Archive for 2018

પારિજાત પેલેસ – રક્ષા શુક્લ

એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયી દેવીની ‘ગુરુદેવ મારા આંગણે વાંંચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (૧૯૩૮-૧૯૪૧) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયી દેવીએ ‘મંગપૂતે રવીન્દ્રનાથ’માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયી દેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.

નૂતન વર્ષના નવલા પ્રભાતે.. – સંપાદકીય

રીડગુજરાતીના સર્વે વાચકો, સહયોગીઓ અને સર્જકોને તનવર્ષ ૨૦૭૫ના અભિનંદન….

આજથી શરૂ થતું સંવત ૨૦૭૫નું વર્ષ સૌને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ. રીડ ગુજરાતીના વાચકો, લેખકો, મિત્રો, પ્રકાશક મિત્રો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌને સાલમુબારક. આ નવું વર્ષ સૌનાં માટે સુખ, શાંતિ ને સમૃદ્ધિનો સંદેશ લઈને આવે તેવી પરમતત્ત્વ પરમેશ્વરના ચરણોમાં અભ્યર્થના.

વીતી ચૂકેલાં વર્ષ તરફ નજર નાખું છું તો ખ્યાલ આવે છે કે વાચકોની અપેક્ષાઓ સંતોષવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે. નવા વર્ષે ફરિયાદ નહિ પણ દિલની વાત કરવી છે. રીડગુજરાતીને નિયમિત સમય ફાળવવાનો કરેલો નિર્ણય બદલાતા જીવનપ્રવાહમાં ક્યાંક ધોવાઈ ગયો! પણ આ નવા વર્ષે નવીન ઉત્સાહ, જોમ સાથે વાચનદીપને પ્રજ્વલિત રાખી નિયમિત બનવાનો શુભ સંકલ્પ કરવો જ રહ્યો…

હમ્પ્ટા પાસ ટ્રેક, હિમાચલ – મીરા જોશી

કોણ જાણે કેટલાયે કાળથી અખંડ ઉભા છે આ પહાડો ને વૃક્ષો.. કોણ જાણે કેટલાયે કાળથી નિરંતર વહ્યે જાય છે તૃપ્ત કરનારી આ નદી ને ઝરણાં, ને કેટલાયે સમય ખંડમાં વહેંચાઈને છૂટા પડેલા છે આ ખડકો.. અહીં આવો તો અનુભવાય કે જાણે અહીંની હવા રાહ જોઈ રહી છે, એના સાચા કુદરત પ્રેમીના આવવાની..!

ફરી એકવાર પ્રકૃતિપ્રેમી એવા અમે હું અને સખી ડિમ્પલ નીકળી પડ્યા કુદરતને ખૂંદવા, કેટલાય સમયથી પાંગરેલી એક ઝંખનાને હકીકતનું સ્વરૂપ આપવા. પણ આ વખતે ગુજરાતની બહાર. હા, હિમાચલની દેવભૂમિને અમે અમારું ટ્રેકિંગ સ્થળ પસંદ કર્યું.

જીત – ઈન્દુ રાવ

હીરો ટીપટોપ તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી સાઈકલ પર સવાર થવા જાય કે બાજૂમાંથી કોકીભાભી અચૂક ટહુકી ઊઠે, “એ હીરાલાલભાઈ! આણી કોર આવો તમને જરા મેંસની કાળી ટીલી કરી દેઉં. અમારા કુંવરને કોઈની ભૂંડી નજર ન લાગે!”

“સું તમય તે ભાભી? રોજ રોજ મારી મશ્કરી કર્યા કરો છ?” એમ હસીને બોલતો તે સાઈકલને પેડલ મારતો ફરફરાટ આસપાસનાં ગામડાં ઘૂમતો છેક સાંજે પાછો ફરતો.

પાંચ લઘુકથાઓ – રાજુલ ભાનુશાલી

દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ ‘મમ્મા.. મમ્મા,’ બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું.

એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા.

‘અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ…’ બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.

Copy Protected by Chetan's WP-Copyprotect.