બને તો ચૂંટજો આ બાગનાં ફૂલ ચૂમી ચૂમીને, જગા આ એજ છે જ્યાં પાનખર પણ જાય ઝૂમીને! તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું, પણ પછી હું લાગણીનો છોડ નહીં વાવી શકું!
Yearly Archives: 2021
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે તમે એવું બોલેલા કે નેતાઓ ખાલી વાયદાઓ જ કરે છે. આરોપી : જી સાહેબ, પણ મેં પોલીસને એવું કહેલું કે હું આપણા દેશની વાત નથી કરતો. પણ પોલીસ કહે અમને બુદ્ધિ વિનાના સમજે છે? શું અમે નથી જાણતા કે તું કોની વાત કરે છે?
પુસ્તક દેખીતી રીતે પત્રકારોને, નવોદિત પત્રકારોને, પત્રકારત્વના વિદ્યાર્થીઓને, મીડિયા હાઉસને સંબોધીને લખાયું છે, છતાં આ તમામ જે માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચે છે અર્થાત વાચકો, દર્શકો – તેમની લાગણીનો પડઘો પણ પુસ્તકમાં પાને-પાને પડતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઇડરીયો ગઢ અને તેનાથી આગળ વિજયનગર તાલુકાના આભાપુર ગામની પવિત્ર હિરણ્ય નદીના કાંઠાથી આઠ કિમી સુધીના વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલ અને પ્રાચીન મંદિરોના ખંડેરની ભૂમિ એટલે પોળોનું જંગલ છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચિત બન્યું છે.
મત આપતી વખતે આજે પણ શું આપણી પાસે ધર્મ મુજબ, ભાષાના આધારે, જાતિના કાટલાં લઈને કે પ્રદેશના ભેદથી મત માંગવા આવતા લોકો નથી? શું દેશનો ઘણોખરો ભાગ આવા ભેદથી મુક્ત છે ખરો? શું મતદાન વખતે લોકો પોતાનો ટૂંકાગાળાનો લાભ ભૂલી રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈ શકે છે ખરાં?
કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય, તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં.
લૉકડાઉનનું પહેલું ચરણ વિધિવત્ ૨૫મી માર્ચ, ૨૦૨૦થી આરંભાયું; પરંતુ, મારું લૉકડાઉન એ પહેલાં એક મહિનાથી શરૂ થઈ ગયું હતું - મારી કમર લૉક થઈ જવાને કારણે. એટલે લૉકડાઉનના અનુભવની દૃષ્ટિએ હું ઘણો સિનિયર છું.