કહેવાય છે કે હસે તેનું ઘર વસે, તો પ્રસ્તુત છે કેટલાક હસ્તા ‘ક્ષર’ જેનું સંપાદન તરંગભાઈ હાથીએ રીડગુજરાતીને મોકલ્યું છે.
જેટલા કાન ૮-૯ મહિનામાં આ માસ્કે ખેંચ્યા છે… એટલા તો આખા જીવનમાં ક્યારેય શિક્ષકોએ પણ નથી ખેંચ્યા.
બે ભાઈઓએ દરવાજો ખખડાવ્યો. બહેને દરવાજો ખોલ્યો.
એક ભાઇ એ પૂછ્યું” બહેન, તમારી ઉંમર કેટલી?”
બહેન “૩૮ વર્ષ”
ભાઇ “તો તો વાંધો નહીં, આ તો કોરોના ની રસી ૫૦ વર્ષ થઈ ઉપરનાને પહેલી આપવાની છે, એટલે સરકાર તરફથી રજીસ્ટર તૈયાર કરવાનું છે તેથી પૂછ્યું.”
બહેને દરવાજા બહાર આમ તેમ જોઇ કહ્યું, ” મારી ઉંમર ૫૨ વર્ષ છે પણ હું લાગતી નથી. મારું નામ લખી લ્યો. ઉમર કંફર્મ કરવા હું મારું આધાર કાર્ડ બતાવું.”.
લગ્નમાં છોકરીવાળા વધુ નાચે તો સમજવું એના ઘરની માથાકૂટતમારા માથે આવે છે,અને છોકરાવાળા વધુ નાચે તો સમજવું ભાઈનું માંડ ગોઠવાણું છે.
કોઇ એ પુછ્યુ : બંને જોરદાર નાચે તો…?
તો એમ સમજવુ કે ભાઈને કોઇ દેતુ નહતુ અને બેનને કોઇ લેતુ નહતુ…
જજ : તે તારી પત્નીને છેલ્લા ૧૦ વર્ષથી ડરાવી, ધમકાવીને દાબમાં રાખી છે…!
છગન : સાહેબ એમાં વાત એવી છે કે…
જજ : મારે તારી સફ઼ાઇ નથી સાંભળવી… રીત શિખવાડ…
મધમાં ભેળસેળ સામે આવ્યા બાદ.. હવે સન્નારીઓએ અમને હની કહેવાનું માંડી વાળ્યું છે.
આવતાં વર્ષે પરીક્ષામાં આવો પ્રશ્ન પુછાઇ શકે છે.
લોક-અપ અને લોક ડાઉન વચ્ચે શું ફરક છેં?
લોક-અપ : અંદર ગયા બાદ ધોલાઈ થાય છે.
લોક ડાઉન : બહાર ગયા બાદ ધોલાઇ થાય છે.
એક સમાચાર… પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માનસીક તાણ અને હાર્ટએટેકના ચાન્સ ઘટે છે.. પરંતુ પત્ની કોની? એ બાબતે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
એક અનુભવ.. જો તમે તમારી પત્ની સાથે વેકેશન મનાવવા બહાર જતા હોવ તો ખાસ જણાવવાનું કે આ વેકેશન નથી માત્ર લોકેશન બદલાય છે.
ફોરેનર : હેય, વોટ ઈઝ લંગરિયા?
દેશી : અંઅઅઅ…. ઓકે લિસન. ફર્સ્ટ વિ ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયા? ઈટ્સ યુઝ ઈન અવર દેશી લોકલ મકાન્સ. ઈફ ડોન્ટ હેવ નળિયા ધેન ગુડ ઢેખાળા ઓલ્સો ફાઈન. ધેન વી આર વિટિંગ દોરી ઓન ઈટ, માંજા યુ નો… ધેન ઈટ્સ લડાવિંગ વિથ ઈચ-અધર્સ લંગરિયા વિથ અ દેશી ગલી વોર સ્લોગન…. આઈ જાવ પાઈ જાવ… લંગરિયા લડાઈ જાવ..
ધ્રૃતરાષ્ટ્ર : આ સવારના પાંચ વાગવા આવ્યા. ક્યાં હતી અત્યાર સુધી..???
ગાંધારી : છોકરાઓને ગુડનાઈટ કેવા ગઈ હતી તેમાં વાર લાગી ગઈ.
ભગો:(બસમાં) જો, મારા બાપા ડાયા અરજણનું નામ… સે ને ઠેરઠેર.
પત્ની: મૂંગા મરો ઈ ડાયવર્જન લખ્યું છે
એક ભાઇ કાલે મારે ત્યાં ઉઘરાણી કરવા આવ્યા.વાત વાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહારના વાંક કાઢવા માંડ્યા મે વિરોધ કર્યો પણ એક ના બે ન થયા. પછી મે એમને ચેક આપ્યો એમાં તારીખ પોષ વદી પાંચમ સંવત ૨૦૭૪ લખી.
હવે તે સ્વિકારવા તૈયાર નથી હવે શું કરવું?
પુત્ર :- પિતાજી શક્ય તેટલી ઝડપે ઘેર આવો.
પિતાજી :- સમય લાગશે ભૈલા હું સાયકલ ચલાવું છું.
પુત્ર :- પણ આવી જાવ, પછી મને ને કહેતા કે મેં તમને ને કહ્યું.
પિતાજી :- પણ વાત શુ છે, તે તો કહે.
પુત્ર :- મારી મા ના હાથમાં તમારો ફોન છે અને મને પાસવર્ડ પુછે છે તો શું કરૂં આપી દઉ કે તમારી રાહ જોઊં?
મેહસાણાના એક બેન અમેરિકાના એરપોર્ટ પર ફસાયા.. દુ:ખાવો દુર કરવાના મલમના ડબ્બાને લીધે….
કેમ કે પોલીસે પૂછ્યું … “શુંં છે આમાં?” તો બેન કહે…. “ઇમોં બોમ હ”
તમારી આવકનું સાધન શું છે?
તબલાં
પણ તમને તો કોઈ દિવસ તબલા વગાડતા સાંભળ્યા નથી!
ન જ સાંભળો ને! સોસાયટી વાળા ન વગાડવાના મહિને 15000/- આપે છે!!
