શું આપણે ખરેખર સારા છીએ? – સંધ્યા દૈયા

આપણે એવુ ઇચ્છતા હોઇએ છીએ કે આપણે સારા દેખાઇએ અને આપણુ બધે સારુ લાગે. તમે પણ ઇચ્છતા હશોને, ઇચ્છો છો ને? જો હા,તો ચાલો આપણે જોઇએ કે શું આપણે ખરેખર સારા છીએ?

મારા મત મુજબ આ દુનિયામા ચાર પ્રકારના લોકો હોય છે.

(૧) જે વર્તનથી સારા દેખાતા હોય છે અને ખરેખર સારા દિલના જ હોય છે.

(૨) જે વર્તનથી સારા દેખાતા હોય છે પરંતુ તે ઢોંગ હોય છે ખરેખર તે સારા દિલના હોતા નથી.

(૩) જે વર્તનથી ખરાબ દેખાતા હોય છે પરંતુ ખરેખર ખરાબ હોતા નથી.

(૪) જે વર્તનથી ખરાબ દેખાતા હોય છે અને ખરેખર ખરાબ હોય છે.

કોઇક પાસે આપણે ખોટુ બોલી શકીશુંંં, પણ આપણી પોતાની પાસે ખોટુ નહિ બોલીએ, બરાબર ને? તો હવે આપણને એ જોવાનુ છે કે ઉપરના ચાર પ્રકાર માંથી આપણે કેવા છીએ.

જો તમે (૧) અને (૩) પ્રકારના લોકોમા આવો છો તો તમને ટેન્શન લેવાની જરૂર નથી. આ લોકો એવા હોય છે જેમને ઘણાં અવસર મળે છે વળતો ઘા કરવાના, પણ તેમણે નક્કી કર્યુ છે કે એ લોકોને કુદરતના હવાલે જ કરવાના અને આ દુનિયામાં ભગવાન એક જ એવા છે જે બરાબર હિસાબ કરે છે. જો આ પ્રકારના લોકો કોઇ દુ:ખ માંથી પસાર થઇ રહ્યા હોય તો સમજવુ કે ભગવાનની દૃષ્ટી તેમના પર છે, ભગવાન હમેશાં સારા લોકોની જ પરીક્ષા લે છે જેથી તે લોકો મોક્ષ માટે પરીપક્વ થઇ શકે.

સંધ્યા દૈયા

હવે જો આપણે (૨) અને (૪) પ્રકારના લોકો છીએ તો આપણે હમણાંથી જ સાવચેત થઇ જવાની જરૂર છે. આ કળિયુગમાં આ પ્રકારના લોકો ખૂબ જ જોવા મળે છે અને જેનાથી તેમને ખુદને નહિ પરંતુ સારા લોકોને હેરાનગતી થતી હોય છે. આવા લોકો ખૂબ સ્વાર્થી હોય છે, એ લોકો એવુંં વર્તન કરે છે જાણે તેઓ દુનિયાના સર્જનહાર હોય અને લોકોએ તેમના નિયમો પ્રમાણે જ ચાલવાનુંં, નહિંં તો આવા લોકો સારા લોકોને વગર કારણે બરબાદ કરી નાખે છે. આ પ્રકારના લોકોને હું એટલુંં જ કહિશ કે, દુનિયાના દરેક લોકોને પોતાના સમજવા અને કોઇનુ ખરાબ કરતા પહેલા આપણી જાતને તેમની જગ્યાએ મૂકી જોવી. તો મહદઅંશે આપણે આપણી જાતને સુધારી શકીશું. બાકી તો કહેવાય છે ને કે ભગવાન કે ઘર દેર હે લેકિન અંધેર નહિંં. તો આજે નહિંં તો કાલે તમને તમારા કર્મોનુ ફળ મળવાનુંં જ છે. પહેલા આપણે પોતે સારા બનવુંં પડશે તો જ દુનિયા સારી લાગશે. ચાલો આજથી આપણે સ્વાર્થ વગર શક્ય એટલા સારા બનવાનો પ્રયત્ન કરીએ.

– સંધ્યા દૈયા

કચ્છમિત્રના ‘યુવાભૂમિ’માં પ્રકાશિત થયેલ પ્રસ્તુત લેખ રીડગુજરાતીને પાઠવવા બદલ સંધ્યા દૈયાનો ખૂબ આભાર. તેમનો સંપર્ક તેમના ઇ-મેલ સરનામે sandhyadaiya1@gmail.com પર કરી શકાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે.. – મનિષા રાઠોડ
વરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી Next »   

2 પ્રતિભાવો : શું આપણે ખરેખર સારા છીએ? – સંધ્યા દૈયા

  1. Meera Joshi says:

    સરસ લેખ, પણ ઘણી જગ્યાએ અનુસ્વાર જોડણીની ભૂલો છે.

    • Sandhya says:

      આભાર.મારુ ગુજરાતી વ્યાકરણ કાચું છે અને હું નથી માનતી કે આપણાં સારા વિચારો લોકો સુધી પહોંચાડવા માટે જોડણી જોવી જોઈએ.લોકો મારો લેખ વાંચીને સમજીને કોઈ એકાદ પણ સુધરી જાય એજ મારા માટે મહત્વનું છે.છતાં આગળથી હું જોડણી સાચી લખવા પ્રયાસ કરીશ.આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.