આવી રહ્યો છે જાન્યુઆરી – તુષાર શુક્લ

અણગમતી યાદોને પાછળ
મૂકી દેવી સૌથી સારી,
સાથે રાખો એવી યાદો
ગમતી ગમતી સારી સારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

અણગમતી ને કડવી યાદો
વજનમાં લાગતી હોય છે ભારે,
મીઠી ને મનગમતી વાતો
જીવતર કેરી મોજ વધારે.
અણગમતાંને ભૂલવું અઘરું
સ્હેલું થાય જો લ્યો સ્વીકારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

આપણે જાતે પડે ઉંચકવું
સ્મરણો કેરું પોટલું માથે,
શાને કડવું ને અણગમતું
આપણે રાખવું આપણી સાથે?
રાખવું શું ને છોડવું શું એ
લેવાનું પોતે જ વિચારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

– તુષાર શુક્લ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “આવી રહ્યો છે જાન્યુઆરી – તુષાર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.