આપ સૌના સ્નેહ, આશિર્વાદ અને પ્રોત્સાહનથી રીડગુજરાતી આજે ચૌદ વર્ષ પૂરાં કરીને પંદરમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સાહિત્યનો આ અણમોલ ખજાનો, મૃગેશભાઈની મહેનતનો આ અખંડ ઉજાસ અડીખમ છે અને રહેશે, વાંચનની ઈચ્છા હોય એવા દરેક મિત્રને એની પસંદગીની શ્રેણીમાં અહીંથી વાંંચનસામગ્રી મળી રહે એવો મૃગેશભાઈનો આ અથાક પ્રયાસ સતત સમૃદ્ધ થતો રહેશે અને એને આપનો સ્નેહ પણ આમ જ સતત મળતો રહેશે એવી અમને ખાત્રી છે.
વિભાગ : સંપાદકીય
રીડગુજરાતીના સર્વે વાચકો, સહયોગીઓ અને સર્જકોને તનવર્ષ ૨૦૭૫ના અભિનંદન.... આજથી શરૂ થતું સંવત ૨૦૭૫નું વર્ષ સૌને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ. રીડ ગુજરાતીના વાચકો, લેખકો, મિત્રો, પ્રકાશક મિત્રો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌને સાલમુબારક. આ નવું વર્ષ સૌનાં માટે સુખ, શાંતિ ને સમૃદ્ધિનો સંદેશ લઈને આવે તેવી પરમતત્ત્વ પરમેશ્વરના ચરણોમાં અભ્યર્થના. વીતી ચૂકેલાં વર્ષ તરફ નજર નાખું છું તો ખ્યાલ આવે છે કે વાચકોની અપેક્ષાઓ સંતોષવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે. નવા વર્ષે ફરિયાદ નહિ પણ દિલની વાત કરવી છે. રીડગુજરાતીને નિયમિત સમય ફાળવવાનો કરેલો નિર્ણય બદલાતા જીવનપ્રવાહમાં ક્યાંક ધોવાઈ ગયો! પણ આ નવા વર્ષે નવીન ઉત્સાહ, જોમ સાથે વાચનદીપને પ્રજ્વલિત રાખી નિયમિત બનવાનો શુભ સંકલ્પ કરવો જ રહ્યો...
આજના આ શુભ દિવસે, યોગિની એકાદશીના મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો, સહયોગીઓ, વડીલો તથા સર્વ મિત્રોને મારા પ્રણામ. આજે તેર વર્ષ પૂરા કરીને રીડગુજરાતી ચૌદમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું અમારી અંદર ઊગતું પણ જાય છે! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક સર્જક મિત્રોને, નવું લખવા થનગનતા ઉત્સાહી દોસ્તોને રૂબરૂ - ફોન - વોટ્સએપ - ઈમેલ દ્વારા મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. એમાંથી થોડીક વાતો વહેંચીએ..
ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયમાં એક સુંદર વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને ૧૧૦૦૦ રૂ, દ્વિતિય વિજેતાઓને ૭૦૦૦ રૂ, તૃતિય વિજેતાઓને ૫૦૦૦ રૂ તથા ૧૦ પ્રોત્સાહક ઈનામો ૫૦૦ રૂ. ના જાહેર કરાયેલા. ૫૦થી વધુ શાળાઓના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. સ્પર્ધાનું આયોજન શ્રીમતી દર્શા કિકાણી (પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ-વડોદરા, આત્માન ફાઉન્ડેશન-ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર-અમદાવાદના સહકારથી) દ્વારા કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગયા વર્ષની વિજેતા વાર્તાઓ પુસ્તક રૂપે 'વાર્તામેળો' નામથી વિચારવલોણું પરિવાર તરફથી પબ્લિશ થઈ છે અને હાજર રહેલ મહેમાનોને તે ભેટ તરીકે આપવામાં આવી હતી. આ બાળકો આપણા ભવિષ્યના સર્જકો છે, તેમની કલમ વધુ નિખરે અને મા સરસ્વતીના આશીષ તેમના પર વરસતા રહે એ જ શુભકામનાઓ.
વિક્રમ સંવત ૨૦૭૪ના, નવ વર્ષના પ્રથમ દિવસે, આ મંગલ પ્રભાતે સૌ વાચકમિત્રો, લેખકમિત્રો, પ્રકાશકમિત્રો સહિત સૌને રીડગુજરાતી તરફથી નૂતનવર્ષાભિનંદન, સાલ મુબારક. આ નવું વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી, પ્રસન્નતા અને સંંતોષકારક, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ. નવી આશા અને અપેક્ષાઓ, નવા જોમ અને સંકલ્પ સાથે આવો આપણે સૌ આ નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કરીએ. નવા વર્ષમાં આપણે સૌ સાહિત્યના માધ્યમે વધુ ને વધુ વાંચન, ચિંતન અને મનન કરીને જીવનપથને વધુ પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના.
આજે રીડગુજરાતી ટીનએજમાં પ્રવેશી રહ્યું છે, આ મહાકાય ઈ-સામયિકનો તેરમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે અને મૃગેશભાઈનો આજે જન્મદિવસ છે. મૃગેશભાઈના નામની આગળ સ્વ. મૂકવાનું મન નથી થતું, રીડગુજરાતી શરૂ કરીને, ગુણવત્તાસભર અને નિયમિત મનનીય અને પ્રેરણાદાયક સાહિત્ય પ્રસ્તુત કરીને તથા દેશવિદેશમાં વસતા અનેક ગુજરાતીઓને વાંચવા માટે સર્વશ્રેષ્ઠ ઓનલાઈન માધ્યમ ઉપલબ્ધ કરાવીને ભાષા માટે તેમણે કરેલી અપાર મહેનત અને નિઃસ્વાર્થ કાર્યને હજારો વાચકોએ વખાણ્યું અને માણ્યું છે. મને યાદ છે કે હું મારી કારકિર્દીની શરૂઆતમાં દિલ્હીમાં અને ઝારખંડમાં હતો ત્યારે એક ગુજરાતી કાગળ વાંચવા તરસી જતો. એવા સમયે ઓનલાઈન ગુજરાતી સંસાધનો જ મારી મદદે આવેલા અને કદાચ મને ભાષાથી અલગ થઈ જતો બચાવવામાં આ જ ઓનલાઈન મહાગ્રંથોએ ભાગ ભજવ્યો છે. મને મારી ભાષા અને ભૂમી સાથે જોડી રાખવામાં રીડગુજરાતીનો અપાર અને અનન્ય ફાળો છે. આજે દિલ્હીમાં બેસીને જ્યારે વિશ્વભરના ગુજરાતીઓ માટે રીડગુજરાતી સાહિત્યકૃતિઓ પ્રસ્તુત કરે છે ત્યારે ભૌગોલિક વિવિધતાઓને કોરાણે મૂકીને સાહિત્યને પ્રસરાવવામાં રીડગુજરાતી અને મૃગેશભાઈના યોગદાનને યાદ કરું તો મન અહોભાવથી ભરાઈ જાય. સાથે સાથે પોતાના અંગત જીવનને અને ઉજ્જવળ કારકિર્દીને કોરાણે મૂકીને ભાષાની સેવા કરવાની આ ધગશને મેં અંગત રીતે તેમની સાથેની મિત્રતાને લીધે જોઈ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
સર્જકમિત્રો, વાચકમિત્રો, સહયોગીઓ, પ્રકાશકો અને સર્વે સ્નેહીજનો.. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને નવા વર્ષના સાલ મુબારક. આવનારું નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સર્વ રીતે સંતોષપ્રદ, આનંદસભર, ઉલ્લાસમય અને સફળતા આપનારું હોય એવી ઈશ્વરને અભ્યર્થના. ગત વર્ષે રીડગુજરાતી ઈશ્વરકૃપાથી સરસ ચાલતું રહ્યું. વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને પ્રેમ, લેખકમિત્રોનો એ જ અનહદ વિશ્વાસ […]
સ્નેહીઓ, મિત્રો, વાચકો, રીડગુજરાતી આજે બારમા વર્ષમાઁ પ્રવેશી રહી છે. મૃગેશભાઈએ તેમના જન્મદિને, ૯મી જુલાઈ, ૨૦૦૫ના દિવસે આ વેબસાઈટ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી કેટલાય ગુજરાતીઓ તેને માણી રહ્યા છે, વાચકોનો અવિરત પ્રેમ અને તેમની સાહિત્યના મનનીય, ચિંતનપ્રેરક અને સત્વશીલ વાચનની અપેક્ષાનો પડઘો રીડગુજરાતી સદાય પાડતું જ રહ્યું છે […]
તારીખ ૫મી જૂન ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લઈને ગુજરાતી સાહિત્યને કદી ન પૂરાય એવી ખોટ મૂકી જનાર મૃગેશભાઈના અવસાનને આજે બે વર્ષ થઈ ગયા. કદાચ ઈશ્વરને પણ ગુજરાતી સાહિત્ય ‘રીડ’ કરવા એક અદના નિષ્ઠાવાન અને સમર્પિત ભાવકની જરૂર હશે કે તેમણે મૃગેશભાઈને સાવ જ કાચી ઉંંમરે બોલાવી લીધા. આજે […]
ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો […]
ગર્ભસ્થ શિશુ સાથે માતાનો પત્રસ્વરૂપ સંવેદનાસભર વાર્તાલાપ હીરલબેન વ્યાસની કલમે રીડગુજરાતી પર ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થયો હતો. કુલ ૧૨ ભાગમાં લખાયેલ આ સંવાદ રીડગુજરાતી પર શ્રેણી સ્વરૂપે (ભાગ-૧ થી ૧૨) આપણે માણ્યા છે. રીડગુજરાતી પર મૃગેશભાઈએ પ્રસ્તુત કરેલી અને વાચકોના અપાર પ્રેમ અને ચાહનાને પામેલી એવી આ શ્રેણી હવે એક […]
આજે દસ વર્ષ પૂરા કરી રીડગુજરાતી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓનો અંતરથી આભાર અને સેંકડો શુભકામના. જીજ્ઞેશભાઈએ પોતાની અનેક વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા એક વર્ષથી રીડગુજરાતીને સતત ધબકતું રાખ્યું છે તે માટે જેટલો આભાર માનું તેટલો ઓછો છે. […]