(મારા મતે કેદારભાઈ ભટ્ટ દ્વારા રીડગુજરાતીને મોકલવામાંં આવેલ પ્રસ્તુત્ વાર્તા એક રૂપક છે, એ ખરેખર કોને ઉદ્દેશીને લખાઈ છે એ વિચારી શકો? 'શકટનો ભાર' રીડગુજરાતીને પ્રસ્તુત કરવા માટે મોકલવા બદલ કેદારભાઈનો આભાર, તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૯૯ ૮૩૩ ૬૦૬૫ પર થઈ શકે છે.) આજ સવારથી કામે વળગ્યો હતો તે છેક અત્યારે ઘડીક શ્વાસ લેવા માટે રોકાયો અને જાળાને જોઈને એ વિચારી રહ્યો. આજ પાંચમો દિવસ થયો નવું જાળું બનાવ્યાને. હજી સુધી કોઈ ઘાત આવી નથી અને સારી એવી ઝડપથી કામ થઇ રહ્યું છે. કોઈ અવરજવર, કોઈ જનાવર કે પવનની લહેરખી, કશું જ નહિ. આટલી શાંતિ અને એકાગ્રતાથી કામ થયું છે એટલે એક-એક તાર મજબૂતીથી ગૂંથાયો છે. થોડા થોડા જીવડાં પણ ફસાવા મંડ્યા હતા. જો થોડું વધુ મોટું થઇ જાય તો આખો દિવસ ચાલે એટલે ખોરાક આસાનીથી એમાં ફસાઈ જાય અને આરામથી દિવસો વિતાવી શકાય.
Monthly Archives: September 2018
આજે પ્રસ્તુત કરેલા આ ત્રણેય મજેદાર બાળગીતો શ્રી યશવંત મહેતાના પુસ્તક ‘મોજમજાનાં ગીતો' માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ચકલીનું ગીત, ફરફોલો અને ભૂત બનું તો - ત્રણેય ગીતો બાળમનના વિવિધ ભાવ અને વિચારવિશ્વને ઉઘાડી આપે છે. રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર.
ભારતની દક્ષિણે કન્યાકુમારીથી સમુદ્રમાં વિવેકાનંદ શિલાસ્મારકની પાસે એક ઉત્તુંગ સ્મારક ઊભું છે તે છે સંત તુરુવલ્લુવરની પાર્થિવ સ્મૃતિ. ઉત્તર ભારતમાં જેમ વ્યાસ અને વાલ્મીકિનો મહિમા છે તેવો જ મહિમા અને તેવું જ મહાત્મ્ય છે તમિળ પ્રજામાં તુરુવલ્લુવરનું. ઉત્તર ભારતીય ધર્મગ્રંથોમાં જે મહત્વ રામાયણ - મહાભારતનું છે - લગભગ એવું જ સ્થાન દક્ષિણભારતમાં હતું 'તિરુ-કુરુળ'નું! કવિએ તેમાં હળવા કટાક્ષ અને સહાનુભૂતિપૂર્વકના ઉપદેશો આપ્યા છે.
(‘અર્વાચીન પ્રશ્નોપનિષદ : પૂછે તે પામે’ નામના પુસ્તકમાંથી અહીં ત્રણ ચિંતનસભર પ્રશ્નો લેવામાં આવ્યા છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) જીવનની શક્યતાઓ કેટલી? જીવન પોતે જ એક મોટી શક્યતા છે. આપણને જીવન મળ્યું એટલે જાણે શક્યતાઓનું જબ્બર મોટું પોટલું મળ્યું. એ પોટલું ઊંચકવાનો આનંદ લઈએ તો સુખ જ સુખ અને ‘હાય રે પોટલું’ એમ સમજી રોદણાં રોઈએ તો દુઃખ જ દુઃખ. બસ, આ બે શક્યતાઓ તો પાક્કી.
અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ, અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ. અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ, ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી, અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ ! છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની, અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.
નિર્દેશક પા.રંજીથની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યારસુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા.રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.
એક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખેતરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન શોધ્યો. ઊંઘરેટી આંખે ફોનનું લીલું બટન દબાવ્યું. સામેથી મીઠડો અવાજ આવ્યો કે, "હેલ્લો, પરમના ડેડી બોલે છે?"
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ વ્યક્તિને ડિપ્રેસન તરફ દોરી જાય છે. શું લોકો ઈન્ટરનેટને લીધે ડિપ્રેસ થયા છે. સંશોધકોએ આવી રીતે ડિપ્રેસ થયેલા લોકોનો એક અલગ વર્ગ શોધી કાઢ્યો છે જેને સામાન્ય રીતે "ઈન્ટરનેટ એડિક્ટર્સ" કહે છે. જે લોકો કામમાં વ્યસ્ત છે અને ઈન્ટરનેટનું વ્યસન ધરાવે છે તેમના માટે ઈન્ટરનેટ પર વીતાવવામાં આવતા સમયને અંકુશમાં લાવવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેઓએ ઈન્ટરનેટ પર પસાર કરેલ સમય તેમના રોજિંદા જીવન પર, સામાજિક જીવન પર ખરાબ અસર કરે છે.