હસતા’ક્ષર’ – સંં. તરંગ હાથી

પત્ની: છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે.
પતિ: આ તો બહુ ભયંકર કહેવાય
પત્ની: કેમ?
પતિ: બાકીની ૭૫% દવા વગર ફરે છે.

***
જુની કહેવત;-
“મા તે મા બિજા બધા વગડા ના વા”
નવી કહેવત
“પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી”

***
પતિ : ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી?
પત્ની : હું તમારી સાથે ફેરા ફરતી હતી.

***
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કહ્યું : ચાલ પોલીસ સ્ટેશન.
માણસ : પણ મેં શું કર્યું છે ?
પોલીસ : કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.

***
જજ : તે તારી પત્નીને છેલ્લા ૧૦ વર્ષથી ડરાવી, ધમકાવીને દાબમાં રાખી છે…!
છગન : સાહેબ એમાં વાત એવી છે કે…
જજ : મારે તારી સફ઼ાઇ નથી સાંભળવી… રીત શિખવાડ…

***
પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…

***
કૃષ્ણને ૧૬૧૦૮ રાણી, છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા
આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય, ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા

***
એક છોકરીનુ Whatsupp મા સ્ટેટસ હુતુ…
“લગન તો હુ એની હારે જ કરીશ જે મને જબરદસ્તી શોપીંગ કરવા લઇ જાહે”
૪૦ વરહની થઇ હજી કુવારી છે.

***
અમો ને ભારતની મહિલાઓ પર ગવૅ છે,
ભૂખી રહેશે, તરસી રહેશે, પણ.. મૂંગી નહિ રહે..

***
એક વિમાન ૪ કલાકથી હવા માં ઉડતું હતું… એનાઉન્સમેન્ટ થયું કે રનવે પર ગાય ભેંસ આવી ગયા છે, લેન્ડ થઈ શકે નહીં… સર્વે મૂંઝવણમાં હતા
જુનાગઢનો મથુર ઉભો થયો પાઇલોટ ને કહે લાવો ટેરિંગ મને દ્યો.. મથુરે વિમાન ..આડી તેડી ..કટ મારી ને સુખ રૂપે લેન્ડ કરાવ્યું.
એનો લોકો એ સત્કાર સમારંભ કર્યો..
પત્રકારે પૂછ્યું – “સર આપે આ કૌશલ્ય ક્યાંથી મેળવ્યું..??”
મથુર શરમાઈ ને બોલ્યો.. – “પાંચ વરહ જુનાગઢમા છકડો હકાવ્યો સે..! ઇય પાસો હવેલી ગલી ને માંગનાથની માર્કેટમાં.”

***
હું ક્યારથી એમને પૂછી રહી છું,
કે તમારા જીવની સૌથી મોટી મુશ્કેલી શું છે?
કોઈ જવાબ જ નથી આપતા,
બસ ક્યારના મારી સામે જોયા કરે છે..

***
આજે એ કૉલેજફ્રેન્ડ ઘણાં વર્ષો પછી મળી..,
એણે મને પુછ્યું : “શુ કરે છે આજકાલ…?”
મે ભોળાભાવે કહ્યુ…”છોકરાઓને ભણાવું, કરિયાણું લાવું, શાક લઇ આવુ, લોટ દળાવું, ઘરવાળીની બધી વાત માનુ અને નોકરી કરૂં…”
આ સાંભળી ને એ કહે… “ઓહ, ભૂલ થઈ ગઈ, મારે તને જ હા પાડવા જેવી હતી..”

***
ચિત્રગુપ્ત: “સ્વર્ગ માં તારું સ્વાગત છે વત્સ.. કઈ અપ્સરાને મળવા માંગે છે પહેલા?”
મથુર: “અપ્સરા બપ્સરા તો ઠીક છે, અમારે નીચે પૃથ્વી લોક માં એમ કહેવાય છે કે લગ્નો તો ઉપર સ્વર્ગ માં નક્કી થાય છે.. આ કાર્ય અહીં કોણ કરે છે પહેલાં તેમની મુલાકાત કરાવો, પછી આગળ વાત.”

***
એક બહેને બે કલાક જુદા જુદા ચપ્પલ ટ્રાય કર્યા. છેવટે કહે કે “હા, આ બરાબર આપી દો.”
દુકાનદારે કહ્યું, “એમ ને એમ લઇ જાવ, એ તમે પહેરી ને આવેલા…!!”

***
પતિ : “આજે શાક બરાબર નથી બન્યું.”
પત્ની : “ચૂપચાપ ખાઈ લો ફેસબુક પર આ જ શાક પર ૭૦૦ લાઈક છે, અને ૩૫૦ જણાએ Yummi લખ્યું છે,
તમારા વળી નાટક બોવ…”

***
ડૉક્ટર : જમાય છે?
દરદી : છે ને! ત્રણ છે, પણ ત્રણેય નકામા..
ડૉક્ટર : અરે, એમ નહીં… ખવાય છે? એમ પૂછું છું..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સોનેરી સોનાલી – દુર્ગેશ ઓઝા
ઘર – ફિરોઝ મલેક Next »   

1 પ્રતિભાવ : હસતા’ક્ષર’ – સંં. તરંગ હાથી

  1. Ekta says:

    હા હા હા……

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.