મિયાંં લબ્બે. પથારીમાં પડેલા પણ ઊંઘ આવે નહીં. વાણિયો અને શેઠાણી મોડી રાત સુધી જાગેલાં. લબ્બેજી સૂતેલા બહાર, પણ કાન અંદર. સોનાની વાત સાંભળી એટલે બેઠા થઈ ગયા. બારણાની તિરાડમાંથી અંદર નજર કરી. લબ્બેજીની આંખ ફાટી ગઈ. ઝવેરાતનો આખો ઢગલો પડેલો. વાણયાએ બધું એક થેલામાં ભર્યું. મિયાંં ખુશ થઈ ગયો. વાણિયાની ચાલાકી જોઈને તેનાથી બોલી જવાયું, “શાબાશ, વાણિયા !” પછી તો શેઠાણીએ દીવો ઓલવી નાખ્યો. લબ્બેજી પથારીમાં પડ્યાં.
વિભાગ : હસો અને હસાવો
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. 'વાર્તામેળો' અંતર્ગત પ્રસ્તુત છે રિયા શાહની વિજેતા વાર્તા દાદા, દાદી અને હું.
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. 'વાર્તામેળો' અંતર્ગત પ્રસ્તુત છે મમતા રાજપૂતની વિજેતા વાર્તા કીડી અને હાથી.
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ વિચારવલોણું પરિવાર અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. એ અંતર્ગત અંધ કન્યાશાળા, અમદાવાદના સવિતા પટેલિયાની વિજેતા વાર્તા 'મૂર્ખાઓનું ગામ' પ્રસ્તુત છે.
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. એ અંતર્ગત પ્રસ્તુત છે મિતિ ઠાકોરની વિજેતા વાર્તા ઉત્તર-રાયણ.
આ સીઝનમાં ઉપરાઉપરી ત્રણચાર વાર કેરી નબળી આવી – સબળા ભાવની હોવા છતાં, અને હું ખરીદવા નહોતો ગયો છતાં ! ત્રણ-ચાર વરસ પહેલાં સ્વયંસ્ફુરણાથી ઊંચા ભાવની કેરી, હૃદયના એથીય ઊંચા ભાવથી હું ખરીદી લાવ્યો હતો અને તે પણ થોડીઘણી નહિ – ત્રીસ કિલો. પણ બહુ દિવસ સુધી કેરીનાં પાકવાનાં કોઈ ચિહ્નો જણાયાં નહિ એટલે પાકવાની આશા છોડી દઈ કાપવાની શરૂ કરી. એ દરેક કેરી ફેંકી દેતી વખતે મારા અણઘડપણા પર, મારા ઉડાઉપણા પર જે પસ્તાળ પડી હતી એનું વર્ણન થઈ શકે એમ નથી.
મારે ઓચિંતાનું સુરત જવાનું થયું.. કીધું'તું, પણ તોયે 'થોડો મોડો' ઉઠાડયો' તેવા મનમાં, બીજાની ન થઈ હોય તો પણ; ભૂલના ભતકડાં કાઢતો અને પશ્ચાતાપના પરમાણુઓ જન્માવતો રીક્ષામાં બેઠો! કાયમ રિક્ષાવાળા અને મુસાફર વચ્ચેના 'એપી સેન્ટર' જેવા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા મીટર તરફ, ઊંટ પાણી પીવા ડોકી નીચી કરે તેમ, ઝૂક્યો. ત્યાં રિક્ષાવાળો અમુક રકમ બોલ્યો... 'મનના મીટર' અને રિક્ષાના મીટર કદી ટેલી ન થાય તે મુજબ મેં કીધું "આટલા બધા ન થાય."
“ઓ… રાજેશ” મેં ચાલુ સ્કુટીએ જ મારો કૉલેજ મિત્ર દેખાતાં બૂમ મારી અને પછી સ્કુટીને રોડની સાઈડ પર ઊભું કર્યું. રાજેશને પહેલાં તો ખબર ના પડી પણ પછી તરત પોતાનું બાઈક વળાવીને મારી પાછળ આવ્યો. “ઓહોહો… શાહસાહેબ તમે?” – રાજેશ “અલ્યા સાહેબ કેમ કે છે?” “યાદ નથી. કૉલેજમાં અમે તને બધાં સાહેબ જ કહેતાં.”
એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ. બહું જ દુઃખી થતા થતા પોલીસને કહ્યું: સાહેબ મારા પતિ બે દિવસથી ઘંટીએ ઘંઉ દળાવવા ગયા છે. આજ સુધી પાછા નથી ફર્યા" પોલીસ: "તો બહેન તમે અત્યાર સુધી શું કર્યું?" મહિલા: "શું કરું સાહેબ પરમ દિ' મગ-ભાત બનાવ્યા, કાલે બટાટા પૌંઆ અને આજે મને નહોતી ભાવતી તો ય ખીચડી મૂકીને આવી છું."
જ્યાં સુધી ફાંદ ન હતી ત્યાં સુધી એમ માનતો હતો કે ફાંદ એ સમૃદ્ધિની નિશાની છે. પણ માંડ જરા ફાંદ વધી ત્યાં ડૉક્ટરોએ મારી પત્નીના મગજમાં ઠસાવી દીધું કે ફાંદ એ બીમારીનું ઘર છે. હસુભાઈનાં પત્ની માને છે કે ધુમ્રપાન બીમારીનું ઘર છે તેથી હસુભાઈ બીડી-સિગારેટ ઘરની બહાર મૂકી આવે છે. એ રીતે હું મારી ફાંદને બહાર મૂકી આવી શકતો નથી. કોઈકે મારી પત્નીને કહ્યું કે સવારે ચાલવાથી ફાંદ ઊતરે છે અને મારે વહેલી સવારે ચાલવા જવું જ પડશે એમ ઠરાવાયું. એમ કરવામાં ભલે હું ઠરી જાઉં. પહેલા બે-ચાર દિવસ તો હું ઊઠ્યો ત્યારે વહેલી સવાર નહોતી. મોડી સવાર થઈ ગઈ હતી. આ બહાનુ મને બેચાર દિવસ કામ લાગ્યું.
ડૉક્ટર સાહેબ તમે ચર્મરોગ નિષ્ણાત કેમ બન્યા? એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે. *** ક્રિકેટનો સટ્ટો સાવ નક્કામો... હું કાલે રૂ.૨૦૦૦/- હારી ગયો. મને એમ કે ભારત જીતી જશે એટલે રૂ.૧૦૦૦/- નો દાવ ખેલ્યો હતો. તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો? બીજા ૧૦૦૦ હાઇલાઇટ્સમાં લગાડ્યા હતા.
હમણાં એક વિદ્વાને લખેલો લેખ વાંચ્યો. એમણે કહેલું કે ગુજરાતના આત્મકથા સાહિત્યમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ જૂજ છે. એવું કેમ? મને ખબર છે એવું કેમ? હું નહીં કહું કહું કારણકે... નહીં કહેવાનું કારણ પણ હું નહીં કહું. પણ ચાલો એ ખોટ પૂરી કરવા પુરતું હું મારી આત્મકથાનું એક પ્રકરણ કહું. તો વાત એમ છે કે નાનપણથી મને ગાવાનો બહુ જ શોખ ને પ્રભુજીએ મને મધુર કંઠની બક્ષિસ આપેલી નહીં. આપણે નાના હોઈએ ત્યારે એવી કંઈ ખબર પડે નહીં એટલે હું મારા ગુજરાતી કમ સંગીત ટીચરને કહું, ‘બહેન મને ગાવામાં રાખોને,’ એ કદી મારી વાત સાંભળે જ નહીં. એ તો મને મૌખિક પરીક્ષામાં કવિતાગાન પણ ન કરવા દે. ઉલટાનું કહે, ‘તું ગાય છે તો મારાથી હાર્મોનિયમની ખોટી ચાવી દબાઈ જાય છે. તારે છેલ્લી લાઈનમાં બેસવાનું.’ આને અન્યાય કહેવાય કે નહીં? પણ એ વખતે મને બાલિકાઓના અધિકારો, નારીના અધિકારો વગેરે વિષે ખબર નહોતી, (ભારત દેશમાં કોઈને ય ખબર નહોતી) નહીં તો મેં આ મુદ્દે હડતાળ પાડી હોત. મેં બહુ જ બહુ જ કહ્યું ત્યારે એમણે શરત મૂકી, ‘તું જો ગણિતમાં સોમાંથી પંચાસી માર્ક્સ લાવે તો હું તને ગાવા દઈશ, સંગીત પણ શીખવાડીશ’. આ ય અઘરી શરત કારણકે ગણિતમાં ય આપણું ગાયન જેવું. પ્રભુજી એ આવડત પણ આપતાં ભૂલી ગયેલા! છતાં ય મેં મહેનત કરી, પ્રેક્ટીસ કરી, એ સિવાયની ય રીતો અજમાવી. (કઈ એ ન કહેવાય, છોકરાં ખોટું શીખે) અને વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં પંચાસી માર્ક્સ મેળવ્યા. પછી પડ્યું ઉનાળાનું વેકેશન. નવા વર્ષે સ્કૂલ શરુ થઈ ને મને ખબર પડી કે એ ટીચર તો સ્કૂલ છોડીને જતાં રહ્યાં. કેમ? મને ગાતાં શીખવાડવું પડે એટલે? શી ખબર!