Archive for October, 2019

હવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા

હવે રંગોળી પુરાતી નથી પણ તૈયાર મળે છે. મઠીયા કે ચોળાફળીની ચર્ચાઓ થાય છે કે કયા તળવાથી લાલ થાય છે. સફાઈ કરવા માટે મદદ ઓનલાઇન મળે છે, ખરીદી ઓનલાઇન થાય છે. બજારોમાં ગિરદી છે પણ ઘરાકી ઓછી છે. ચોપડાપૂજન એક વિધી નિભાવવા ખાતર થાય છે અને લક્ષ્મીપૂજન! નવાઈ લાગશે પણ એ અચૂકપણે થાય છે. હજી પણ કોઈ દુકાન કે પેઢીમાં પારંપારિક રીતે પૂજા થાય છે. ચાઈનીઝ સિરીઝથી બધાની બારીઓ, દરવાજાઓ અને બાલ્કનીઓ ઝગમગે છે. રેડીમેડ રંગોળીથી લિવિંગરૂમ શોભે છે. બેસતા વર્ષે હોટેલમાં પરિવાર મિલન થાય છે. બાકી સગાંઓને ઓનલાઇન શુભેચ્છાઓ અપાય છે, વંદન કરાય છે અને આશીર્વાદ પણ અપાય છે.

પોતીકું – સુષમા શેઠ

જયકાંત હયાત હતા ત્યારે અકળાઈ જઈ પત્નીને કહેતા, “રેવા, આ તારા લાડકાને માથે ન ચઢાવ. કામકાજ કરવા દે, લાટ સાહેબથી શેક્યો પાપડ નથી ભાંગી શકાતો. કોણ જાણે જિંદગીમાં શું ઉકાળશે?” આજે તેઓ નહોતા રહ્યા પણ તેમની કહેલી વાતો મા-દીકરાના મનમાં કોતરાયેલી રહી ગઈ. રેવાએ કચવાતા મને દીકરાને માથે જવાબદારી નાખતાં પોતાનાથી દૂર કર્યો, ભણવા તેમજ કમાવવા. છૂટકો જ નહોતો.

જવાબદાર પ્રવાસી બનવું સહેલું છે! – હિરલ પંડ્યા

દિવાળીનું વેકેશન એટલે હવે ઘણાંખરા પરિવાર માટે ફરવાનો અવસર. બિઝનસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ ભારતમાં અને વિશ્વના પ્રવાસન નકશામાં પ્રવાસી તરીકે ગુજરાતીઓ મોખરે છે. રૂપિયાનું અવમૂલ્યન કે મંદી પણ ગુજરાતીઓની ફરવાની આદત પર અસર કરી શકી નથી. ભારતની બહાર જનારા પ્રવાસીઓમાં ૩૦%થી વધુ ગુજરાતી છે. ભલે ગુજરાતીઓ પ્રવાસી તરીકે પંકાયેલા છે, પણ એક જવાબદાર પ્રવાસી તરીકે આપણી છાપ બહુ સારી નથી. હિરલ પંડ્યાનો પ્રસ્તુત લેખ મુસાફરી માટેની આપણી આ મોસમમાં ખૂબ ઉપયોગી વાત કહી જાય છે.

આજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી

સાંજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વક્તવ્ય પણ આપવાનું હતું. મહિલા વિષયક મારા વિચારો થોડા ક્રાંતિકારી છે. થોડા અંશે આદરણીય કુંદનિકા કાપડિયાના વિચારોનો પ્રભાવ. જે મહિલાઓ પણ ઘણીવાર નથી પચાવી શકતી. એટલે મોટા ભાગે જાહેરમાં હું મારા વિચારો રજુ કરવાનું ટાળું છું. સામાન્ય રીતે હું લોકો સાથે સહેલાઈથી ભળી શક્તી નથી; વાત ન કરી શકું. પણ એક વાર માઈક કે સ્ટેજ હાથમાં આવે પછી હું મારા નિયંત્રણમાં નથી હોતી, ને ત્યારે હું કંઈ પણ બોલી શકું. એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રથમવાર માઈક હાથમાં હતું ત્યારે મારા વિચારો રજુ કરવા કે નહીં એ બાબતે અવઢવમાં હતી.

મેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા

ઉપસ્થિત સૈનિકોને મેજર સંદીપકુમારે પ્રારંભિક સૂચનાઓ આપી, ને પછી.. ‘ કોઈ સવાલ? કોઈ શક? બહુત અચ્છે. શક દોસ્તીકા દુશ્મન હૈ, વો કભી મત કરના. ઓર હા, મેરે સામને દૂસરી કોઈ બાત ભી મત કરના, ક્યા સમજે? ઓ શુભમ, હા મેં તુજસે હી પૂછ રહા હું. તેરા ધ્યાન કિધર હૈ રે? યહાં બાત કરને આયે હો યા..? ’ મેજરનો કરડો અવાજ ગાજ્યો…

Copy Protected by Chetan's WP-Copyprotect.