પાંચ લઘુકાવ્યો – પારસ એસ. હેમાણી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લઘુકાવ્યો પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી પારસ એસ. હેમાણી (રાજકોટ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમની આવી બીજી રચનાઓ તેમના પુસ્તક ‘આપણી વાત’માં વાંચી શકો છો. આપ તેમનો drhemani@yahoo.com અથવા 9904900059 પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.)

1.
એક વાર
કવિતા લખતા એમ થયું કે,
આ શબ્દને
નાણી લઉં, ઘૂમાવી લઉં,
હસ્તગત કરી લઉં,
તે
પછીથી
કાગળ આખે આખો
સાવ કોરોકટ્ટ…
મારા
એકાંત જેવો.

2.
એમ
કહેવાય છે કે બધું સમયસર જ થાય છે…
સવાર… બપોર… સાંજ… રાત,
શિયાળો… ઉનાળો… ચોમાસું,
જન્મ અને મૃત્યુ સુદ્ધાં,
આથી જ
વણજોયેલા મુર્હૂતે જ સુખ આંટો મારી જાય છે
ત્યારે
દુઃખના દિવસો જોતા જ રહી જાય છે.

3.
નિયત સમયે જ સવાર પડી ગયું,
ઓફિસમાં સમયસર પહોંચવાની
ઉતાવળમાં ઝડપથી તૈયાર થઈ ગયો…
પહોંચી ગયો
ચા-નાસ્તો કરવા,
પત્ની બગાસા ખાતા ખાતા દોડી આવી,
સુસ્તીથી ચા માટે ચૂલો જલાવી કહ્યું :
“સવારી ક્યાં જશે?
આજે તમારી નિવૃત્તિનો પહેલો દિવસ છે.”

4.
ફ્લેટની
સ્કીમ બહાર પડી,
નામ નોંધાવા પડાપડી થઈ,
મને થયું લાવને જગ્યા જોઈ આવું…
ને
સ્થળ પરની
લીલોતરી, વૃક્ષોની ઝૂલતી ડાળીઓ…
ડાળીઓ પર કલબલતા પંખીઓને
જોઈ… સાંભળીને…
મારું લખાવેલું નામ કઢાવી
એ દ્રશ્યને અકબંધ રાખ્યું.

5.
“બા”
વહેલી સવારના ચાલવા જવાનું,
આવી છોકરાઓને સ્કૂલે જવા ઉઠાડવા…
દફ્તર તૈયાર કરાવવા…
છોકરાઓ જાય
પછી
છાપા વાંચવાનું અને રૂટીન વર્ક…
બપોરના ભાગે સિલાઈ કરતા કરતા
જીંદગી સીવતા…
તેમનો દિવસ આગળ વધતો,
સાંજ તો જાણે ખીલખીલાટ લાવતી
બારી બહાર જોતા જાય, ગીતો ગણગણતા
જાય
સાથે રસોઈ પણ બનતી જાય.
આ બધ જ દ્રશ્યો…
એમના
ગયા પછી સૂર્યાસ્ત જેવા લાગે છે.

– પારસ એસ. હેમાણી

(પુસ્તકઃ ‘આપણી વાત’ પ્રાપ્તિસ્થાનઃ સોનલ પી. હેમાણી, હેમાણી હોસ્પિટલ, ભક્તિનગર સોસાયટી, કાન્તા સ્ત્રી વિકાસગૃહ પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૨. મુખ્ય વિક્રેતા, રાજેશ બુક સ્ટોર, લોધાવાડ ચોક/ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ. ફોનઃ (૦૨૮૧) ૨૨૩૩૫૧૮. કિંમતઃ ૧૨૫/- પૃષ્ઠ સંખ્યાઃ ૮૨)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઘર – ફિરોઝ મલેક
અંતિમ વ્યાખ્યાન – રેન્ડી પાઉશ, કુમારપાળ દેસાઈ Next »   

3 પ્રતિભાવો : પાંચ લઘુકાવ્યો – પારસ એસ. હેમાણી

 1. Gita kansara says:

  Good pogress

 2. Lata Bhatt says:

  વાહ….થોડામાં ઘણું,…હ્રદયસ્પર્શી કાવ્યો

 3. Kalidas V.Patel says:

  પારસભાઈ,
  સુંદર કાવ્યો.
  છંદોબંધ કાવ્યો આપશો તો આનંદ થશે.
  કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.