(‘ઓળખ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી) કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા કહું. વાત જાણે એમ બની કે સનાભાઈ ઉંદરને એક વાર યાત્રા કરવા જવાનું મન થયું. […]
વિભાગ : બાળસાહિત્ય
(‘કથા-નિર્ઝરી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) રાજગૃહનગરીની આસપાસની પર્વતશ્રૃંખલામાં છુપાઈને રહેતો એક દુર્દાન્ત ચોર. એનું નામ ગજ્જુ. એ ગજ્જુ પાસે અવસ્વાપિની નિદ્રા હતી. એ નિદ્રાના બળે એ સ્વચ્છંદ રીતે ચોરી કરતો હતો. […]
૧. તોફાની ટામેટું એક હતું ટામેટું ગોળ મટોળ ટામેટું લાલમ લાલ ટામેટું માથે એને લીલું ટોપું એ તો ટનટનાટન ટામેટું એ તો ટમટમાટમ ટામેટું આમ દોડે, તેમ દોડે એમ કરતાં, સહુને નડે અમથું કોઈને અડે ને લઢે અમથું સહુના અડફેટે ચઢે એ તો કોઈના કીધે રોકાય નહીં, વળી કોઈથી એને […]
(‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) ‘અરે દેવાંગ ! આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો ? તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો ! રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે ? કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં […]
(‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી […]
(યશવંત મહેતા અને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા સંપાદિત થયેલ પુસ્તક ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. બાળપણમાં રીંછ અને બે મિત્રોની વાર્તા બધાએ વાંચી અથવા તો સાંભળી જ હશે. રીંછે એક મિત્રન કાનમાં શું કહ્યું હતું તે તો બધા […]
(યશવંત મહેતા અને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા સંપાદિત થયેલ પુસ્તક ‘નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’માંથી સાભાર. પ્રસ્તુત પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. સાચો મિત્ર કોઈ દિવસ અમીર કે ગરીબ એવા પૈસાના ભેદભાવને ધ્યાનમાં લેતો નથી એ વાત આ બાળવાર્તા આપણને કહી જાય છે.) કાઠિયાવાડમાં જૂનાગઢ […]
(જન્મભૂમિ પ્રવાસી’ના ૨૪,મે ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘નારાયણ… નારાયણ…’નું વીણા પર ગાન-ભજન કરતાં નારદ મુનિએ સંતોની સભામાં સાંભળ્યું કે શ્રી વિષ્ણુ ભગવાને તેમનાં વહાલા ભક્તોની એક ખાનગી યાદી તૈયાર કરી છે ! નારદજીને આ સાંભળીને, તે યાદી જોવાની ઉત્કંઠા થઈ આવી. એથી નારદજી વૈકુંઠમાં વાયુવેગે પહોંચી ગયા. શ્રી વિષ્ણુ ભગવાન નારદજીને […]
(‘જન્મભૂમિ પ્રવાસી’ ૧૫ માર્ચ, ૨૦૧૫માંથી સાભાર) ગામને પાદર સરોવરમાં એક જાડો-પાડો દેડકો રહેતો હતો દાદો દલુ એનું નામ. દલુ દેડકો ભારે ખાઉધરો ! એનું મોઢું બહુ મોટું અને આંખો તો જાણે ભેંસનાં ડોળા જેવી ! દલુ દેડકાને સૌ તળાવના મિત્રો “ખાઉધરો” કહીને ચિડાવે, પણ દલુ દેડકો મસ્તરામ હતો. કોઈનું કદી […]
(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) નટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ. ટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે […]
(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર) ભગલો સાવ ભોળો માણસ હતો પરંતુ તેની વહુ ભારે વઢકણી ! વહુ ભગલાને જ્યારે ને ત્યારે ખૂબ વઢતી હોય ; તેના પર ખૂબ ગુસ્સો જ કરતી હોય ! એક દિવસ તો વહુએ ભગલાને ચોખ્ખું કહી દીધું : ‘જાઓ, નોકરી-ધંધો કરો નહિ, ત્યાં સુધી આ ઘરમાં પગ […]
[‘ટપાકો અને જાદુઈ ચંપલ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દુનિયામાં જયારે દિવસ, રાત, સવાર, સાંજ કે એવું કાઈ પણ નહોતું બન્યું ત્યારની […]