Archive for 2019

આદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ

તા.૦૧/૧૨/૨૦૧૮ના ‘નવગુજરાતસમય’ દૈનિકમાં પ્રકાશિત લેખ રીડ ગુજરાતીના વાચકો માટે પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુમનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. રોજબરોજના જીવન અને સોશ્યલ મીડિયા સાથે વણાઈ ગયેલા વિવિધ આદ્યાક્ષરી વિશે ખૂબ જ સચોટ વાત અહીં કરવામાં આવી છે.

તને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…! – એષા દાદાવાળા

પ્રિય દીકરા,

એ દિવસે પહેલીવાર મને એવું થતું હતું કે તારા વિશે કોઇ ખબર જ ન આવે. મોબાઇલની રીંગ વાગે તો મનમાં ધ્રાસ્કો પડતો. અત્યાર સુધી ડર અનુભવાતો હતો પણ એ દિવસે પહેલીવાર ડરને અમે નરી આંખે જોયો. તારી વહુ-જે આખો દિવસ તારા ફોનની રાહ જોઇને મોબાઇલ સામે જોયા કરતી-એ પણ ભીની આંખે ભગવાનને કહી રહી હતી-આજે રીંગ નહીં વાગવી જોઇએ… દીકરા, પહેલીવાર છાતી ભીંસાઇ રહી હતી અને અમે ફાટી આંખે ટીવી સામે બેઠાં રહ્યાં હતા. તારા પપ્પા તો ઘરની બહાર જ નીકળી ગયા હતા.

મમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા

મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે ? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. હું નાનો હતો ત્યારે મને પણ થતો. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને !’

રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ

બટુકડો રાજુ આજે સવારમાં વહેલો ઉઠી ઝટપટ તૈયાર થઈ ગયો. તેણે બોક્સમાં લાલ, લીલો, પીળો બધા જુદા જુદા કલરની ડબ્બીઓ, બ્રશ, પેન્સિલ, રબર, ક્રેયોન્સ બધું ગોઠવી દીધું. નિમેટા ગાર્ડનમાં આજે ચિત્રકામ હરિફાઈ એટલે કે તેને મન ગમતી ડ્રોઈંગ કોમ્પીટીશન હતી. મંમીએ લંચબોક્સમાં ભાવતો નાસ્તો ભરી આપ્યો અને નાનકડા રાજુભાઈ તો ગળે વોટર બોટલ ભેરવી એકદમ તૈયાર. પપ્પાને કહે, ‘રાજુ ઈઝ રેડી.ચાલો પપ્પા.’

મારી કબજીયાત – સનત ત્રિવેદી

કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી કબજીયાત હતી. શરૂઆતમાં મે ખાસ ધ્યાન ન આપ્યું. કિન્તુ જ્યારે આ દશા લાંબો સમય ચાલી ત્યારે કંઇક ઉપાય કરવાનો વિચાર આવ્યો.

Copy Protected by Chetan's WP-Copyprotect.