ભારતના સંદર્ભમાં દાર્શનિક સાહિત્યનું અધ્યયન બહુ જ વૈવિધ્યસભર અને રસપ્રદ છે. આ અધ્યયનને રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ.
Monthly Archives: June 2020
મુંબઈ શહેર, સપનાંંઓનું શહેર કે પછી માયાનગરી. જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના સપનાઓ લઈને આવે, સદ્દનસીબે કોઈના સપના સાકાર પણ થઈ જાય તો કોઈના સપના મુંબઈની લોકલ ટ્રેનની ભીડમાં જ ખોવાઈ જાય. અદિતી જોષી અને માધવ પટેલ, સપનાઓની પેટીઓ ભરીને મુંબઈ શહેરમાં આવેલા બે નામ. બંને એક જ આઇ.ટી. કંપનીની નાનકડી ઓફિસમાં કામ કરતાં.
કૉરોના સંકટ સામે આપ સર્વ સુરક્ષિત હશો તેવી પ્રાર્થના સાથે કોરોના વિષયના સંદભમાં પાંચ કાવ્યરચનાઓ સ્મિતાબેન ત્રિવેદી આપણી સમક્ષ મૂકી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ અને રીડગુજરાતીમાં તેમનું હાર્દિક સ્વાગત છે.
ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં ક્યાંક સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ બોલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.
મીના બેને ઘડિયાળમાં જોયું, બપોરનો એક થવા આવ્યો! મહેશ હવે આવતા જ હશે. તેને હાથ થોડો ઝડપથી ચલાવવા મંડ્યો, સેલડ તૈયાર કરી નાખ્યું, અથાણાંનો ડબ્બો તૈયાર કર્યો, હવે શું બાકી છે વિચારતા યાદ આવ્યું, હા છાસ બાકી છે! પુત્રવધુ લાવણ્યાને કહ્યું, "બેટા, છાસ વલોવી નાખ અને ડાઇનિંગ ટેબલ તૈયાર કરી નાખ!"
તા. ૨૨ એપ્રિલ ૨૦૨૦ રાત્રે જયારે હોસ્પિટલમાંથી અમને જણાવવામાં આવ્યું કે અમારા પિતાજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યારે સ્વાભાવિકપણે અમારી વિચારશક્તિ લગભગ શૂન્ય થઇ ગઈ હતી. એક તરફ કુટુંબના મોભીને ગુમાવ્યાનું દુઃખ તો બીજી તરફ હવે શું કરીશું જેવા સવાલોથી અમે ઘેરાઈ ગયા હતા. કોરાના વાયરસના પ્રકોપને લીધે અમદાવાદ જેવા શહેરમાં સજ્જડ લોકડાઉન વચ્ચે બધું પાર પાડવાનું હતું. સમય અને સંજોગો તદ્દન વિપરીત હતા.