મત આપતી વખતે આજે પણ શું આપણી પાસે ધર્મ મુજબ, ભાષાના આધારે, જાતિના કાટલાં લઈને કે પ્રદેશના ભેદથી મત માંગવા આવતા લોકો નથી? શું દેશનો ઘણોખરો ભાગ આવા ભેદથી મુક્ત છે ખરો? શું મતદાન વખતે લોકો પોતાનો ટૂંકાગાળાનો લાભ ભૂલી રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈ શકે છે ખરાં?
વિભાગ : નિબંધ
એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયી દેવીની 'ગુરુદેવ મારા આંગણે વાંંચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (૧૯૩૮-૧૯૪૧) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયી દેવીએ 'મંગપૂતે રવીન્દ્રનાથ'માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયી દેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.
એક સાંજે હું જુહુ ચોપાટી તરફ ફરવા ગયેલી; અચાનક જ મારી નજર નવા બંધાયેલા એક બંગલા પર પડી, એનું નામ ‘નિરાંત’ હતું. એમ તો ‘આશિયાના’, ‘પરિતોષ’, ‘ઘરોંદા’, ‘બસેરા’ એવા ઘણાં નામ વાંચવામાં આવ્યા, પણ ‘નિરાંત’ નામે મારા દિલને જીતી લીધું. એ ઘર બનાવનારને એમાં વસીને નિરાંતની સુંદર અનુભૂતિ થઈ હશે, તેથી જ કદાચ એ નામ રાખ્યું હશે. નિરાંત શબ્દ વિશે વિચારતાં જ મારું રોમરોમ પુલકિત થઈ ઉઠે છે. આકાશે ઉડતા વિહંગો સાંજ પડે પોતીકા માળામાં પહોંચવા કેવા ઉતાવળા હોય છે? પશુઓ પણ ગોરજ ટાણે પોતાના વાડા કે નેસ તરફ પાછાં ફરે છે ત્યારે તેમની ઘુઘરિયાળી ચાલમાં વર્તાતો ઉમંગ, ધ્યાનથી જોજો. તમારાં દિલનાં તાર પણ રણઝણી ન ઊઠે તો કહેજો ! સ્વાભાવિક છે દિવસભરની હડિયાપટ્ટી પછી માણસ પણ પોતાના ઘરે પહોંચી નિરાંત મેળવવા ઉતવાળો થાય જ, એટલે જ તો જે કહેવાયું છે તે સાચું જ છે કે ‘ધરતીનો છેડો ઘર’. જ્યાં વસવાથી જીવને પરમ શાંતિ, આરામ, પ્રેમ અને લાગણીભીની એક છત મળતી હોય, તેનાથી થોડા દિવસ પણ વિયોગ સહન કરવાનો આવે તો એને ઘર ઝુરાપો સતાવવા લાગે છે, દુનિયાના કોઈ પણ હસીન છેડે તે રહેતો હશે તોયે તેને થાય જ કે 'ક્યારે ઘરભેળો થાવ ને નિરાંતનો શ્વાસ લઉં !'
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) આંગણામાં આપણે ફૂલ છોડ વાવ્યાં હોય તો ઘરની શોભા વધી જાય છે. આ ફૂલ કરમાઈ જાય ત્યારે આંગણું પણ કરમાઈ ગયું હોય તેવું લાગ્યા કરે. આવું અમેરિકામાં લગભગ છ મહિના રહે. આપણે ભારતીયો ખૂબ નસીબદાર છીએ આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ […]
(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર) નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.] અત્યારે જયારે વેકેશનનો માહોલ જામી ગયો છે ત્યારે મનમા વિચાર આવે છે કે ‘ક્યાં ગયા એ દિવસો !!’ એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જગાણીભાઈનો (પાલનપુર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી શકો છો. ] કેલેન્ડરમાં નજર પડી. અરે ફાગણ શરુ થઇ ગયો! ફાગણના આગમનની જાણ કેલેન્ડર થી થાય એ ઘટના શરમની ગણાય. થોડા સમય પહેલા બાલારામ […]
[ ‘હલચલ’ સામયિકમાંથી સાભાર.] કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. […]
જીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃતિ તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા […]
[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.] ઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય […]
[પુનઃપ્રકાશિત] એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું ! માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી […]
[ ચિંતનાત્મક નિબંધોના પુસ્તક ‘મનોમંથનની વાટે’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી નવનીતભાઈનો (પાટણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26467180 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણા ઘડવૈયા આપણે માણસ ઘડાય […]