બારામુલ્લા શહેરથી થોડે દૂર આવેલા જલશેરી ગામની લશ્કરી છાવણીમાં બે ફૌજી જમી રહ્યા હતાં. આજે પણ એ જ દાળ અને સૂકી રોટલી જોઈને નાયબ સુબેદાર અજય સિંઘ અને સુબેદાર દલબીર સિંઘની આંખોમાં પાણી ધસી આવ્યાં. બંને જણાં પોતાનાં ઘરના ભોજનનો સ્વાદ યાદ કરીને કોળિયા ગળા નીચે ઉતારવાનો બનતો પ્રયાસ કરી રહ્યા હતાં.
Monthly Archives: April 2020
આજે ત્રીજી મે હતી એટલે કે અર્પણના જન્મદિવસની તારીખ. દર વર્ષે અચૂકપણે કેલેન્ડરમાં દેખાતી આ તારીખ એને ખૂબ ગમતી. આજનો દિવસ એના માટે ખાસ હતો. આ આજના દિવસે બધી જ ગતિ-વિધિઓમાં જાણે કેન્દ્રસ્થાને આવી જતો.
જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે કાર્યરત શ્રી જે. ડી. સોલંકીની ચાર પદ્યરચનાઓ જેમના શીર્ષક છે, ૧) ડેડી રેડે તેજ, ૨) બસ જીવવાનું, ૩) ઓનલાઇન ઓફિસ અને ૪) ક્વોરનટાઇન આજે રીડગુજરાતી પર પ્રસ્તુત છે. સર્જકને અનેક શુભેચ્છાઓ.
આમ તો નીતુ તેમના નાના ભાઈ રાજની વિધવા હતી. પણ તેની ઉંમર જ ક્યાં હતી! હજુ તો તે માત્ર ત્રીસ વરસની હતી. ઘણી યુવતીઓ તો ત્રીસ વરસની ઉંમરે તો સંસાર માંડે છે. પછી નીતુને ક્યાં વાંધો હતો? તે માત્ર વિધવા હતી એ જ તેનો વાંક હતો.
"ઊઠો.. ઊઠો.. હવે ક્યાં સુધી આમ ઘોર્યા કરવાનું?" સવાર સવારમાં કામબોજથી રઘવાઈ થઈ પતિઓ ઉપર વરસી પડતી ગુજ્જુ ગૃહિણીઓની આદત મુજબ રશ્મિ પણ રઘવાઈ બની પતિ આકાશને ઝંઝેડી નાંખતા બોલી, "ઊઠો.. હવે, આજની રજા કંઈ તમે ઊંઘવા માટે નથી લીધી સમજ્યા? સવારે નવ વાગ્યે તો પાર્થ અને શ્રેયાની સ્કૂલમાં પૅરેન્ટસ્ ડે અટેન્ડ કરવાનો છે. છ તો વાગી ગયા. તમારે તો ઠીક છે, બાવા ઊઠ્યા બગલમાં હાથ.. પણ અમારે બૈરાંને તો હજાર કામ કરવાના હોય છે સમજ્યા?"