Archive for January, 2019

મન જંજીર, મન ઝાંઝર – ભદ્રાયુ વછરાજાની

એક માણસ સીડીનાં પગથિયાં સડસડાટ ચડતો જતો હતો. એ ખુશ હતો કે હું દરેક પગથિયાને સફળતાપૂર્વક પાર કરી નિર્ધારિત મુકામ પર પહોંચી રહ્યો હતો. જ્યારે એ સીડીના છેલ્લા – સૌથી ઉપરના પગથિયે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે એની સીડી તો ખોટી – બીજી દીવાલ પર ટેકવેલી હતી ! એ છેવટ સુધી પહોંચ્યો પણ મુકામ પર નહીં. માત્ર સીડીનાં પગથિયાં પર ચડી જવું એ સુખ નથી, પ્રાપ્તિ નથી, ક્યાં પહોંચીએ છીએ તે વાત અગત્યની છે.

નામકરણ સંસ્કાર – ડૉ. ભાલચન્દ્ર હાથી

ભારતમાં મનુષ્યજાતિની ઉત્પતિથી માંડીને અંતિમ પરિણામ સુધીના જીવનના જુદા જુદા પડાવો પર પગથિયા સમાન સોળ સંસ્કારોની રચના કરવામાં આવી છે. તે જીવનના દરેક તબક્કે શિસ્ત બતાવે છે અને તે રીતે ઉચ્ચ પ્રકારનું જીવન વ્યતિત કરવાની પણ પ્રેરણાં આપે છે. ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં તે સંસ્કારોનું જતન થતું રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં નાગર કુટુંબોમાં પણ ઉજવણી થાય છે. આ સોળે સંસ્કારોની વિગતવાર વાત કરીએ તો એક પુસ્તક થાય પણ તેમાં “નામકરણ સંસ્કાર”માં ઘણી વ્યક્તિઓ એક યા બીજી રીતે સંકળાયેલી હોય છે તેથી તેના વિશે જોઇએ.

લાઇફ ઇન કાઇટ્સ, જીવનની પતંગ – પૃથ્વી મુંજાણી

જીંદગી ક્યા હૈ, ખુદ હી સમજ જાઓગે, બારિશોંમેં પતંગે ઉડાયા કરો…. હવામાં લહેરાતા, સરસરતા, ઠુમકતા રંગબેરંગી લિપસ્ટીકરૂપી કાગળની ગગનને હલકી કિસ એટલે ફેસ્ટીવલ ઓફ કાઇટ, રંગ વગરના કે રંગવાળા ચોરસ આકાર વડે આકાશનાં કાગળમાં રંગોળી એટલે ઉતરાયણ, આભલાને પતંગ વડે જાદુકી જપ્પી કે પીઠ પર હળવી ટપલી એટલે મકરસંક્રાંતિ. જીંદગીને મસ્તીથી, રમતા ઝૂમતાં, ચિચિયારીઓ પાડતા, આઝાદ રીતે ઉડતા રહેવાની, જુસ્સાથી જીવતા રહેવાની અલગારી મોજ એટલે પતંગોત્સવ.

હાસ્ય હિલ્લોળ – સં. તરંગ હાથી

ફોરેનર : હેય, વોટ ઈઝ લંગરિયા?

દેશી : અંઅઅઅ… ઓ.કે. લિસન.. ફર્સ્ટ વી ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયા? ઈટ્સ યુઝ ઈન અવર દેશી લોકલ મકાન્સ. ઈફ ડોન્ટ હેવ નળિયા ધેન ગુડ ઢેખાળા ઓલ્સો ફાઈન. ધેન વી આર વિટિંગ દોરી ઓન ઈટ, માંજા યુ નો.. ધેન ઈટ્સ લડાવિંગ વિથ ઈચ-અધર્સ લંગરિયા વિથ અ દેશી ગલી વોર સ્લોગન…. આઈ જાવ પાઈ જાવ…લંગરિયા લડાઈ જાવ..

મોઝામ્બિક, ભારે કરી હોં! (પ્રવાસલેખ) – ચિંતન આચાર્ય

“ધ પેરાડોક્સ ઓફ ચોઇઝ – વ્હાય મોર ઇઝ લેસ” અમેરિકાના માનોચિકિત્સક શ્રીમાન. બેરી સ્ચ્વાર્ત્ઝે ૨૦૦૪ માં લખેલા આ પુસ્તક દ્વારા એવી દલીલ કરેલી કે માણસ પાસે જ્યારે પસંદગી માટે વધારે વિકલ્પ હોય, ત્યારે તે મૂંઝવણનું કારણ બને છે. ‘પ્રવાસ વર્ણન’ લખવાનું નક્કી તો કર્યું પણ સાથે જ એવો વિચાર આવ્યો કે ૨૦૦૮થી માંડીને આજ સુધી, નોકરી અર્થે મને-કમને એટલા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યા છે; તેમાંથી ક્યા પ્રવાસ વિષે લખવું? ઘણાબધા વિકલ્પને લીધે ખૂબ મૂંઝાયો, પછી એવું નક્કી કર્યું કે જીવનના સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિષે લખવાની શરૂઆત કરી દેવી.

Copy Protected by Chetan's WP-Copyprotect.