ફોરેનર : હેય, વોટ ઈઝ લંગરિયા?
દેશી : અંઅઅઅ… ઓ.કે. લિસન.. ફર્સ્ટ વી ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયા? ઈટ્સ યુઝ ઈન અવર દેશી લોકલ મકાન્સ. ઈફ ડોન્ટ હેવ નળિયા ધેન ગુડ ઢેખાળા ઓલ્સો ફાઈન. ધેન વી આર વિટિંગ દોરી ઓન ઈટ, માંજા યુ નો.. ધેન ઈટ્સ લડાવિંગ વિથ ઈચ-અધર્સ લંગરિયા વિથ અ દેશી ગલી વોર સ્લોગન…. આઈ જાવ પાઈ જાવ… લંગરિયા લડાઈ જાવ.

લલ્લુની પત્ની બોલી: તમે મારી સાથે એવો વ્યવહાર કરો, જેવો લગન પહેલાં કરતા હતા.
લલ્લુએ પત્નીને કારમાં બેસાડી.. બધે ફેરવી.. નાસ્તાપાણી કરાવ્યા.. છેલ્લે સસરાને ત્યાં મૂકી આવ્યો.
***
પુસ્તક અને પત્ની વચ્ચે ખૂબ તફાવત છે,
પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી.
બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન સમયે કરવો પડે છે.
પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી.
***
એક પરીવારની નવી નવેલી વહુ સવારે પાંચ વાગ્યે ઉઠી ગઈ.
સાસુ: દીકરા બહુ વહેલા ઉઠી ગઈ! અત્યારે તો ૫ જ વાગ્યા છે.
વહુ : અરે ના સાસુમાં, ઉઠતી નથી, બસ વ્હોટ્સઅપ પર સ્ટેટસ
Married કરવું છે, અને DP પણ બદલવી છે. બધાને ગુડમોર્નિંગનો મેસેજ મોકલવો છે, પછી સૂઈ જઈશ. તમે જ્યારે ચા બનાવો ત્યારે મારી પણ સાથે બનાવજો.
***
પેકેજ ટુરમાં હનીમુન કપલ અને સીનીયર સીટીઝનને સાથે એક જ બસમાં બેસાડવામાં આવ્યાં. ત્યાં ગાઇડે જાહેરાત કરી હાથમાં મહેંદી હોય તેવા કપલ પાછળ બેસો અને માથામાં મહેંદી હોય તેવાં કપલ આગળ બેસો.
***
એક સમાચાર.. પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માનસીક તાણ અને હાર્ટએટેકના ચાન્સ ઘટે છે. પરંતું પત્ની કોની તે બાબતે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
***
એક અનુભવ.
જો તમે તમારી પત્ની સાથે વેકેશન મનાવવા બહાર જતા હોવ તો ખાસ જણાવવાનું કે આ વેકેશન નથી, માત્ર લોકેશન બદલાય છે.
***
હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’
‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ? શું થયું છે?’
‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’
‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’
‘ના, હું ઠીક છું, પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’
‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
***
તમારી આવકનું સાધન શું છે?
તબલા..
પણ તમને તો કોઈ દી તબલા વગાડતા સાંભળ્યા નથી!!
ન જ સાંભળો ને; સોસાયટીવાળા ન વગાડવાના મહિને ૧૫૦૦૦ આપે છે!!
***
પત્ની કેવી હોવી જોઈએ? આ વિષય પર અમારા હેડ માસ્ટરે બે કલાક લેકચર આપ્યું અને મેં એ બધું જ મારા મોબાઈલમાં રેકોર્ડ કરી એમની પત્નીને મોકલી દીધું,
કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે.
***
ડૉક્ટર: ગભરાઇશ નહી પાંડે, આ બહુ નાનું ઓપરેશન છે.
દર્દી: આભાર ડોક્ટર પણ મારું નામ પાંડે નથી
ડૉક્ટર: મને ખબર છે, પાંડે મારું નામ છે.
***
અડધી રાત્રે બહુ અવાજ સાંભળી પતિ ની આંખ ખુલી ગઇ. બહાર જઇ કોઇકને પૂછ્યું “આ શું ચાલી રહ્યું છે? શેનો અવાજ છે?”
કોઇકે કહ્યું, “ભાઇ જરા સાવધાન રહેજો, આપણે ત્યાં ઝેર જેવું પાણી આવે છે.”
આ સાંભળી પતિ ફટાફટ પાછો આવ્યો. પત્નીએ પૂછ્યું, “શું ચાલી રહ્યું હતું? શેનો અવાજ હતો?”
પતિ: “કંઈ નથી થયું, નકામો અવાજ કરતા હતા, તું તારે પાણી પીને સૂઇ જા.”
***
સરદારજી પંજાબથી રાજકોટ આવ્યા, રાજકોટમાં એક રેસ્ટોરેન્ટની બહાર બોર્ડ જોયું અને પરસેવે રેબઝેબ થઇ ને પાછા પંજાબ ભાગી ગયા
રેસ્ટોરેન્ટની બહાર બોર્ડમાં લખ્યું હતું કે “કિલોના ભાવે અહીં પંજાબી મળશે!”
***
મેહસાણાના બેન અમેરિકાના એરપોર્ટ પર ફસાયા અમૃતાંજનની ડબ્બીના લીધે.. કારણ કે જ્યારે પોલીસે પૂછ્યું… “શુ છે આમાં?”
તો… બેન કહે….
“બોમ”
***
ભગો: (બસમાં) જો, મારા બાપા ડાયા અરજણનું નામ… સે ને ઠેરઠેર.
પત્ની: મૂંગા મરો ઈ ડાયવર્જન લખ્યું છે
***
એક ભાઇ કાલે મારે ત્યાં ઉઘરાણી કરવા આવ્યા. વાતવાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહારના વાંક કાઢવા માંડ્યા, મેં વિરોધ કર્યો પણ એક ના બે ન થયા.
પછી મે એમને ચેક આપ્યો એમાં તારીખ લખી ‘પોષ વદ પાંચમ સંવત ૨૦૭૪’ હવે તે સ્વિકારવા તૈયાર નથી..
***
9 thoughts on “હાસ્ય હિલ્લોળ – સં. તરંગ હાથી”
Wah..
POSH VAD PANCHAM ,SANVAT 2075 …HA HA..HA…
Enjoyed
very funny jokes…
Ha ha ha…..
so funny
મજા આવી ગઇ….!!!!!
મજા આવી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
મજા આવી ગઇ…
Waah…..mast..maja avi gai
મજેદાર ટૂચકા