Archive for July, 2019

અમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા

રીનાની મમ્મી તો આ ઉંદરથી કંટાળી ગયા. એક દિવસ બજારેથી ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યાં. ઉંદર ખાવા માટે પાંજરામાં જાય ત્યારે પાંજરું બંધ થઈ જાય અને ઉંદર કેદ થાય એવી એમાં વ્યવસ્થા હતી. પણ આ ઉંદર છેતરાય એવો ન હતો. પાંજરાની નજીક પણ ગયો નહીં. એતો એની મસ્તીમાં ફરતો હતો..

‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી

હિન્દુ ધર્મમાં ‘અન્નમ્ ધર્મમ્’ કહીને અન્નને ઈશ્વરનું સ્થાન આપ્યું છે. અન્ન દિવ્ય છે એમ કહેવાયું છે. વિશ્વના બધા જ ધર્મો અન્નને આદર આપવાનું કહે છે, કારણકે અન્નથી શરીરનું પોષણ થાય છે, શક્તિ મળે છે. પહેલાના જમાનામાં અમુક કુટુંબોમાં બજારમાંથી ખાવાની તૈયાર ચીજો આવતી નહીં. કોઈ અજાણી વ્યક્તિના હાથનું બનાવેલું ખવાતું નહીં. આ વાતને ધર્મ સાથે સાંકળી લેવામાં પણ આવી હતી.

ખેલ – દેવ કેશવાલા

લેખક તરીકે દેવ કેશવાલાના નામે ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન શોની લાંબી યાદી છે, ગુજરાતી શો છુટ્ટા છેડા, માથાભારે મંજુલા, પતિ થયો પતી ગયો, મહેક – મોટા ઘરની વહુ, લક્ષ્મી સદૈવ મંગલમ અને હિન્દી શો કોમેડી સર્કસ, કોમેડી ક્લાસિસ, બાલવીર, બાલગોપાલ કરે ધમાલ અને તારક મહેતા કા ઉલટા ચશ્મા સહિત તેમણે ૨૦૧૬માં લેખક દિગ્દર્શક તરીકે તેમણે ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદન આપી છે. પ્રસ્તુત વાર્તા ‘ખેલ’ રીડગુજરાતીને મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની બળકટ કલમને અનેક શુભકામનાઓ.

પ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ

વર્ષાઋતુ એ પ્રકૃતિના અનેકવિધ રૂપોમાં એક અનન્ય ઋતુ છે અને એટલે જ તો એ ઋતુઓની મહારાણી કહેવાય છે. સમગ્ર જગતની સજીવસૃષ્ટિનો આધાર વર્ષાઋતુ પર છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ચૈત્ર-વૈશાખના આકરા તાપ, વાયરા અને લૂ પછી જેઠ મહિનાના લગભગ બીજા પખવાડિયાથી તો વર્ષાઋતુના આગમનની ઘડીઓ ગણાવાનું શરૂ થઈ જાય છે તો કોઈક જગ્યાએ વર્ષાનું આગમન થઈ પણ જતું હોય છે. વર્ષારાણીના વધામણાની વાત કરીએ તો સૌથી પહેલા યાદ આવે વૈશાખના બળબળતા તાપમાં તપીને સૂકીભઠ્ઠ થઈ ગયેલ માટીમાં વરસાદના પ્રથમ અમી છાંટણા પછીની ભીની-ભીની પ્રાકૃતિક મહેક. વરસાદી જળના પ્રથમ અમી છાંટણાથી આછેરી ભીની થતી આ માટીમાંથી જે મહેક આવે છે એની તુલનાએ જગતની કોઈ મહેક આવી શકે નહીં.

રીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ

આપ સૌના સ્નેહ, આશિર્વાદ અને પ્રોત્સાહનથી રીડગુજરાતી આજે ચૌદ વર્ષ પૂરાં કરીને પંદરમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સાહિત્યનો આ અણમોલ ખજાનો, મૃગેશભાઈની મહેનતનો આ અખંડ ઉજાસ અડીખમ છે અને રહેશે, વાંચનની ઈચ્છા હોય એવા દરેક મિત્રને એની પસંદગીની શ્રેણીમાં અહીંથી વાંંચનસામગ્રી મળી રહે એવો મૃગેશભાઈનો આ અથાક પ્રયાસ સતત સમૃદ્ધ થતો રહેશે અને એને આપનો સ્નેહ પણ આમ જ સતત મળતો રહેશે એવી અમને ખાત્રી છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.