દીક્ષિત જાણતો હતો કે પિતા ગુજરી ગયા પછી માનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની હતી. રીમા પણ સમજતી હતી કે એક તરફી કકડાટ કેટલી વાર ચાલે?

મિયાં લટક્યા – પ્રિયાંશી રાઠોડ (વિજેતા હાસ્ય વાર્તા)

મિયાંં લબ્બે.

પથારીમાં પડેલા પણ ઊંઘ આવે નહીં. વાણિયો અને શેઠાણી મોડી રાત સુધી જાગેલાં. લબ્બેજી સૂતેલા બહાર, પણ કાન અંદર. સોનાની વાત સાંભળી એટલે બેઠા થઈ ગયા. બારણાની તિરાડમાંથી અંદર નજર કરી. લબ્બેજીની આંખ ફાટી ગઈ. ઝવેરાતનો આખો ઢગલો પડેલો. વાણયાએ બધું એક થેલામાં ભર્યું. મિયાંં ખુશ થઈ ગયો. વાણિયાની ચાલાકી જોઈને તેનાથી બોલી જવાયું, “શાબાશ, વાણિયા !”

પછી તો શેઠાણીએ દીવો ઓલવી નાખ્યો. લબ્બેજી પથારીમાં પડ્યાં.

અણમોલ ભેટ – ડૉ. સનત ત્રિવેદી

વીસમી સદીના છઠ્ઠા દાયકાની આ વાત છે. પાંચ વર્ષનો તબીબી અભ્યાસક્રમ પુરો કરીને હું સરકારી નોકરીમાં જોડાયો હતો. મારી નિમણુંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગ્રામીણ પ્રજાની આરોગ્ય જરુરિયાતો ધ્યાનમાં લઇને યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી સ્થાપવામાં આવ્યા હતા. આવા આરોગ્ય કેન્દ્રો દ્વારા ગ્રામવાસીઓને સર્વાંગી આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવતી હતી. તે જમાનામાં ગામડાહ્મં આરોગ્ય કેન્દ્રો સિવાય અન્ય કોઇ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હતી.

આવા કેન્દ્રોમાં તબીબી અધીકારી ઉપરાંત કમ્પાઉન્ડર, નર્સ, સેનીટરી ઇન્સ્પેક્ટર અને સોશ્યલ વર્કર વગેરેની નિમણુંંક થતી જે તબીબી અધિકારીને વિવિધ આરોગ્ય સેવાઓ માટે સહકાર આપતા. આ પ્રમાણે આરોગ્યની આ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવતી હતી.

એમ. કરુણાનિધિ, તમિલ સિનેમા અને રાજનીતિ – નિલય ભાવસાર

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા. તેઓ કુલ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી લડીને તે તમામ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યાં છે. કરુણાનિધિને લોકો પ્રેમથી કલાઇગ્નર એટલે કે કલાકાર તરીકે સંબોધતા હતા. તમિલનાડુને સામાજિક અને આર્થિકરીતે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ભારતીય રાજનીતિમાં પણ તેઓનું યોગદાન અતુલનીય છે. મુથુવેલ કરુણાનિધિને બાળપણથી જ લેખનકાર્યમાં રુચિ પેદા થઇ ગઈ હતી. પણ, જસ્ટિસ પાર્ટીના નેતા અલાગિરીસામીના ભાષણોએ તેમનું ધ્યાન રાજનીતિ તરફ કેન્દ્રિત કર્યું.

Copy Protected by Chetan's WP-Copyprotect.