Archive for February, 2019

રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ

બટુકડો રાજુ આજે સવારમાં વહેલો ઉઠી ઝટપટ તૈયાર થઈ ગયો. તેણે બોક્સમાં લાલ, લીલો, પીળો બધા જુદા જુદા કલરની ડબ્બીઓ, બ્રશ, પેન્સિલ, રબર, ક્રેયોન્સ બધું ગોઠવી દીધું. નિમેટા ગાર્ડનમાં આજે ચિત્રકામ હરિફાઈ એટલે કે તેને મન ગમતી ડ્રોઈંગ કોમ્પીટીશન હતી. મંમીએ લંચબોક્સમાં ભાવતો નાસ્તો ભરી આપ્યો અને નાનકડા રાજુભાઈ તો ગળે વોટર બોટલ ભેરવી એકદમ તૈયાર. પપ્પાને કહે, ‘રાજુ ઈઝ રેડી.ચાલો પપ્પા.’

મારી કબજીયાત – સનત ત્રિવેદી

કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી કબજીયાત હતી. શરૂઆતમાં મે ખાસ ધ્યાન ન આપ્યું. કિન્તુ જ્યારે આ દશા લાંબો સમય ચાલી ત્યારે કંઇક ઉપાય કરવાનો વિચાર આવ્યો.

સત્યનો નિયમ – સંત પુનિત

‘બેટા. ચાર ચોપડી ભણ્યો એ બહુ થઈ ગયું. વધારે ભણીનેય છેવટે તો આપણે ધંધો જ સંભાળવાનો છે ને? આટલું ભણ્યો એટલે હિસાબ કરતાં આવડ્યું એ ઘણું કહેવાય.’ એક દિવસ પરમાનંદ કાછિયાએ દીકરા રઘુને કહ્યું. રઘુને ભણવાનો ખૂબ શોખ હતો. પણ બાપની આર્થિક અને શારીરિક સ્થિતિ કમજોર હતી. શાકભાજીની દુકાન રગશિયા ગાડાની જેમ ઠચુક… ઠચુક… ચાલતી હતી. માંડ માંડ પરિવારનું પાલનપોષણ થતું હતું. એટલે ભણવાનો ખર્ચ પોસાય એમ નહોતો.

સાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

‘પલ્લવીબેન, અમારી પૌલુ (પૌલોમી) નું નક્કી કરી દીધું છે, આ રવિવારે સાંજે ૬ વાગ્યે સગાઇ અને પછી સ્વરુચિ ભોજન રાખ્યું છે, તમે બંને જણ આવી જજો.’
‘ખૂબ ખૂબ અભિનંદન સરલાબેન. તમે જેવું શોધતા હતા એવું સાસરિયું મળ્યું ને પૌલુને?’
‘અરે હા રે પલ્લવીબેન, કુંડળી મેળવીને જ કર્યું છે, તમે માનશો નહિ પણ બંનેના ૩૬ માંથી ૩૨ ગુણાંક મળતા આવે છે.’
‘શું વાત કરો છો, સરલાબેન ? છોકરા–છોકરીના આટલા બધા ગુણાંક મળતા આવે તે તો ઘણી જ સારી વાત કહેવાય.’

પોપટ મજા કરે! – આરોહી શેઠ

આજે સવારથી જ મને મમ્મી અને પપ્પા જે વાર્તાઓ કહેતા હતા તે યાદ આવતી હતી. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાનાં ગુજરાતી બાળકોનું બાળપણ એટલે લોકગીતો અને લોકવાર્તાઓથી ભરેલું બાળપણ. નાનપણમાં મેં મારી મમ્મી, પપ્પા અને નાની પાસેથી પુષ્કળ વાર્તાઓ સાંભળી છે. ન સાંભળું તો ઉંઘ ન આવે એવી ટેવ. વાર્તાઓ અને ગીતો એ બાળક સાથે વાતચીત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. ચકીચકાની – ચકી ચોખાનો દાણો લાવે અને ચકો દાળનો દાણો લાવે એ વાર્તા તો દરેક ગુજરાતી બાળકની પ્રથમ અને પ્રિય વાર્તા હશે જ! આવી જ એક વાર્તા એટલે ગિજુભાઈ બધેકાની વાર્તા “પોપટ ભૂખ્યો નથી “. હું નાની હતી ત્યારે પોપટ ને મેં અનુભવ્યો છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.