વાચકોની પદ્યરચનાઓ – વાસુદેવ બારોટ, અંકુર ગામિત, બિપિન મેવાડા

રીડગુજરાતીમાં વાચકોની પદ્યરચનાઓ સમયાંતરે પ્રસ્તુત કરવાનો શિરસ્તો છે. આ પદ્યરચનાઓ ભલે ગઝલરચના કે કાવ્યસર્જનના બધા માપદંડો પર ખરી ન ઉતરતી હોય પણ તે છતાં વાચકમિત્રોના પ્રથમ સર્જનને રીડગુજરાતી પર અમે સ્થાન આપીએ છીએ જેથી સહભાવકોના પ્રતિભાવથી તેઓ વધુ યોગ્ય સર્જન કરી શકે. આજે પ્રસ્તુત છે ત્રણ વાચકમિત્રો શ્રી વાસુદેવ બારોટ, શ્રી અંકુર ગામિત અને શ્રી બિપિન મેવાડાની પદ્યરચનાઓ..

સોનેટ

ના વિસ્મરું કો’દિ અતીતરાગને,
સ્થાપી ચહ્યો અંતરમાં હંમેશનો.
સંવાદ છે અંકિત કર્ણના પટે,
ટોળે વળી સ્મૃતિ કણો ધરી રહે.

ચાલી ગયાંની રજ જે ખરી જરા,
એ છાપ આહીં અળગી જણાય છે.
છોડી નિશાની પવનો વહી ગયા,
નિ:શબ્દ પર્ણો જ થયાં વૃક્ષ તણાં.

કેવાં હતાં સ્પંદન રોમરોમમાં,
આ જિંદગી આહત એટલી જ છે.
છેટું રહે જેમ જ આભને ધરા,
માર્ગ ગળે છે પગલાં ,ભુખાળવો.

વીતી હતી સાહચર્ય મળી પળો ,
મારાપણાથી સરતી રહે હવે.

– વાસુદેવ બારોટ

તું..

ઉરના ઉમંગમાં મલકાઈ લાવ્યો હું પુષ્પો પ્યારનાં
ને યાદ તારી આવી નિરવ ફરકતા સુવાસમાં.

તું સમાઈ છે દિલમાં ધડકનો ધડકે રાગીણી થઈને
તું શ્વાસમાં મ્હેંકાય છે મદ મસ્ત પ્રીત થઈને

તું ઘોર અંધકારમાં પાંગરતી રોશન દિપડી
તું મનગમતો સાહિલ છે અવિનાશી છલકાતા સમંદરનો

તું આભૂષણનાં મોતીઓની ઝળહળતી ભાત
તું મુગ્ધા ચમક ચોમેર ને મહેકતા નિસર્ગની પ્રભાત

તું કરે છે મીઠી મધુર સ્મૃતિઓમાં રાજ
તું ચાંદની થઈ આવે તો ખીલશે ચાંદ પૂનમનો આજ..!

– અંકુર દિનેશ ગામિત

એવુ પણ બને.

હસતી બે આંખોમાંથી કયારેક આંસુ સરી પડે, એવુ પણ બને,
ને ભીંજાયેલી એ આંખમાંથી એક પણ આંસુ ન આવે, એવુ  પણ બને.

ખુશી પળો ક્યારેક દુઃખી બની જાય એવુ પણ બને,
ને મનનાં અભરખા મનમાં જ રહી જાય, કશુ જ બોલાય એવુ પણ બને.

ક્યારેક નાની વાત પણ પળભરમાં સમજાય જાય બધાને,
ને કયારેક પુરી વાત પણ સામાવાળાને ન સમજાય, એવુ પણ બને.

કોઈને સમજવામાં ક્યારેક પળની મિનિટો  જ કામ ક્જ કરી જાય,
ક્યારેક પુ્ર્ણ  જીવન કોઈક્ને સમજવામાં વિતાવી દઈએ, એવુ પણ બને.

કહેવાય કે ઈતિહાસ એક મિનિટમાં બનાવી શકીયે,
ને ક્યારેક કોઈકની દાસ્તાન જ ભુંસાઈ જાય, એવુ પણ બને.

આ હંમેશા એક કશક છે જીવનમાં ‘ઓજસ’ ને,
મંઝીલની નજીક આવતા, રસ્તો ખૂટી જાય, એવુ પણ બને.

– બિપિન મેવાડા ‘ઓજસ’ 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “વાચકોની પદ્યરચનાઓ – વાસુદેવ બારોટ, અંકુર ગામિત, બિપિન મેવાડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.