ઈ.સ. ૧૯૪૮ની સાલમાં એક ગરીબ મરાઠી કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો. ભારતને આઝાદી મળ્યાને એક વરસ થવા આવેલું પણ એનાથી ચીંદરીના જીવનને કોઈ લાભ મળવાના નહોતા કારણ કે ચીંદરી એક પછાત, અભણ અને દારૂણ ગરીબીમાં જીવતા પરિવારમાં જન્મી હતી. ચીંદરી પહેલા ચીંદરીની માને કૂખે બે દીકરા જન્મેલા અને હવે ત્રીજી આ ચીંદરી. ન કોઈ ઉત્સાહ, ન કોઈ હરખ. ઉલટું દીકરીની જાત એટલે માબાપ માટે વધારાની, માથે પડેલ અને બોજ વધારનારી સંતાન સમાન હતી. એ પછાત ગામમાં તો દીકરી સાપનો ભારો જ મનાતી. બાપને જ્યારે ખબર પડી કે મુલગી થઇ, પહેલો શબ્દ મોમાંથી નીકળ્યો એ હતો “ચીંદરી”
Monthly Archives: September 2019
સુષમા આચાર્યાની કેબિનની બહાર નીકળી અને એને સહેજ લથડિયા જેવું આવી ગયું. ભીંતને ટેકે એ થોડી વાર ઊભી રહી ગઈ. ત્યાં સ્ટુલ ઉપર બેઠેલા નાથુભાઈ એકદમ જ ઊભા થઈ ગયા. ‘કંઈ થાય છે બેન? ખુરશી લાવું?’ વાંચો ગિરિમાબેન ઘારેખાનની કલમે રીડગુજરાતી પર હ્રદયસ્પર્શી વાર્તા 'તમાચો'
સુરતના યુવા રચનાકાર મીરા જોશીની અછાંદસ વરસાદી રચનાઓ આજે રીડગુજરાતી પર પ્રસ્તુત કરી છે. મીરાનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ..
આપણે એવુ ઇચ્છતા હોઇએ છીએ કે આપણે સારા દેખાઇએ અને આપણુ બધે સારુ લાગે. તમે પણ ઇચ્છતા હશોને, ઇચ્છો છો ને? જો હા,તો ચાલો આપણે જોઇએ કે શું આપણે ખરેખર સારા છીએ? મારા મત મુજબ આ દુનિયામા ચાર પ્રકારના લોકો હોય છે..
ADIT આણંદમાં મિકેનિકલ એન્જિનિઅરિંગ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર મનિષાબેન રાઠોડની રીડગુજરાતી પર આ પ્રથમ રચના છે. તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ.
“હવે આપણે સ્મશાનયાત્રા શરૂ કરીશું?” વત્સલકાકાએ ધીમા પણ મક્કમ વિનંતીસભર અવાજે બધાંને સંબોધીને કહ્યું. ચિંતનનાં મમ્મી રક્ષાબહેન દિગંતભાઈ પારધિ આજે બપોરે ૧૨.૦૫ વાગે સ્વર્ગસ્થ બની ગયાં હતાં. ચાર વાગ્યે નક્કી કરેલ સમય પ્રમાણે અંતિમયાત્રાનું વાહન પણ શેરીને નાકે આવી ગયું હતું. ગમગીની હળવી થવાનું નામ નહોતી લેતી. સગાં-વહાલાં, ચિંતનની ઓફિસના સહકાર્યકરો, સ્વ. દિગંતભાઈની ઓફિસના નિવૃત્ત વડીલો – બધા જ રક્ષાબહેનના નિશ્ચેતન દેહને જાણે આંખ ભરીને જોઈ લેવા માગતા હતા કારણ કે હવે પછીના બે કલાકમાં એ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું હતું. વત્સલકાકાએ સમયનો દોર સંભાળી લીધો હતો અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના બધા જ પ્રયત્નો એ કરી રહ્યા હતા.