[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] શ્વાસનું વર્તુળ છોડી વિસ્તરી શકતો નથી, માર્ગ મેં એવો લીધો, પાછો ફરી શકતો નથી. ખળખળી શકતો નથી કે આછરી શકતો નથી; હું નદી છું આંખની, કૈં પણ કરી શકતો નથી. પ્રશ્નનો ઉત્તર નથી, કિન્તુ ખુલાસો છું જરૂર; વાત મારી એટલે હું આદરી શકતો નથી. જખ્મની એક્કે નિશાની ક્યાં […]
વિભાગ : ગઝલ
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] આપણું આકાશ છોડી ક્યાં જશું ? ને ધરાની પ્યાસ છોડી ક્યાં જશું ? એક સાચો જણ મળ્યો છે ભીતરે, તે તણો સહવાસ છોડી ક્યાં જશું ? બે ઘડી છઈએં ન છઈએં જાણીએં, શ્વાસનો અજવાશ છોડી ક્યાં જશું ! બારમાસી વેદનાની ડાળ પર, પુષ્પ જેવું હાસ છોડી ક્યાં […]
[ ‘ગાય તેનાં ગીત’ પુસ્તકમાંથી સાભાર.] એટલો વિશ્વાસ તારે રાખવાનો હું બધા ધર્મો તજીને આવવાનો દીર્ઘતમ અંધારને નિરખી લીધો છે આંખને અંબાર શાને ભાળવાનો આ અભણ આદિ અગમ અંતો વિશે વ્યક્તમધ્યે જ્ઞાન કોને આપવાનો નભ હવા જળ સૂર્યજવાળા ને ધરા સાથમાં હું આપને પણ માંગવાનો આપણામાં આપણે રહેતા હશું એ […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] જરા જેટલી વાત ભારે પડી છે, ફૂલોથી મુલાકાત ભારે પડી છે. કદી બોજ લાગ્યો બીજાનો વધારે, કદી આપણી જાત ભારે પડી છે. ફકીરી હતી તો હતા સાવ હળવા, અમોને અમીરાત ભારે પડી છે. ન આંસુને પાંપણ ઉઠાવી શકે છે, તમારી આ ખેરાત ભારે પડી છે. ઉઠાવી […]
[‘કવિતાથી વધુ કંઈ નહીં’ પુસ્તકમાંથી સાભાર.] શબ્દની દીવાલ મારો પત્ર છે દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ? ઊડતો ગુલાલ મારો પત્ર છે આભ પરબીડિયું ને અક્ષર તારલા કેટલો વિશાળ મારો પત્ર છે શાહીને બદલે લખ્યો છે લોહીથી એટલે તો લાલ મારો પત્ર છે મેં […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayjagdish_16@yahoo.com સંપર્ક કરી શકો છો.] વધારે વાત કરવામાં ઘણી તકલીફ વેઠું છું ખરી ખોટી સમજવામાં ઘણી તકલીફ વેઠું છું. જૂની ખાટ્ટી અને મીઠ્ઠી મધુરી યાદ આવે છે. હવે નવ્વી છતાં કડવી ઘણી તકલીફ વેઠું છું. […]
કોણ માપે છે હૃદયની છાપને ? કોણ પૂછે લાગણીની જાતને ? બ્હારનો દેખાવ હોવો જોઈએ, સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને. આંખમાં આંખો પરોવી જોઈ લો, તારવીને આપશે એ સાચને. એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે, ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ? એ જ મારે, એ જ તારે છે સમય, કોઈ […]
સરોવરમાં તમે તો કાંકરીચાળો કરી બેઠાં, ખબર છે ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠાં ? હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો, નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠાં ? અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતાં સઘળા, તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા ? લગાવ્યો છે ઋતુઓનો અમે […]
વાત ગમતી રોજ ચર્ચાયા કરે આંખમાં બસ તું જ અંજાયા કરે ! લાગણી કોયલ બની ગાતી રહી, રોજ ટૌકામાં તું દેખાયા કરે ! બાગને તો અવદશા છે ભાગ્યમાં પાનખરનો ખેલ ખેલાયા કરે ! એષણા ધુમ્મસ બની ગંઠાય ગૈ, શ્વાસ આછા તોય મૂંઝાયા કરે ! હું ઉલેચું તોય તારા કંઠનો, ઝાંઝવા […]
અધૂરા વાયદાઓની તને ફરિયાદ કરવી છે, સૂણો જો ધ્યાન દઈને તો હૃદયની વાત કરવી છે. કરી છે લાખ ક્ષતિઓ અમે અણજાણતા રહીને, કરો જો માફ તો ગુન્હાતણી કબૂલાત કરવી છે. સાથે કશું કોઈ જીવનમાં લઈ નથી જાતું- કરે સૌ યાદ સદા એવી મુલાકાત કરવી છે. અમારી ચેષ્ટાઓને ભલે સમજી શક્યું […]
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] એકને એક બે થાય ખોટું નથી, ને અગિયાર કે’વાય ખોટું નથી. આજ રસ્તો ય ચાલ્યો ગયો ક્યારનો, એકલા પગ અમૂઝાય ખોટું નથી. ફૂલ પણ સાંજ પડતાં ખરી જાય છે, કામમાં આંસુ લેવાય ખોટું નથી. ચોતરફ ભૂખને ભૂખ દોડ્યા કરે, ભાગતાં કોળિયો થાય ખોટું નથી. બારણાં એટલે કાયમી […]
[‘કવિતા’ સામયિકમાંથી સાભાર.] સદાય એક સમો થનગનાટ ના પણ હોય. હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય. ત્રણેય લોક ગઝલમાં સમાવી લઉં છું હું, અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય. છતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે, અમુક-અમુકના દિવાઓમાં વાટ ના પણ હોય. તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો, દરેક જિંદગીઓ […]