ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ વ્યક્તિને ડિપ્રેસન તરફ દોરી જાય છે. શું લોકો ઈન્ટરનેટને લીધે ડિપ્રેસ થયા છે. સંશોધકોએ આવી રીતે ડિપ્રેસ થયેલા લોકોનો એક અલગ વર્ગ શોધી કાઢ્યો છે જેને સામાન્ય રીતે "ઈન્ટરનેટ એડિક્ટર્સ" કહે છે. જે લોકો કામમાં વ્યસ્ત છે અને ઈન્ટરનેટનું વ્યસન ધરાવે છે તેમના માટે ઈન્ટરનેટ પર વીતાવવામાં આવતા સમયને અંકુશમાં લાવવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેઓએ ઈન્ટરનેટ પર પસાર કરેલ સમય તેમના રોજિંદા જીવન પર, સામાજિક જીવન પર ખરાબ અસર કરે છે.
વિભાગ : અન્ય લેખ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા. તેઓ કુલ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી લડીને તે તમામ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યાં છે. કરુણાનિધિને લોકો પ્રેમથી કલાઇગ્નર એટલે કે કલાકાર તરીકે સંબોધતા હતા. તમિલનાડુને સામાજિક અને આર્થિકરીતે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ભારતીય રાજનીતિમાં પણ તેઓનું યોગદાન અતુલનીય છે. મુથુવેલ કરુણાનિધિને બાળપણથી જ લેખનકાર્યમાં રુચિ પેદા થઇ ગઈ હતી. પણ, જસ્ટિસ પાર્ટીના નેતા અલાગિરીસામીના ભાષણોએ તેમનું ધ્યાન રાજનીતિ તરફ કેન્દ્રિત કર્યું.
ડેભોલ નદીને કિનારે એક નાનકડું ગામ આવેલું હતું. આ ગામ ખૂબ જ રળિયામણું લાગતું હતું. ગામની અંદર પ્રવેશ કરતા ત્રણ રસ્તા પડતા અને ત્રણે રસ્તાઓ પર તો ધૂળ ગોટેગોટ ઉડતી, આકાશ આંબી જતી હતી. આ કાચા રસ્તે તો નાના છોકરાં, કુતરાં, ગધેડાં, ઢોર, બળદગાડાં, ઉંટગાડી બધાની અવરજવર પર વૈશાખી વાયરો મન મૂકીને ફૂંકાતો રહેતો કે જાણે આગલા જન્મારાનું વેર કાઢવા બેઠો હોય. રસ્તાની ડાબી બાજુ રામાપીરનું સોહામણું મંદિર આવેલું હતું, જેની ઉપર લહેરાતી લાંબી ધજાપવન સાથે બાથંબાથ કરી રહી હતી. મંદિરમાં રામાપીરની આરતી સવાર–સાંજ નિયમીત થતી અને ઢોલ નગારાંના નાદ બાજુના ગામ સુધી સંભળાય એવા જોરશોરથી વાગતા. ભક્તો મોડી રાત સુધી ભજનકીર્તન કરે, તેમાંય ઉજળીયાત કોમ ગણીગાંઠી આવતી પણ ઠાકોરો, રાવળ વગેરે કોમના લોકો મોડી રાત સુધી તબલાં મંજીરા અને પખાવજ સાથે ભગવાનના ભજન ગાવામાં લીન બનતાં.
મૂળ અમેરિકન એવાં ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક જેમ્સ આઈવરી (James Francis Ivory)ને આ વર્ષે યોજાયેલાં ૯૦માં અકાદમી એવોર્ડ સમારંભમાં ફિલ્મ ‘call me by your name’ માટે શ્રેષ્ઠ એડપ્ટેડ સ્ક્રીનપ્લેની શ્રેણીમાં ઓસ્કર એટલે કે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. અકાદમી એવોર્ડના ઈતિહાસમાં તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ (૮૯ની) વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે. જેમ્સ આઈવરી અગાઉ ભારતીય મૂળનાં ઈસ્માઈલ મર્ચન્ટની સાથે ભાગીદારીમાં (મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ) અભિનેતા શશી કપૂરને લઈને ઘણી ફિલ્મ્સ પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરી ચૂક્યા છે. જેમાં શશી કપૂર સ્ટારર ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપિયર વાલાહ (૧૯૬૫), બોમ્બે ટોકી (૧૯૭૦), ઇન કસ્ટડી (૧૯૯૩) વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઇ જગ્યા હશે જયાં પક્ષીઓની વસ્તી જોવા ન મળે એટલે જ માનવજીવન સાથે પક્ષીઓનો ઘનિષ્ઠ સબંધ રહેલો છે. કુદરતી સંતુલન જાળવવામાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે. માનવી પ્રવૃત્તિઓની ચહલપહલ સાથે પક્ષીઓએ પણ અનુકુલન સાધી લીધું છે. પોતાના સુંદર રંગો અને વિવિધતાસભર સ્વરો દ્વારા અલૌકિક આકર્ષણ ઉભું કરે છે જેને નિહારતા, સાભળતાં અને સમજવાનો પ્રયત્ન કરતાં આપણને તે પ્રકૃતિની નજીક લઇ જાય છે એટલે જ પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષીઓ સૌથી આપણી નજીક હોય છે.
‘ગયા જનમમાં જરૂર તું સાઉથ ઈન્ડિયન હોઈશ.’ એવું મને ઘણાંએ કહ્યું છે. મારા સાઉથનાં વ્યંજનો પ્રત્યેનો પ્રેમ જોઈને જ મારા મિત્રોએ મને આવું કહ્યું છે. એમાં પણ ઈડલીનું નામ આવતાતો હું સઘળું ભૂલી જઊં. બચપણથી મને ઈડલી-સાંભાર ખૂબ જ ભાવે. મારી શાળામાં એક બહેન બપોરની રીસેસમાં ઘરનો બનાવેલો ગરમ અને સૂકો નાસ્તો લઈને આવતા. કોઈ દિવસ એ ગરમ નાસ્તામાં ઈડલી પણ લાવતા. અને તે દિવસે આપણે એ ઈડલીતો ખાવાની જ. એના માટે હું હંમેશા પૈસા બચાવીને રાખતી. ૨ રૂપિયામાં નાની સ્ટીલની ડીશમાં ઈડલી અને ગુજરાતી તીખી દાળ આપતા. આજે પણ જ્યારે હું ઈડલી-સાંભાર ખાઉં છું ત્યારે એ દાળને અચૂક યાદ કરું છું. મારી મમ્મી પણ રસોઈકળાની નિષ્ણાંત, ઉપરથી મારા એક માસી તમિલનાડુમાં રહે છે. તેથી મમ્મીનો ઈડલી-ઢોસામાં હાથ જામી ગયેલો. એટલે મહિનામાં એકાદવાર ઈડલી-સાંભાર-ચટણી તો અચૂક જ ખાવા મળે.
ઘર ચકલીએ દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. જે વિશ્વભરમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બધે જ જોવા મળે છે. માનવ વસ્તી સાથે હળી-મળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત્ત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત કરી નાખે છે. ચકલી વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારનાં નામથી ઓળખાય છે. દા.ત., હિન્દી ભાષી તેને ગૌરૈયા, તામિલનાડુ અને કેરાલીયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચિમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર, પંજાબીઓ ચૈર ઇન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે. બાળપણમાં સૌથી પહેલા જોયેલું, ઓળખેલું તેમજ સવારના સમયે ચીં... ચીં... એવા ગુંજનાદ વડે વાતાવરણને ગુંજવી દેતું પક્ષી એટલે ચકલી
માયાનગરી મુંબઈનાં સૌથી હેપ્પનિંગ વિસ્તાર એવાં જૂહુનાં સાંસ્કૃતિક કેન્દ્ર ‘પૃથ્વી થિયેટર’ની વ્યસ્તતા વચ્ચે વ્હીલચેયર પર એક સ્થિતપ્રજ્ઞ સિતારો. ભીડમાં અનુપસ્થિત. અભિનેતા શશી કપૂરની આ અંતિમ છબિ તેમનાં અનેક ચાહકોનાં હદયમાં અંકિત થઇ જશે. પણ, આ છબિની સાથે શશી કપૂર તે સિનેમાવૃત્ત પણ પૂર્ણ કરીને ગયાં કે જે થકી ક્યારેક સુંદર કળા ફિલ્મોને સંપૂર્ણતા પ્રાપ્ત થતી હતી. પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા રચવામાં આવેલા આ ‘પૃથ્વી થિયેટર’નાં હરતાં ફરતાં ટોળાની સાથે પચાસનાં દાયકામાં તરુણ શશીએ પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સિનેમાની દુનિયામાં એક મજબૂરીનાં કારણે વર્ષ ૧૯૬૦નાં દાયકામાં પ્રવેશ્યાં અને માયાનગરીનો સૌથી ચમકતો સિતારો બન્યાં. પણ, થિયેટર હંમેશાં તેમનો પ્રથમ પ્રેમ રહ્યું અને વર્ષ ૧૯૭૮માં પત્ની જેનિફર કેન્ડલની સાથે મળીને તેમણે ‘પૃથ્વી’ થિયેટરની ફરી વખત સ્થાપના કરી. શશી કપૂર જ્યાં સુધી સ્વસ્થ રહ્યાં ત્યાં સુધી પોતાનાં રંગમંચમાં ભજવાતાં દરેક નવાં નાટકનાં પ્રથમ દર્શક બનીને રહ્યાં.
(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી ૨૦૧૮ના અંકમાંથી સાભાર) માણસ જીવનભર સતત કાર્યો કરે છે, પરંતુ નિઃસ્વાર્થભાવે, પ્રેમભાવે, નિરપેક્ષભાવે કોઈ પણ કર્મ કરે તો એ પુણ્યનું કર્મ બની જાય છે. સાવરકુંડલામાં એવી અસાધારણ ઘટના બની. એક શિક્ષકે પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ સુધી હૈયાની ઊલટથી, વિદ્યાર્થીઓ માટેના પ્રેમથી ભણાવ્યું. શાળાના સમય પછી ઉત્તમ કૃતિઓનો આસ્વાદ […]
વર્ષોથી એક વાલ્મિકી જાતિના બેન અને તેમની બે છોકરીઓ નડિયાદમાં મારું ઘર છે એ સોસાયટીમાં કચરો ઉપાડે, મેલું સાફ કરે, ગાયોએ કરેલા પોદરા અને કૂતરાઓએ ઓકેલું દૂર કરી રસ્તાઓ ચમકાવે.. ટૂંકમાં મારી શેરીને સવચ્છ અને સુઘડ રાખનારા માત્ર અને માત્ર આ ત્રણ લોકો... જેના વળતર પેેટે ઘરદીઠ મહિને ૧૫ રૂપિયા પણ લોકો જીવ બાળીને આપે.. બોનસમાં અસ્પૃશ્યતા અને ધૂત્કાર તો ખરા જ.. એક દિવસ મારી મમ્મીએ એ બેનની નાની છોકરીને મારા ઘરના ઓટલા પર બેસીને જમાડી તો તે બેનની આંખમાં આભારના આંસુ છલકાઈ આવ્યા.. આ બેનનો એક છોકરો નગરપાલિકાના સંડાસ-બાથરૂમ સાફ કરે, અને પતિ તો નાની વયે જ દેશી લઠ્ઠો પીને દુનિયા છોડી ચાલ્યો ગયો હતો. હું રવિવારે ઘરના હીંચકા પર બેઠો બેઠો આ લોકોને જોતો હતો ત્યારે મને એમ થયું કે આ પરિવારના કોઈ સભ્યને જો અનામત દ્વારા સારું શિક્ષણ મળે, નોકરી મળે તો મને કોઈ જ વાંધો ન હોય. સાચું કહું તો આખા સમજદાર સવર્ણ સમાજને વાંધો ન હોવો જોઈએ.
(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ પરમારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો laxmisons@hotmail.com પર સંપર્ક કરી શકો છો.) અમે બે મિત્રો એક વખત આ દુનિયા દુઃખથી ભરેલી છે, તે વિષય ઉપર ચર્ચા કરતા હતા. તેમાં મારા મિત્રે એક ઘટસ્ફોટ કર્યો કે, “મારી દ્રષ્ટિએ આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર […]
(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) “અરે વાલજીભાઈ, આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા સુરેશ અને રમેશ ક્યાં ગયા ?” “અરે ના હોં… છોકરાઓને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ? […]