[‘ઘરશાળા’ સામાયિકમાંથી સાભાર.] માનનીયશ્રી વૈજ્ઞાનિકો, ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવાય છે અને તેથી આપણા દેશમાં અને દુનિયાના બીજા દેશોમાં ‘સાયન્સ ડે’ ઊજવાય છે. આ દિવસ એટલા માટે ઊજવાતો હોવો જોઈએ કે આપ તમે સર્વે જે શોધો કરી છે એ બધી જ શોધોનું માન આખરે તો આપ સર્વેને જ જાય […]
વિભાગ : અન્ય લેખ
[ સ્વતંત્રતાની ચળવળ હિંસક અને અહિંસક એમ બે પ્રકારની હતી. અહિંસક ચળવળમાં સત્યાગ્રહને માર્ગે ચાલનારા સ્વાતંત્ર્યસેનાનીઓને તો આપણે જાણીએ છીએ પરંતુ જેઓ હિંસાના માર્ગે અર્થાત જોરદાર સામનો કરીને અંગ્રેજ સરકાર સામેની લડતમાં શહીદ થયા હતાં તેમનું આજના સ્વાતંત્ર્યદિને સ્મરણ કરીએ. સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભકામનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે […]
[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર.] પ્યારી પુત્રી કાવુરી (કાઓરી), તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એક સાથે ત્રણ ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને […]
[ ઝોહરા સેગલ દ્વારા લિખિત આ કૃતિનો અનુવાદ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યો છે અને તેને ‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર લેવામાં આવી છે.] પંજાબમાં થોડાંક ગામડાંનું બનેલું એક રજવાડું હતું. એનું નામ સમુંદ્રી. સમુંદ્રીના જમીનદાર મૂળ પેશાવરના વતની એક હિંદુ પઠાણ હતા. પૃથ્વીરાજ કપૂરના એ દાદા. નાનપણથી ‘પૃથ્વી’ને નાટકનો ભારે […]
[‘બાલમૂર્તિ’ સામાયિક મે-2011માંથી સાભાર.] આપણે શાળાઓમાં જઈને જોઈશું તો શિક્ષકો મોટો અવાજ કાઢી ભણાવતા જોવામાં આવશે. આનાં કારણોમાં એક કારણ શિક્ષકની પોતાની તાણીને બોલવાની ટેવ હોય છે. આ ટેવ આપણામાં એટલી રૂઢ છે, કે તે છે કે નહિ તેની આપણને ખબર જ નથી પડતી. આપણો આખો સમાજ આ કુટેવમાં છે […]
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2009માંથી સાભાર.] ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’ એવું ઉમાશંકર જોશીએ ભલે કહ્યું હોય પણ મને તો નાનપણથી લઈને આજ સુધી, ગમે તેટલા કામની વચ્ચે પણ ફૂલ-ઝાડ માટે વખત મળી જ રહ્યો છે. આમ તો હું ગયા કે આવતા એવા કોઈ ભવમાં નથી માનતી. મને કાયમ માત્ર […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] નજર નજરનો ફરક પડી જાય છે. કહેવાય છે કે જેવી દષ્ટિ એવી સૃષ્ટિ. હનુમાનજી સીતામાઈની શોધમાં લંકાની અશોકવાટિકામાં પહોંચ્યા, ત્યારે એમણે સીતાજીની આસપાસ ખીલેલાં ફૂલોનો રંગ રાતોચોળ જોયો. હકીકતમાં એ ફૂલ સાવ સફેદ હતાં, પરંતુ હનુમાનજી કોપાયમાન હતા, રાવણને પાઠ શીખવવા આવ્યા હતા એટલે એમની ક્રોધે […]
પ્રવાસ માટેનો ઉત્તમ સમય એટલે ઉનાળુ વેકેશન. આ દિવસોમાં મોટાભાગના પરિવારો નાના-મોટાં પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. આ આયોજનોમાં વોટરપાર્ક અને સાયન્સ સીટીનો સમાવેશ થતો હોય છે. મનોરંજન અને જ્ઞાન-વિજ્ઞાનના હેતુથી આપણે આ પ્રકારના સ્થળોની મુલાકાત લઈએ તે સારું છે પરંતુ ક્યારેક સાવ જુદા પ્રકારના પ્રવાસનું આયોજન કરીને આપણી અગાઉ […]
[‘અખંડ આનંદ’ સામાયિક મે-2011માંથી સાભાર.] હર્ષ જમવાની ના પાડે છે, એને માટે પીઝા મંગાવી લઈએ, એ રાજી થઈને ખાશે; આજે દાળભાત ખાવાનો મૂડ નથી, પાણીપૂરી અને કુલફીનો પ્રોગ્રામ કરીએ; મને ઑફિસેથી આવતાં મોડું થવાનું છે એટલે બધી રસોઈને બદલે હું ઝટપટ નૂડલ્સ બનાવી નાખીશ; બેટા આજે લંચબૉક્સ નથી તૈયાર કર્યો, […]
વન્ય જીવોનું દાંપત્યજીવન અને તેમની સામાજિક વ્યવસ્થાથી આપણે આજે પણ અજાણ્યાં છીએ. પરંતુ કુદરતનો ખોળો ખૂંદી તેમની સામાજિક વ્યવસ્થા અને દાંપત્યજીવનમાં ડોકિયું કરનારાઓએ જ્યારે તેમની નજીક જઈ જે કંઈ જોયું અને અનુભવ્યું તેનાથી તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ મોઢામાં આંગળાં નાંખી ગયાં. તેમને ભારોભાર નવાઈ લાગી. અહીં પ્રેમ છે, વિરહ છે, […]
[ ગુજરાતી સાહિત્યમાં કેટલાક પુસ્તકો વિશિષ્ટ છે. કાવ્ય, ગઝલ, વાર્તા અને નિબંધથી સાવ અલગ પ્રકારનું સાહિત્ય આપણી ગુજરાતી ભાષામાં છપાય છે, જેની જાણ ખૂબ ઓછા લોકોને હોય છે. જૂનાગઢના શ્રી એલ.વી. જોશીભાઈનું આ પુસ્તક આ રીતે અનોખું છે. વર્ષના પ્રત્યેક દિવસને ઉજ્જ્વળ બનાવતા મહાનુભાવોની પ્રેરક ઝાંખી કરાવતું આ પુસ્તક વાંચવા […]
[પુનઃપ્રકાશિત : વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, […]