હસો અને હસાવો

વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે ....[વાંચો...]

મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા માતા કે પિતાને મિષ્ટાન્ન જમાડે ....[વાંચો...]