કહેવાય છે કે હસે તેનું ઘર વસે, તો પ્રસ્તુત છે કેટલાક હસ્તા 'ક્ષર' જેનું સંપાદન તરંગભાઈ હાથીએ રીડગુજરાતીને મોકલ્યું છે.
વિભાગ : હસો અને હસાવો
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે તમે એવું બોલેલા કે નેતાઓ ખાલી વાયદાઓ જ કરે છે. આરોપી : જી સાહેબ, પણ મેં પોલીસને એવું કહેલું કે હું આપણા દેશની વાત નથી કરતો. પણ પોલીસ કહે અમને બુદ્ધિ વિનાના સમજે છે? શું અમે નથી જાણતા કે તું કોની વાત કરે છે?
લૉકડાઉનનું પહેલું ચરણ વિધિવત્ ૨૫મી માર્ચ, ૨૦૨૦થી આરંભાયું; પરંતુ, મારું લૉકડાઉન એ પહેલાં એક મહિનાથી શરૂ થઈ ગયું હતું - મારી કમર લૉક થઈ જવાને કારણે. એટલે લૉકડાઉનના અનુભવની દૃષ્ટિએ હું ઘણો સિનિયર છું.
આજે રીડગુજરાતી વેબસાઇટ અને તેની સાથે મૃગેશભાઈએ શરૂ કરેલું આપણી ભાષાના સંવર્ધન અને પ્રસારનું આ અદ્રુત માધ્યમ અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ અત્યંત હોંશથી વાવેલા અને ખંતપૂર્વક ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.. હેપ્પી બર્થડે રીડગુજરાતી..
મીના બેને ઘડિયાળમાં જોયું, બપોરનો એક થવા આવ્યો! મહેશ હવે આવતા જ હશે. તેને હાથ થોડો ઝડપથી ચલાવવા મંડ્યો, સેલડ તૈયાર કરી નાખ્યું, અથાણાંનો ડબ્બો તૈયાર કર્યો, હવે શું બાકી છે વિચારતા યાદ આવ્યું, હા છાસ બાકી છે! પુત્રવધુ લાવણ્યાને કહ્યું, "બેટા, છાસ વલોવી નાખ અને ડાઇનિંગ ટેબલ તૈયાર કરી નાખ!"
આજે સ્વ. શ્રી મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિ છે. વર્ષો વીતતા જાય છે પણ પોતાના કાર્યથી અને ભાષા માટે કરેલી અપ્રતિમ મહેનતથી મૃગેશભાઈ આજે પણ અનેક સર્જકો, વાચકો અને ભાવકોના હ્રદયમાં ધબકે છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે એવો શિરસ્તો કર્યો છે કે મૃગેશભાઈની પુણ્યતિથિએ તેમના જ અપ્રસિદ્ધ હાસ્યલેખોમાંથી કૃતિ મૂકવી. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે તેમનો લેખ 'ચર્ચા જ ચર્ચા..' અને આજે તેમની પુણ્યતિથિએ પુણ્યતિથિએ કાયમ હસતા, ઉત્સાહી અને કાર્યક્ષમ એ ચહેરાને, એ વ્યક્તિને યાદ કરીએ, અચાનક જ જુદા પડી ગયેલા એ ગયેલા મિત્રના આત્માને પરમ શાંતિ મળે તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના..
કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી કબજીયાત હતી. શરૂઆતમાં મે ખાસ ધ્યાન ન આપ્યું. કિન્તુ જ્યારે આ દશા લાંબો સમય ચાલી ત્યારે કંઇક ઉપાય કરવાનો વિચાર આવ્યો.
‘પલ્લવીબેન, અમારી પૌલુ (પૌલોમી) નું નક્કી કરી દીધું છે, આ રવિવારે સાંજે ૬ વાગ્યે સગાઇ અને પછી સ્વરુચિ ભોજન રાખ્યું છે, તમે બંને જણ આવી જજો.’ ‘ખૂબ ખૂબ અભિનંદન સરલાબેન. તમે જેવું શોધતા હતા એવું સાસરિયું મળ્યું ને પૌલુને?’ ‘અરે હા રે પલ્લવીબેન, કુંડળી મેળવીને જ કર્યું છે, તમે માનશો નહિ પણ બંનેના ૩૬ માંથી ૩૨ ગુણાંક મળતા આવે છે.’ ‘શું વાત કરો છો, સરલાબેન ? છોકરા–છોકરીના આટલા બધા ગુણાંક મળતા આવે તે તો ઘણી જ સારી વાત કહેવાય.’
‘એમ ત્યારે ! હવે તમે આપણી નાતમાં !’ આધુનિક કવિતાની જેમ સ્નેહીની વાતમાં એકદમ ઍબ્સર્ડ તત્વ પ્રવેશ્યું એટલે હું જરા ગૂંચવાઈ ગયો. મને ગૂંચવાઈ ગયેલો જોઈ એ સબોલ્યો, ‘તમે સમજ્યા નહિ. આપણી નાતના એટલે સિનિયર સિટીઝન ! હું બે વર્ષ પહેલાં સિનિયર સિટીઝન થઈ ગયો હતો. તમે બસનો પાસ કઢાવ્યો?’
ફોરેનર : હેય, વોટ ઈઝ લંગરિયા? દેશી : અંઅઅઅ... ઓ.કે. લિસન.. ફર્સ્ટ વી ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયા? ઈટ્સ યુઝ ઈન અવર દેશી લોકલ મકાન્સ. ઈફ ડોન્ટ હેવ નળિયા ધેન ગુડ ઢેખાળા ઓલ્સો ફાઈન. ધેન વી આર વિટિંગ દોરી ઓન ઈટ, માંજા યુ નો.. ધેન ઈટ્સ લડાવિંગ વિથ ઈચ-અધર્સ લંગરિયા વિથ અ દેશી ગલી વોર સ્લોગન.... આઈ જાવ પાઈ જાવ...લંગરિયા લડાઈ જાવ..
‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’ પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે.
એક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખેતરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન શોધ્યો. ઊંઘરેટી આંખે ફોનનું લીલું બટન દબાવ્યું. સામેથી મીઠડો અવાજ આવ્યો કે, "હેલ્લો, પરમના ડેડી બોલે છે?"