“શું સરસ છે? એ હરતુફરતું પૂતળું છે ને એનો કંકાસિયો બાપ જીવતોજાગતો રાવણ છે.” એ બહેનના શબ્દોમાં એમનો એ છોકરા અને એના પિતા પ્રત્યેનો અણગમો છતો થતો હતો. આજુબાજુમાં ઊભેલા બધા શિક્ષકોના એવા જ હાવભાવ હતા. આગળ કંઈ વાત થાય એ પહેલાં તો શાળાનું મેદાન એક પહાડી અવાજથી ગૂંજી ઊઠ્યું. “એ માસ્તર, ભણાવો સો કે ખાલી ધુબાકા. કુણ સે વસાના સાયબ.”
Monthly Archives: June 2019
બે કડી લખ્યા પછી કોણ જાણે કેમ પેન અટકી ગઈ, અનિમેષ શૂન્યમયસ્ક બની બસ આસ્થાની તસ્વીર જોતો રહ્યો .. લગભગ એક વર્ષ વીતી ગયુંં હતું આસ્થાના અવસાનને, પણ અનિમેષ હજુય ત્યાં જ અટકેલો હતો, નાના બાળકની જેમ રડતો, કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેતો, જાણે સુઝબૂઝ ખોઈ બેઠો હોય તેમ. આમ તો એ બહુ સફળ લેખક બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળતાની સાચી હકદારને ખોઈ બેઠો હતો, આસ્થાના લીધે જ તો એણે લખવાનું ચાલુ રાખેલું, તે સતત કહેતી, "અનિમેષ, તારા ધારદાર શબ્દો જ તારી તાકાત છે, તું જોજે એવો વખત આવશે કે તારા ચાહકોનો બહોળો વર્ગ હશે."
આજે સ્વ. શ્રી મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિ છે. વર્ષો વીતતા જાય છે પણ પોતાના કાર્યથી અને ભાષા માટે કરેલી અપ્રતિમ મહેનતથી મૃગેશભાઈ આજે પણ અનેક સર્જકો, વાચકો અને ભાવકોના હ્રદયમાં ધબકે છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે એવો શિરસ્તો કર્યો છે કે મૃગેશભાઈની પુણ્યતિથિએ તેમના જ અપ્રસિદ્ધ હાસ્યલેખોમાંથી કૃતિ મૂકવી. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે તેમનો લેખ 'ચર્ચા જ ચર્ચા..' અને આજે તેમની પુણ્યતિથિએ પુણ્યતિથિએ કાયમ હસતા, ઉત્સાહી અને કાર્યક્ષમ એ ચહેરાને, એ વ્યક્તિને યાદ કરીએ, અચાનક જ જુદા પડી ગયેલા એ ગયેલા મિત્રના આત્માને પરમ શાંતિ મળે તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના..