Archive for 2020

એક પછી એક.. – બાદલ પંચાલ

અજયે કબાટનું બારણું ખોલ્યું અને એમાંથી કપડાંનું બનાવેલું યુવાન સ્ત્રીનું પપેટ બહાર કાઢ્યું અને એને પોતાની છાતીએ લપેટીને પોક મૂકી, ‘રીમાઆઆ…’ આ ચિત્કારથી ઘરની નીરવ શાંતિ ભેદાઈ ગઈ અને ઘડીભરમાં તો અજયની આંખોમાંથી ગંગા – જમુના વહેવા લાગી. પંદરેક દિવસોથી તોળાઈ રહેલી એકલતાના કાંગરા ખરી પડ્યા.

રીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે

આજે રીડગુજરાતી વેબસાઇટ અને તેની સાથે મૃગેશભાઈએ શરૂ કરેલું આપણી ભાષાના સંવર્ધન અને પ્રસારનું આ અદ્રુત માધ્યમ અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ અત્યંત હોંશથી વાવેલા અને ખંતપૂર્વક ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.. હેપ્પી બર્થડે રીડગુજરાતી..

દાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે

ભારતના સંદર્ભમાં દાર્શનિક સાહિત્યનું અધ્યયન બહુ જ વૈવિધ્યસભર અને રસપ્રદ છે. આ અધ્યયનને રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ.

જન્મકુંડળી – તોરલ રાજપૂત

મુંબઈ શહેર, સપનાંંઓનું શહેર કે પછી માયાનગરી. જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના સપનાઓ લઈને આવે, સદ્દનસીબે કોઈના સપના સાકાર પણ થઈ જાય તો કોઈના સપના મુંબઈની લોકલ ટ્રેનની ભીડમાં જ ખોવાઈ જાય. અદિતી જોષી અને માધવ પટેલ, સપનાઓની પેટીઓ ભરીને મુંબઈ શહેરમાં આવેલા બે નામ. બંને એક જ આઇ.ટી. કંપનીની નાનકડી ઓફિસમાં કામ કરતાં.

કૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી

કૉરોના સંકટ સામે આપ સર્વ સુરક્ષિત હશો તેવી પ્રાર્થના સાથે કોરોના વિષયના સંદભમાં પાંચ કાવ્યરચનાઓ સ્મિતાબેન ત્રિવેદી આપણી સમક્ષ મૂકી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ અને રીડગુજરાતીમાં તેમનું હાર્દિક સ્વાગત છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.