અજયે કબાટનું બારણું ખોલ્યું અને એમાંથી કપડાંનું બનાવેલું યુવાન સ્ત્રીનું પપેટ બહાર કાઢ્યું અને એને પોતાની છાતીએ લપેટીને પોક મૂકી, 'રીમાઆઆ...' આ ચિત્કારથી ઘરની નીરવ શાંતિ ભેદાઈ ગઈ અને ઘડીભરમાં તો અજયની આંખોમાંથી ગંગા - જમુના વહેવા લાગી. પંદરેક દિવસોથી તોળાઈ રહેલી એકલતાના કાંગરા ખરી પડ્યા.
Monthly Archives: July 2020
2 posts
આજે રીડગુજરાતી વેબસાઇટ અને તેની સાથે મૃગેશભાઈએ શરૂ કરેલું આપણી ભાષાના સંવર્ધન અને પ્રસારનું આ અદ્રુત માધ્યમ અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ અત્યંત હોંશથી વાવેલા અને ખંતપૂર્વક ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.. હેપ્પી બર્થડે રીડગુજરાતી..