આવી રહ્યો છે જાન્યુઆરી – તુષાર શુક્લ

અણગમતી યાદોને પાછળ
મૂકી દેવી સૌથી સારી,
સાથે રાખો એવી યાદો
ગમતી ગમતી સારી સારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

અણગમતી ને કડવી યાદો
વજનમાં લાગતી હોય છે ભારે,
મીઠી ને મનગમતી વાતો
જીવતર કેરી મોજ વધારે.
અણગમતાંને ભૂલવું અઘરું
સ્હેલું થાય જો લ્યો સ્વીકારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

આપણે જાતે પડે ઉંચકવું
સ્મરણો કેરું પોટલું માથે,
શાને કડવું ને અણગમતું
આપણે રાખવું આપણી સાથે?
રાખવું શું ને છોડવું શું એ
લેવાનું પોતે જ વિચારી,
નવા વર્ષની કરો તૈયારી
આવી રહ્યો છે જાન્યુઆરી…

– તુષાર શુક્લ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બનાસના કાંઠે – હિમ્મત ઢાપા
મેરી ક્રિસમસ – સુષમા શેઠ Next »   

2 પ્રતિભાવો : આવી રહ્યો છે જાન્યુઆરી – તુષાર શુક્લ

 1. Gayatri karkar says:

  AAVI GAYO CHHE JANUARY….AAVI GAYU CHHE 2019 .

  VERY NICE POEM..

 2. Kalidas V. Patel {Vagosana} says:

  તુષારભાઈ,
  સાચે જ … કડવી અને અણગમતી યાદોના પોટલાને ઊંચકીને શાને ફરવું ?
  દુઃખદ કંઈ પણ હોય તેને વાગોળવાને બદલે વિદાય કરવામાં જ જીવનની સાર્થકતા છે ને!
  મજાની કવિતા આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.