Get the Flash Player to see this rotator.

Suvichar
તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ. – હીરાભાઈ ઠક્કર

સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર

આજે આ મેદાન ઉપર ચાંદનીનો પ્રકાશ જોઈને મને ઘણા દિવસ પહેલાંની બીજી કેટલીક ચાંદની રાતો યાદ આવે છે. ત્યારે હું પદ્મા નદીમાં વાસ કરતો હતો. પદ્માના ભાઠામાં હોડી બાંધેલી રહેતી. શુકલ પક્ષની રાત્રે કેટલીય વાર હું એકલો ભાઠામાં ફર્યો છું. ક્યાંય ઘાસ નહિ, ઝાડ નહિ, ચંદ્રના પ્રકાશ સાથે રેતીના પટનો છેડો મળી ગયો હોય – [...]

મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી

મિયાં ફુસકી ઘોડા પર ચડ્યા છે. ગામના પાદરમાં પહોંચી ગયા. ગામના પાદરમાં મોટો એક વદલો હતો. આ વડલાને ફરતો મઝાનો ઓટલો. તે ઓટલે ભીમો ડાંગર બેઠેલો. બીજા બે-ચાર માણસો બેઠા હતા. એવામાં દલા શેઠ આવી પહોંચ્યા. ત્યાંથી ફુસકી મિયાં નીકળ્યા. દલા શેઠને જોતા ફુસકી મિયાંએ ખોંખારો ખાધો. દલા શેઠ હોઠ દબાવીને રહી ગયા. મનમાં કંઈ [...]

આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન

ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષના હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના.

‘નવનીત સમર્પણ’ સામાયિકની સુવર્ણજયંતી ઉજવાશે

મુનશીજીની અદ્દભુત સંકલ્પનામાંથી સર્જાયેલા ‘જીવન, સાહિત્ય અને સંસ્કાર’ના ઉત્તમ સામાયિક ‘નવનીત સમર્પણ’ની સુવર્ણજયંતી તા. 15મી નવેમ્બર 2008ના રોજ ઉજવાશે. આ પ્રસંગે ત્રણ ઉત્તમ વક્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘જીવન’ ઉપર શ્રી ગુણવંત શાહ, ‘સાહિત્ય’ ઉપર શ્રી સુરેશ દલાલ અને ‘સંસ્કાર’ ઉપર પૂ. શ્રી મોરારિબાપુ પોતાનાં વક્તવ્ય આપશે. અને શ્રી શાહબુદ્દિન રાઠોડ ‘હાસ્યદરબાર’ રજૂ કરશે. વધુ [...]

ગુજરાતીભાષા નિબંધસ્પર્ધાનું પરિણામ જાહેર થયું

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત કરાયેલી ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ નિબંધ સ્પર્ધાનું પરિણામ દશેરાના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિજેતા શ્રી કેશુભાઈ દેસાઈને (ગાંધીનગર) રૂ. 21,000નું, દ્વિતિય ઈનામ પ્રો. ગુલાબ દેઢિયા (મુંબઈ)ને રૂ. 11 હજાર, તૃતિય ઈનામ ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (મુંબઈ) અને ચતુર્થ ઈનામ ડૉ. વિપિન શાહ (વડોદરા) ને રૂ. 5000 એનાયત [...]

વિવિધ વિભાગો :


gujarati tour
કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ, ભાણદેવ વગેરેની કલમે લખાયેલા સુંદર પ્રવાસવર્ણનો ની સાથે સાથે વિશ્વના વિવિધ સ્થળોના પ્રવાસ નિબંધો માટે વાંચો....
gujarati story
જીવન પ્રેરક, સામાજિક ઘટનાઓ પર આધારિત લોકપ્રિય તેમજ નવોદિત સાહિત્યકારોની કલમે લખાયેલી સુંદર ટૂંકી વાર્તાઓ માણવા માટે વાંચો..
gujarati recipe
ગુજરાતી તેમજ પંજાબી વાનગીઓ, નાસ્તા, મીઠાઈઓ, સાઉથ ઈન્ડિયન તેમજ વિવિધ શાકાહારી વાનગીઓનો રસથાળ ચાખવા માટે વાંચો..

gujarati spiritual
વેદો, પુરાણો તેમજ વિવિધ ધર્મશાસ્ત્રોના સારરૂપ ગુજરાતી સાહિત્યના મનનીય આધ્યામિક લેખોની સૃષ્ટિમાં વિચરવા માટે વાંચો...
gujarati comedy
રમુજી ટૂચકાઓ, જૉક્સ, હાસ્ય-ઉખાણાં, હઝલ તેમજ લોકપ્રિય સાહિત્યકારોની કલમે લખાયેલા હાસ્યલેખોની રંગત માણવા માટે વાંચો...
gujarati essay
વાચકને વાંચન સાથે મનન અને ચિંતન કરવા પ્રેરે તેવા ચૂંટેલા નિબંધો તેમજ લલિત નિબંધોનો આસ્વાદ લેવા માટે વાંચો....

સાહિત્યકારો :

Feedback | Tell a Friend | Contact us   

Read Gujarati - Read online Gujarati Literature, Gujarati Poems, Gujarati Stories, Free Gujarati Books, Gujarati Jokes, Gujarati Shayri, Gujarati Recipes, Gujarati Bhajans, Gujarati Garba
This site is dedicated to Shrimad Bhagvat Mahapuran.
READGUJARATI.COM Copyright © 2008
by mrugesh shah