મેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા

ઉપસ્થિત સૈનિકોને મેજર સંદીપકુમારે પ્રારંભિક સૂચનાઓ આપી, ને પછી.. “કોઈ સવાલ? કોઈ શક? બહુત અચ્છે. શક દોસ્તીકા દુશ્મન હૈ, વો કભી મત કરના. ઓર હા, મેરે સામને દૂસરી કોઈ બાત ભી મત કરના, ક્યા સમજે? ઓ શુભમ, હા મેં તુજસે હી પૂછ રહા હું. તેરા ધ્યાન કિધર હૈ રે? યહાં બાત કરને આયે હો યા..?” મેજરનો કરડો અવાજ ગાજ્યો.

“સર કુછ નહીં. મેં તો બસ..”

“બસ હો ટ્રેન હો યા હવાઈ જહાજ, મુજે ઇસસે કોઈ ફરક નહીં પડતા. મુજસે જૂઠ બોલતા હૈ? મેજરકી આંખમેં ધૂલ ઝોંકના ચાહતે હો? મેરી નજરસે કુછ નહીં છૂપતા ક્યા સમજે?? યે સબ તીન ચક્કર લગાયેંગે. તુમ્હે ચાર લગાને હોગે. ઓર હા, આજ દોપહર બારહ બજે નજદીકી ગાવકે સ્કુલકે બચ્ચે હમારા કેમ્પ દેખને આ રહે હૈ. ઉન સબકો નાસ્તા તુમ અકેલે અપને હાથસે પરોસોંગે. સૂરજ, તું ઘૂરઘૂરકે મેરે સામને કયું દેખ રહા હૈ? ક્યાં મેં તુજે કોઈ અલગ પ્રાણી દીખતા હું? તું હસા કયું? શુભમ કી સજા સુનકે તું મજા લે રહા હૈ? જવાબ દો. સચ હૈ ના મેરી બાત?”

“જી સર. મતલબ ના સર..”

“ક્યાં જી સર, ના સર લગા રખા હૈ? ઓર મુજે સર નહીં, સાહબ બોલનેકા ક્યા? મુજે કોઈ સર બોલે તો મેરા સર ચકરાતા હૈ. ‘ સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે..’ તુજે ઓર હંસી આ રહી હૈ ના સૂરજ! જા તુજે ભી શુભમકે સાથ એક ઓર ચક્કર લગાના હોંગા. એક સે ભલે દો.”

“સાહબ, ઇસમેં સૂરજકા કોઈ દોષ નહીં હૈ? મૈ હી..”

“તો ક્યાં મેરા દોષ હૈ શુભમ મહાશય? મુજસે જબાન લડાતા હૈ? ઓર હા, એક બાત કહેના તો મૈ તુજે ભૂલ હી ગયા. બચ્ચોકો નાસ્તા દેનેસે પહેલે તુજે મેરે ક્વાર્ટરપે આના હૈ. ઠીક સુબહ દસ બજે આ જાના વહા મેરે પાસ. ઇતની હી સજા કાફી નહીં હૈ. તુજે અભી ઓર બરાબરકા નાસ્તા ખીલાના બાકી હૈ, સમજમે આયા કિ નહીં? સબ જવાન તૈયાર? ઇન્કિલાબ.. ઝીંદાબાદ. એક દો તીન.. ભાગો..” મેજરે આદેશ આપ્યો ને પછી એ સસ્મિત બધા જવાનોને દોડતાં જોઈ રહ્યા.

સંદીપકુમાર બહુ કડક માથાફરેલ અફસર. ભૂમિદળના બાહોશ અફસર, પરંતુ મિજાજ બાર ખાંડીનો. થોડી જ વારમાં મગજ તપી જાય. એના સંકજામાં કોઈ આવ્યું તો સમજો ગયા કામથી. માર્યા ઠાર. ગેરશિસ્ત જરાયે ચલાવી ન લે. ચોકસાઈ, સમયપાલન વગેરેના જબરા આગ્રહી. દુશ્મનો, આંતકવાદીઓને ધૂળ ચાટતા કરી દેનાર આ અફસર કોઈથી ચૂક થાય એટલે એની ધૂળ કાઢી નાખતા. હજી થોડી વાર પહેલાં જ તે બઢતી પામીને આવ્યા હતા આ રેજીમેન્ટમાં.

ઘાયલ સુરજીતસિંઘનો પગ હજી સારો નહોતો થયો. આ માણસે બહાદુરીપૂર્વક એકલે હાથે પાંચ પાંચ આંતકવાદીઓને મૃત્યુને ઘાટ મોકલી દીધા હતા. જ્યાં સૈનિકોને બધી તાલીમ આપવામાં આવી રહી હતી એ મેદાનમાં તે અત્યારે ખુરશી નાખી બેઠો હતો. મેજરે તેની સામે જોતાં જ તે  ઊભો થઇ આવવા ગયો ત્યાં જ હાથના ઈશારાથી એને રોકતા મેજર પોતે તેની પાસે ગયા.

“સર આપને કયું તકલીફ કી? ઓર યહાં દુસરી કુર્સી નહીં હૈ. સર આપ બેઠિયે મેરી કુર્સી પે.”

“નહીં. મેં ઐસે હી ઠીક હું. ઓર મુજે સર નહીં, સાહબ કહો. બોલો ક્યાં બાત હૈ? કૈસી હૈ તબિયત?”

“ચંગે હૈ! પર સર, ભૂલા સાહબ, દો-તીન બાતે આપ સે પૂછ શકતા હું ક્યાં?”

“પૂછો! બેશક પૂછો! અભી યહાં કોઈ પરેડ યા ઐસા કોઈ ચલ નહીં રહા.”

“સાહબ, આપ બૂરા માન જાઓંગે. રહેને દો. પુરા ગુસ્સા મુજ પર થોંપ દોગે.”

“અરે નહીં સુરજીતસિંઘ પૂતર, વીર સરદાર, મુજે બિલકુલ બૂરા નહીં લગેગા. તુમ બેખોફ પૂછો.’

“માફ કરના સાહબ, પર આપ સબ પર ઇતના રોફ કયું જમાતે હો? કીસીકી છોટી સી ગલતી પર આગબબૂલે હો કે ઉસકો ઇતના ભલા-બુરા કયું સુનાતે હો વો મેરી સમજ સે પરે હૈ! જબ તક ગલતી સુધર ન જાયે તબ તક ઉસ પર કડી નજર રખતે હો ઓર સખ્તીસે કામ પુરા કરવાકે હી ચૈનકી સાંસ લેતે હો ઓર લેને દેતે હો. ઐસા ક્યું?”

“મેં ઐસા કયું હું વો હી ના? તો સુનો સુરજીત, વતન ઓર પરિવારસે દૂર હોના, કભી ભી હમલેકા ડર, યહાંકી તેજ બર્ફીલી હવા, યે સબ મુશ્કીલ હાલાતમેં કામ કરના, હર વક્ત ચોક્કના રહેના..યે સબ પ્રતિકૂલતા ક્યાં કમ હૈ જો મેં સૈનિકો પર ઓર સિતમ ઢાઉ! કોઈ અફસર ઐસા નહીં હોતા. વો સદા જવાનકી ભલાઈ હી સોચતા હૈ. પર જરા સમજો, બેટી ઢંગકા ખાના નહીં બનાતી યા તહેજીબ ભુલકે પેશ આયે તબ મા ઉસકો તબિયતસે ડાટતી હૈ કી નહીં? કભી કભી તો ઉસ પર હાથ ભી ઊઠા લેતી હૈ. કયું? કયું કી જબ વો બડી હો કે સસુરાલમે જાયે તબ વો પૂરી તૈયાર ઓર નિપુણ હો કે જાયે. વો વહા ખુશ ઓર સફલ રહે ઓર ઉસકો અપને યા અપને માબાપકે બારેમે વહા કુછ ઊલટાસીધા સુનના ન પડે ઇસલિયે. બેટા ગલત રાસ્તે પર ચલે તો માબાપ ઉસે ટોકતે હૈ, કભી ઠોક ભી દેતે હૈ દો ચાર થપ્પડ, જિસસે વો સુધર જાયે ઓર એક અચ્છા ઇન્સાન બને.

મેં બસ ઐસી મા યા ઐસા બાપ જૈસા હું. હા, પ્યારસે સમજાના ચાહીએ મેં ઉસ બાતકો ભી માનતા હું પર જબ પાની સરસે ઉપર હો જાયે તબ તો..! યે મેરી સ્ટાઈલ હૈ પાજી! ઓર યહાં ફૌજમેં અનુશાસન નામકી ભી કોઈ ચીજ હોતી હૈ! ઘબરાના મત. મેં સબસે પ્યાર કરુંગા, કરતા હું, મેરે પ્યારે સરદાર. કરતે હૈ હમ પ્યાર સારે ઇન્ડિયા સે. હિન્દીમે બોલે તો પૂરે ભારતવર્ષ સે.”

“પર આપને બેચારે શુભમકો ખામખાં કયું સજા દી? આપકો તો માલુમ હી હૈ કી ઉસકા બચ્ચાં અભી થોડે દિન પહેલે હી મર ગયા. ઉસકા એક્લોતા બચ્ચાં ઐસે, ઇતની છોટી ઉમરમેં..! શુભમને કલેજે પર પથ્થર રખકે અભી હી ફિરસે થાનેમેં રીપોર્ટ કી હૈ. મરનેકા ગમ અભી ભી ઝીંદા હૈ.”

“ઇસલિયે તો ઉસકો મૈને યે સજા સુનાઈ! શુભમ દિલકા સાફ હૈ પર જરા નરમ હૈ. મહાત્મા ગાંધીબાપુકી જન્મભૂમિ પોરબંદરસે આયા હૈ યે શુભમ. ઇસલિયે ભી વો મુજકો પ્યારા હૈ. મૈ ઉસકે જખ્મકો કુરેદતા, સબકે બીચ ઉસકો દિલાસા દેતા તો વો જ્યાદા તૂટ જાતા, સમજે? ઓર પાજી,  સ્કૂલી બચ્ચોકો વો ખુદ પરોસેગા તો ઉસકો ઐસા લગેગા કી મેં અપને બચ્ચેકો ખીલા રહા હું. વો યે સબ બચ્ચોમે અપના બચ્ચાં ઢૂંઢેગા ઓર ઈસસે ઉસકો થોડી તસલ્લી હોગી. સૂરજ ઉસકા પક્કા દોસ્ત હૈ. ઇસલિયે તો મૈને ઉન દોનોકો સાથ દોડાયા. બાત સમજમે આઈ મેરે પ્યારે સરદાર?”

“આઈ આઈ સર. ભુલા..સાહબ. હા, એક ઓર બાત હૈ જો આપકો પૂછની થી. આપ હિન્દીમે હી બાત કરનેકા આગ્રહ કયું રખતે હૈ? બાતબાતપે ઇસ બાતપે સબકો કયું ટોકતે રહેતે હો સાહબ? ’

“દેખો, અંગ્રેજીસે મુજે કોઈ દુશ્મની નહીં હૈ. ઉસકી ઓર બાકી સભી ભાષાકી ભી મેં ઈજ્જત કરતા હું. પર હિન્દી હમારી રાષ્ટ્રભાષા હૈ, ઓર વો ભી કીતની પ્યારી ઓર મીઠી હૈ! તો જૂઠમૂઠકા દિખાવા કરકે બાતબાત પે અંગ્રેજી કયું ઝાડના? હિન્દીમેં બોલનેમેં હમે ફક્ર હોના ચાહિયે. મૈને એક ગીત લિખા હૈ. ‘હિંદી પ્યારી ન્યારી ભાષા, ઝાડકે ઈંગ્લીશ કર ના તમાશા.’ અબ જ્યાદા સવાલ મત કરના, વરના મેં તુમ્હે ભી ઝાડ દુંગા, સજા સુના દુંગા સમજે? મુલાકાત કા સમય ખત્મ હુઆ. ચલો મેં અપની ગાડીમે તુમ્હે તુમ્હારી ખોલી તક છોડ દેતા હું. સત શ્રી અકાલ સરદારજી.”

મેજર સંદીપકુમાર સંભાળપૂર્વક સુરજીતને એની ખોલી સુધી મૂકી પછી પોતાનાં રહેઠાણે ગયા. હિન્દી ભાષા એને ખૂબ વહાલી. એ તેની માતૃભાષા નહોતી, પણ તેનાં પ્રત્યે એમને ખૂબ આદર. ‘ તમે બધા સૈનિકો સમગ્ર ભારતવર્ષની સુરક્ષા કરો છો. આખું રાષ્ટ્ર જયારે આપણા માટે એક છે તો આ રાષ્ટ્રભાષા હિન્દી પણ આપણી બધાની પોતીકી થઇ ને? એને પ્રેમ કરો, એની ઈજ્જત કરો..’  મેજરનો કહેવાનો સૂર કંઇક આવો હતો. જો કે તે એક સંવાદ જવાનોને વારંવાર કહેતા,

જેમાં થોડાં અંગ્રેજી શબ્દો પણ આવતા.. ‘ દેખો, મેં વો મેજર હું જો માઈનોર મિસકન્ડક્ટ ભી નહીં ચલાતા, ક્યાં સમજે? ’ આ ધ્રુવવાક્ય વારંવાર એના હોઠ પર આવી જતું.

..એકાદ કલાક પછી શુભમ થોડા ફફડતા હૈયે મેજરને ત્યાં આવતાં જ.. “ઇતની દેર કયું લગા દી આને મેં? ક્યાં બર્ફીલે પહાડ, ઊંચી ચોટિયા, યા હસીન વાદીયોકી સેર કરને ચલે ગયે થે? વો તો તુમને ચાર ચક્કરમે દેખ હી લિયા હોંગા, ફિર..? તુમ દોનો અર્થમે જવાન હો. એક તો ફૌજકે ઓર દુસરા ઉમ્રકે લિહાજસે. માશાલ્લાહ શરીર ભી કસા હુઆ હૈ. મૈને તુજે દશ બજે આનેકો બોલા થા. અભી વક્ત ક્યા હુઆ? સવા દસ બજનેકો હૈ! ઐસી દેર કરેંગા તો કિસી દિન તેરે બારહ બજ જાયેગે. ક્યાં તુમ્હે અભી એક ઓર ચક્કર લગાના હૈ?”

ઊંચા ઊંચા પર્વતો, બરફની ચાદર.. તો બીજી તરફ ઘાસિયું મેદાન, હરિયાળી…વાતાવરણ અદભૂત હતું. શુભમે આકાશ ને ધરતી બેય તરફ ચોતરફ નજર નાખી ને પછી કહ્યું. “સાહબ, ઐસા નહીં હૈ, આજ પાનીકી લાઈન બિગડ ગઈ થી, આગે લીકેજ થા તો ખોલીમે પાની નહીં આયા. કલ ખોલીકી ઉપરકી ટંકીમેં પાની ખાલી હો ગયા થા વો મુજે માલુમ નહીં થા તો પાની લેને જાના પડા ઇસલિયે..”

“ઠીક હૈ, ઠીક હૈ. અભી તેરી સજા પૂરી નહીં હુઈ. આ બેઠ. અભી તુજે બરાબરકા નાસ્તા ખીલાના હૈ. ખાના મિલેંગા, પીના મિલેંગા, સંદીપકે ક્વાર્ટરપે સબકુછ મિલેંગા. પીના હૈ કવાર્ટર? બેઠ. અરે! મેરે સામને ઐસે ટુકુરટુકુર ક્યા દેખ રહા હૈ? તુજે તબિયત સે ખાના ખિલાતા હું. અપને હાથકા ચટપટા, ખટ્ટામીઠા, તીખા. તેરી તબિયત અચ્છી યાની ફાઈન કરતા હું. વો હી તેરા ફાઈન અર્થાત દંડ હૈ ક્યાં સમજે? મુજે નાફરમાની પસંદ નહીં. બેઠો. બેઠતે હો કી નહીં?” સંદીપકુમારનો પહાડી કરડો સ્વર ગાજી ઊઠ્યો. પહેલાં અવાજ, પછી એનો હાથ ઊંચો થયો ને ત્યાર બાદ..

…બાજુના વિસ્તારમાં આવેલી નિશાળના વિદ્યાર્થીઓ લશ્કરી કેમ્પમાં આવી પહોંચ્યા હતા. શુભમ સૌને પોતાના હાથે એ નાનાં નાનાં બાળકોને પ્રેમથી નાસ્તો ખવરાવી રહ્યો. એમાંની એક સાત વર્ષની નાનકડી નીલિમા મીઠડા અવાજમાં શુભમને પૂછી રહી, “આપ આર્મીમેં કામ કરતે હો ના? મૈ ભી બડી હો કે આર્મીમેં આઉંગી. મુજે ભી સૈનિક બનના હૈ; આપ કી તરહ.”

શુભમ ખુશ થઇ ઊઠ્યો. એણે નીલિમાના ગાલે મૃદુ ટપલી મારી પછી એની પીઠ થાબડતા કહ્યું, “વાહ, ધન્ય હૈ તુજે ઓર તેરે માબાપકો. તુમ ઓર તુમ્હારે માબાપ કહાં રહેતે હૈ?”

નીલિમાએ જવાબ આપતા જ શુભમ..! તરત જ મેજર સંદીપકુમારે વાતનો દોર પોતે હાથમાં લઇ લીધો. નીલિમાને તેડી લેતા એ કહી રહ્યા.

“વાહ બેટી, વો જો ભી હો, પર તેરી બાત સુનકે હમે બડા અચ્છા લગા. શુભમ, જાનતે હો મેરી બેટી સુહાની ભી ઐસા હી કુછ કહેતી હૈ ઓર ફિર બોલતી હૈ, ‘ફિર મેં આપકી તરહ મેજર બનકે સબ પે રોફ ઝાડુંગી, ક્યા સમજે? મેરે લીયે આઈસ્ક્રીમ લાયે કી નહીં? ચલો નિકાલો. યે મેજર સુહાનીકા આદેશ હૈ.’ અભી મેં જબ ઘર જાઉંગા, સુહાનીસે મિલુંગા તબ તેરી ઇસ બાતકા જીક્ર ભી કરુંગા બેટી નીલિમા.” સંદીપકુમારની આંખ ભીની થઇ ગઈ. એ અત્યારે મેજરમાંથી પિતા બની ગયા હતા.

શુભમ પોતાની ખોલીમાં પરત આવતાં જ… “શું થયું? સરે… સાહેબે તારી શું વલે કરી? એનામાં દયાનો છાંટો નથી. આ શુભમ દુઃખી છે તોય એની સાથે કડકાઈ..! સાહેબ બહુ તોછડા ને ઘમંડી લાગે છે. ના હો! સાવ એવા નથી લાગતા. આમ તો સારા છે. તમે ખાલી કાંટા જ જોયા છે, ગુલાબ ક્યાં જોયું છે? ના ના, તુંડમિજાજી લાગે છે. તને કેવા પ્રકારનો નાસ્તો કરાવ્યો એમણે? એવી માહિતી મળી છે એ બધાને ખૂબ મદદ ને પ્રેમ કરે છે. પણ મેં તો એવું સાંભળ્યું છે એનું હંટર પડે એટલે ગમે તેવો ક્રૂર બદમાશ પણ નરમઘેંસ થઇ જાય. તને ક્યાંય વાગ્યું તો નથી ને? એ માણસ જ નથી.”

જવાનો દ્વારા પૂછપરછ ને જાતજાતના અભિપ્રાયોનો દોર ચાલ્યો ને એય હિંદી ભાષામાં. મેજરે ટેવ પાડી દીધી હતી ને? બીજા કોઈ હવે કશું આગળ બોલે એ પહેલાં જ શુભમે તેમને રોક્યા, ટોક્યા. “મેહરબાની કર કે ચુપ હો જાઓ. અપની લૂલી બંધ રખો. બંધ કરો યે સબ. સંદીપકુમારકે બારેમે કીસીને અબ એક ભી એલફેલ શબ્દ નિકાલા તો મુજસે બૂરા કોઈ ન હોંગા.”

સૌને નવાઈ લાગી. મેજર દ્વારા જાહેરમાં મોઢું તોડી લેવાયા છતાં આ માણસ…! શુભમ જવાનોને કહી રહ્યો હતો. “આપ સબકી બાત સહી હૈ. હા, વો ઇન્સાન નહીં, ભગવાન હૈ ભગવાન.”

મેજર સંદીપકુમારે પોતાના નિવાસસ્થાને શુભમને બોલાવી એના ખબરઅંતર પૂછ્યા હતા. એને વાંસે હાથ પસવારી એને દિલાસો આપ્યો હતો ને કંઈ પણ કામ હોય તો નિસંકોચ કહેવા ‘કડક’ સૂચના આપી હતી. નાસ્તો નહીં, પોતાના નિવાસસ્થાને એમણે શુભમને પેટ ભરીને પ્રેમપૂર્વક જમાડ્યો હતો.

પાણીની પાઈપલાઈન યુદ્ધના ધોરણે સરખી કરવામાં આવી હતી.. હવે એમાંથી પાણી ટપકતું નહોતું, હા, પણ શુભમ અને બીજા કેટલાક જવાનોની આંખમાંથી…!

જે નિશાળમાંથી વિદ્યાર્થીઓ આ લશ્કરી જગ્યાની મુલાકાત લેવા આવ્યા હતા એ બધા અનાથ બાળકો હતા. જો કે હવે નીલિમા અનાથ નહોતી. એને દત્તક લેનાર ને નીલિમા બેય રાજીના રેડ! દત્તક લેનારનો પરિવાર ખુશ..ને મેજર તો ખુશખુશાલ!

જો કે નીલિમા પણ એવી જ મીઠડી, વહાલી લાગે એવી હતી ને? કોણે કોને દત્તક લીધા એ નક્કી કરવું મુશ્કેલ હતું ને એ નક્કી કરવાની જરૂર પણ નહોતી હા, હવેથી નીલિમા શુભમની દીકરી હતી. શુભમે એને દત્તક લઇ લીધી હતી. આ બધી વિધિ પૂરી કરવામાં સંદીપકુમારે પણ મહત્વની ભૂમિકા અદા કરી ખૂબ મદદ કરી હતી! એ સતત માથે ને માથે જ ઊભા હતા. એમણે કહ્યું તે મુજબ જ બધું સમયસર ને ચોકસાઈપૂર્વક થયું હતું. એમાં જરાસરખી ચૂક ચલાવી લેવામાં નહોતી આવી. મેજર સંદીપકુમાર કડક હતા ને! નાળિયેર જેવા..!! એ કડક હતા, ખડક જેવા એ ખરું, પણ સાગરનું નાનકડું મોજું પણ એને બરાબરનું ભીંજવીને જ રહેતું એ વાતમાં કોઈ શક જ નહોતો. ત્યાં કેમ્પમાં રહેલા ઘણા સૈનિકોના હોઠ પર હવે આ ગીત રમી રહ્યું હતું…’ દોસ્તો શક દોસ્તીકા દુશ્મન હૈ..! ’  

– દુર્ગેશ ઓઝા.  

પુસ્તક પ્રાપ્તિ માટેની વિગતો : કિંમત ૧૬૦ રૂ., અમોલ પ્રકાશન, સરનામું – દુર્ગેશ ઓઝા. ૧, જલારામ નગર, નરસંગ ટેકરી, હીરો શો-રૂમ પાછળ, ડો. ગઢવી સાહેબના મકાન નજીક, દરિયાલાલ પ્રોવિ. સ્ટોર પાસે, પોરબંદર ૩૬૦૫૭૫ મો – ૯૮૯૮૧ ૬૪૯૮૮ ઈ-મેલ durgeshoza@yahoo.co.in


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વેલેન્ટાઇન એટલે…! – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ
આજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી Next »   

14 પ્રતિભાવો : મેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા

 1. Dr GADHVI says:

  EXCELLENT
  Heartily Congratulation
  We R Proud of You
  GOD BLESS YOU

 2. ભાનુબેન રાજા... says:

  નમસ્તે, દુર્ગેશજી આપનું સપના નું આકાશ તો બહુ વિશાળ અને ખુબ લાગણી સભર છે… મેજર સંદિપ ખરેખર દિલદાર આદમી…નાળિયેર જેવા.. કડક પણ અંદર થી કોમળ..મધુર અને પાવરફુલ…. શુભમ્ ના દર્દ ને સમજી જાહેર માં તેને આશ્વાસન આપી ઢીલો પાડવાને બદલે સજા ને બહાને પોતાના ઘરે બોલાવી પ્રેમથી જમાડ્યો…અનાથ બાળકો ને પણ તેના હાથે નાસ્તો કરાવ્યો જેથી તેને તેના મૃત્યુ પામેલા પુત્ર ને નાસ્તો કરાવ્યા જેટલો આનંદ થાય… અને ખરેખર તેને એ અનાથ બાળકો માં જ એક પ્યારી સી ગુડીયા બેટી સ્વરૂપે મળી ગૈ જેને તેણે ગોદ લીધી… લાખો સલામ એ કોમહ દિલવાળા કડક મેજર ને… અને ખુબ ખુબ ધન્યવાદ લેખકશ્રી ને આટલા ઉદ્દાત મેજર નો આટલી સરસ રીતે પરિચય કરાવવા માટે…

 3. Khyati oza says:

  Superb as usual …
  ….Well done….Keep it up….

 4. Praful kanabar says:

  ખૂબ જ સરસ વાર્તા… મેજર સંદીપ કુમાર નું પાત્રાલેખન લેખકની કલમની કાબેલિયત અને તાકાત નો પરિચય કરાવે છે.ઇનામને યોગ્ય વાર્તા કહીશ તો પણ તેમાં સહેજ પણ અતિશયોક્તિ નહી કહેવાય………લેખક શ્રી દુર્ગેશ ઓઝા ને અભિનંદન અને આવી સુંદર વાર્તા વાંચકો સુધી પહોંચાડવા માટે રીડ ગુજરાતી.કોમ ને પણ અભિનંદન. પ્રફુલ્લ કાનાબાર…અમદાવાદ. તા.2/11 2019.

 5. Durgesh Oza says:

  પ્રિય લેખકમિત્ર શ્રી પ્રફુલભાઈ, મારી ‘મેજર સંદીપકુમાર’ વાર્તા અંગે તમારો સમૃદ્ધ પ્રતિભાવ તમારી શુભ લાગણી સૂઝનું દર્શાવે છે. તમે પોતે પણ એક ઉમદા લેખક છો ને તમારી કૃતિઓ પણ દમદાર હોય છે એનો આનંદ છે. ધન્યવાદ.શ્રી જીગ્નેશભાઈએ મારી આ વાર્તા રીડગુજરાતી.કોમ બ્લોગ પર મૂકી એ બદલ એમનોય ધન્યવાદ.

 6. Durgesh Oza says:

  પ્રિય લેખકમિત્ર શ્રી પ્રફુલભાઈ કાનાબાર, મારી ‘મેજર સંદીપકુમાર’વાર્તા અંગે તમારો સમૃદ્ધ પ્રતિભાવ તમારી શુભ લાગણી અને ઊંડી સૂઝ દર્શાવે છે. તમે પોતે એક ઉમદા લેખક છો ને તમારી કૃતિઓ પણ દમદાર હોય છે એનો આનંદ છે.ધન્યવાદ.શ્રી જીગ્નેશભાઈએ રીડગુજરાતી.કોમ બ્લોગ પર મારી આ કૃતિ તેમ જ મારા નવા પુસ્તકની પણ માહિતી મૂકી એ બદલ એમનોય ધન્યવાદ. -દુર્ગેશ ઓઝા.

 7. Vijay bhagat says:

  Great heart feeling story…

 8. Rohit kapadia says:

  ખૂબ જ સુંદર વાર્તા. કડક શિસ્તની ચાહના રાખનાર વ્યક્તિનાં દિલમાં પણ મુલાયમ લાગણીઓ જીવંત હોય છે એ વાતની નાજુક છણાવટ. ધન્યવાદ

 9. ભાનુબેન રાજા..... says:

  દુર્ગેશજી ની લેખન શૈલી એટલી સરસ છે કે વાર્તા સ-રસ થઇ જાય…અહીં પણ મેજર સંદિપકુમાર ની કડક શીસ્ત ની સાથે શુભમ્ પ્રત્યે ની નરમાશ દેખાડી તેના કોમળ હૃદય નો પરિચય આપ્યો… ધન્યવાદ..

 10. અદભુત કથન શૈલી આપની…..
  મેજર સંદીપ કુમાર નુ પાત્ર આપની કલમે જીવંત બની ઊઠ્યૂ….
  સાથે અંતે આવતી ચમત્ક્રુતી અકલ્પનીય….

 11. ભાનુબેન રાજા... says:

  બેમીસાલ શૈલી… નાળિયેર જેવું મેજર સંદિપકુમાર નું પાત્ર…ઉપરથી કડક અને અંદર થી કોમળ…કાબિલેતારીફ…

 12. Surbhi says:

  શ્રી દુગેૅશભાઈ એ ખૂબજ સરસ સહજ અને સરળતાથી ભાવનાત્મક રચના કરી.અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ.કલમ નિરંતર વહેતી રહો.

 13. Kalidas V.Patel {Vagosana} says:

  દુર્ગેશભાઈ,
  મજાની વાર્તા આપી, આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 14. Sureshsinh Rajput says:

  દુગેશ ભાઈ આટલી સરસ વાર્તા આપવા બદલ આભાર. જમણ ની થાળી માં ફક્ત સ્વાદિષ્ટ મીઠાઈ એકલી સારા ભોજન ની સંતુષ્ટિ આપી શકતી નથી,તેમાં ખાટી અને તીખી વાનગીઓ ની હાજરી જરૂરી હોય છે,તેમ જીવન ના સાચા ઘડતર માટે પ્રેમ ની સાથે કડકાઈ ની પણ એટલી જ જરૂરી હોય છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.