Archive for October, 2018

જીત – ઈન્દુ રાવ

હીરો ટીપટોપ તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી સાઈકલ પર સવાર થવા જાય કે બાજૂમાંથી કોકીભાભી અચૂક ટહુકી ઊઠે, “એ હીરાલાલભાઈ! આણી કોર આવો તમને જરા મેંસની કાળી ટીલી કરી દેઉં. અમારા કુંવરને કોઈની ભૂંડી નજર ન લાગે!”

“સું તમય તે ભાભી? રોજ રોજ મારી મશ્કરી કર્યા કરો છ?” એમ હસીને બોલતો તે સાઈકલને પેડલ મારતો ફરફરાટ આસપાસનાં ગામડાં ઘૂમતો છેક સાંજે પાછો ફરતો.

પાંચ લઘુકથાઓ – રાજુલ ભાનુશાલી

દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ ‘મમ્મા.. મમ્મા,’ બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું.

એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા.

‘અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ…’ બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.

લગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર

‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’

પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે.

સૂનું માતૃત્વ – ફિરોઝ મલેક

સૂર્યના કિરણોમાં પણ એક અલગ જ પ્રકારનું કૌવત છુપાયેલું હોય છે. જ્યાં પ્રસરે ત્યાં આશારૂપી પ્રકાશનો જાદુ ફેલાય જાય છે. વહિદાના ઘર આંગણે સૂર્યપ્રકાશ બરાબર પોતાની માયા પાથરી રહ્યો હતો. બહાર ઓટલા પર બેસી શાકભાજી સમારી રહેલી વહિદાના ગાલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યાં હતાં. પરંતુ હૈયામાં કોઈ ઘેરી વેદના કોરાઈ રહી હોય, તેમ તેના મુખ પર નિરાશા ડોકિયું કરી રહી હતી. હાથમાં પકડેલી તુવેરની શીંગો એની મેળે જ જાણે યાંત્રિક રીતે છોલાતી જતી હતી. વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું.

સુખનું સાચું સરનામુ આ રહ્યું.. – હિતેશ રાઠોડ

આ સંસારમાં આપણે મનુષ્ય તરીકે જન્મ ધારણ કરીએ અને પછી ધીમે ધીમે મોટા થતા જઈએ અને શિશુવસ્થાથી શરૂ કરી બાળઅવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા સુધીની નિયતકાલિન સાંસારિક પ્રવૃત્તિઓમાં જેમ જેમ રત થતા જઈએ થઈએ તેમ તેમ દુનિયાદારીની સમજ આવતી જાય છે અને જાણ્યે અજાણ્યે પણ આપણી દરેક પ્રવૃત્તિનો અંતિમ હેતુ તો આર્થિક લાભનો જ રહેતો હોય છે. જેમ જેમ સાંસારિક પ્રવૃત્તિઓમાં ખૂંપતા જઈએ છીએ તેમ તેમ આપણી અંદર એક સમજ દ્રઢ થતી જાય છે કે આર્થિક રીતે સાધન-સંપન્ન થઈશું તો જ આપણે સુખ મેળવી શકીશું. વળી આમ જોવા જઈએ તો આપણી સૌની સુખની પરિભાષા બહુ જ ટૂંકી, સરળ, સાદી, અને તદ્દન સ્વાર્થી હોય છે અને તે એ કે તમે ભણો, ગણો, નોકરી-ધંધો કે કોઈપણ પ્રવૃત્તિ કરો (પછી તે પ્રવૃત્તિ કહેવાતી સેવાની કેમ ન હોય) અંતિમ ઉદ્દેશ તો એ જ હોય છે કે કોઈપણ રીતે પૈસા કમાઓ અને પૈસા ભેગા કરો તો જ આપણે સુખને ખરીદી શકીશું.

Copy Protected by Chetan's WP-Copyprotect.