વૃક્ષ (એકાંકી) – લાભશંકર ઠાકર
[ ધોરણ-10ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી સાભાર લેવામાં આવેલી આ એકાંકીમાં મનુષ્યની સ્વાર્થવૃત્તિનું આલેખન કરવામાં આવ્યું છે. આજના યુગનાં સ્નેહના સંબંધો કેવા ઉપરચોટિયા, તકવાદી છે એનું અહીં આલેખન થયું છે. માણસ સ્વાર્થ માટે ઉપકારને ભૂલી જઈ, પોતાના આધારસ્તંભને ભૂલી જઈ એને નિર્મૂળ કરી નાખે છે. કુટુંબનું પાલનપોષણ કરનાર પુત્ર એક દિવસ અચાનક ઘરના આંગણામાં જ વૃક્ષ થઈ જાય છે. વૃક્ષ બનેલો પુત્ર મોટી આવકનું સાધન બને છે. ઘરની સ્થિતિ સુધરી જાય છે. પુત્રના કુટુંબીઓ એનો શક્ય એટલો તમામ ઉપયોગ કરે છે. પણ પછી એક દિવસ એવો આવે છે કે તે સુખસગવડની લાલસામાં નડતરરૂપ લાગે છે, ત્યારે વૃક્ષને કાપી નાખવાની આજ્ઞા પત્ની જ આપે છે. આમ, લાગણીના આવાં કોરાં પરિમાણોની સામે દીકરીના નિર્ભેળ સ્નેહને લેખકે એકાંકીમાં સુંદર રીતે વર્ણવ્યો છે.]
પાત્રો :
ચંપક; ચકુ; દાદા; ઈન્દિરા; છગનભાઈ; ડૉકટર દવે; બહેનપણી-1; બહેનપણી-2; પત્રકાર મિસ દારૂવાલા; એન્જિનિયર અને મજૂર.
[દશ્ય:1]
રંગભૂમિ પર એક નાના ઘરનું પ્રવેશદ્વાર, દ્વારાની પાસે ઓટલો. ઓટલાની બહાર ખુલ્લું કંપાઉન્ડ. વરસાદ અને પવનનો અવાજ સંભળાય છે. ઓટલા પર એક આઠેક વર્ષની કિશોરી આવે છે. છાપરા પરથી પડતી વરસાદની ધારાને હથેલીમાં ઝીલે છે. કૂદકો મારીને આંગણામાં આવે છે, વરસાદમાં ખૂબ ઉલ્લાસથી નહાય છે અને ગાય છે :
આવ રે વરસાદ
ઢેબરિયો વરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાનું શાક
ઓટલા પર કિશોરીના પપ્પા આવીને ઊભા રહે છે. એ સ્મિતપૂર્વક નહાતી પુત્રીને જોઈ રહે છે. કિશોરીનું ધ્યાન જતાં એ ઓટલા પાસે આવે છે.
ચકુ : ‘પપ્પા ! કેવો સરસ વરસાદ પડે છે. ચાલો નહાવા. મઝા આવશે.’
પપ્પા : ‘ના ચકુ. તું નહા.’
ચકુ : ‘ચલોને પપ્પા, બહુ મઝા પડશે.’
પપ્પા : ‘ના, મને શરદી થઈ જાય.’
ચકુ : ‘નહીં થાય પપ્પા, ચલો.’ (ચકુ પપ્પાનો હાથ પકડીને ખેંચે છે.)
પપ્પા : ‘ના….ના… ચકુ રહેવા દે. જો પડી જઈશ બેટા. લપસી પડીશ. હં…હં…’ (ચકુ પપ્પાને નીચે વરસાદમાં ખેંચી જાય છે. બંને નહાય છે.)
ચકુ/પપ્પા :
વધુ આગળ વાંચો »
એક અધૂરો ઈન્ટરવ્યૂ (એકાંકી) – નીલમ દોશી
[સાંપ્રત સમયની અનેક સમસ્યાઓને વાચા આપતું આ સુંદર નાટક તાજેતરમાં ભાવનગર ગદ્યસભા દ્વારા આયોજિત એકાંકી નાટ્યલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યું છે. રીડગુજરાતીને આ નાટક મોકલવા માટે લેખિકા નીલમબેન દોશીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]
સ્થળ : ગામનું પાદર (ચોતરો)
સમય : સાંજનો.
પાત્રો :
વડલાદાદા : (વડના વૃક્ષના વેશમાં પ્રૌઢ પુરૂષ) ઉજાસ : યુવાન પત્રકાર (પચ્ચીસની આસપાસની ઉમર ) આર્ય : (દસેક વરસનો છોકરો) ઇતિ: (દસેક વરસની છોકરી)
મોટો આર્ય : (વીસેક વરસનો યુવાન)
મોટી ઇતિ : (વીસેક વરસની યુવતી)
મૌલવીજી : (પચાસની આસપાસના)
જમના મા : (પ્રૌઢ ઉંમરની સ્ત્રી)
વિરાજ, અલતાફ : (સાત આઠ વરસના ભાઇ-બહેન)
આકાશ : (વીસેક વરસનો યુવાન….જમનામાનો પુત્ર)
મીક્ષા : (પચ્ચીસની આસપાસની યુવતી)
નિરાલી : (મીક્ષાની બહેનપણી..લગભગ તેની જ ઉંમરની)
ચૈતાલી : (સોળ વરસની આસપાસની યુવતી)
ઈરા, ઈશા, શિવાની : (સોળ, સત્તર વરસની છોકરીઓ)
રહીમ, ઇબ્રાહિમ : (વીસથી પચીસની આસપાસના યુવકો)
બે મજૂરો : (કોઇ પણ ઉમરના ચાલે)
વધુ આગળ વાંચો »
સંસાર – પ્રકાશ લાલા
[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ નાટક પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632. કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરવી...]
પાત્રો :
રેખાબહેન, રાકેશભાઈ
સંગીતાબહેન, મનસુખ કાકા
બીનાબહેન, રીટાબહેન
(સ્થળ : રેખાબહેનનું ઘર. સમય : સવારના અગિયારેકનો. રેખાબહેન રૂમમાં બધું સરખું કરી રહ્યાં છે. સંગીતાબહેન આવે….)
સંગીતા : ‘રેખાબહેન, આવું કે ?’
રેખા : ‘આવો, સંગીતાબહેન, આવો….’
સંગીતા : ‘આ તો જરા મેળવણ લેવા આવી તી….’
રેખા : ‘હા તે આવોને….’
સંગીતા : ‘મેળવણ પડ્યું છે, રેખાબહેન… ?’
રેખા : ‘હા, આપું પણ બેસો તો ખરાં…..’
સંગીતા : ‘ના રે, બાપ, બેસવાનો ટાઈમ નથી. (કહેતાં બેસે.)’
રેખા : ‘કેમ, બહુ કામ છે ?’
સંગીતા : ‘રેખાબહેન, કામનું તો પૂછશો જ નહીં ? હજી રસોઈ અડધી બાકી છે. એ કરીશ ત્યાં સાસુ-સસરાને જમવાનો ટાઈમ થઈ જશે. એમને જમાડીશ ત્યાં છોકરાંઓ સ્કૂલેથી આવી જશે. એટલે એમને જમાડવાનાં, પછી હું જમીશ. ને બધું આટોપી રહીશ ત્યાં કામવાળી બહેન આવી પહોંચશે. એ વાસણ ઘસીને, કચરાં-પોતાં કરીને જશે ત્યારે બરાબર બે વાગી રહેશે. બોલો છે બેસવાનો સમય મારી પાસે ?’
રેખા : ‘ના, હોં. આપણે બહેનોને તો કામનું ચક્કર ચાલતું જ રહેવાનું !’ (કહેતાં ઉભાં થાય…)
સંગીતા : ‘રેખાબહેન, પેલી બીનાડીનો ફોન આવ્યો હતો ?’
રેખા : ‘હા…. આજે સાંજે એમના ઘરે આવવાનું નિમંત્રણ આવ્યું છે….’
સંગીતા : ‘મનેય કહેવડાવ્યું છે… તે હેં રેખાબહેન, (પાછાં બેસી જાય….) શું કામ આપણને નિમંત્રણ આપ્યું હશે ?’
રેખા : ‘એ તો ખબર નથી.’
સંગીતા : ‘તે તમે પૂછ્યું નહીં બીનાને….’
રેખા : ‘મેં પૂછેલું ને… તો કારણ ના જણાવ્યું…. કહે ચોક્કસ આવજો… સાથે બેસીને ચા-પાણી કરીશું.’
સંગીતા : ‘હં… ચા-પાણી ! એ બહુ પાકી ને ગણતરીબાજ છે. એમને એમ આપણને ચા તો શું, પાણીય પાય એવી નથી.’
રેખા : ‘તો શું કામ હશે ? સંગીતાબહેન, તમે તો બીનાબહેનને પૂછ્યું જ હશે ને ?’
સંગીતા : ‘ના રે મારી બઈ, મને તો એવી પંચાત ને લપ કરવાની ટેવ જ નથી. હું ભલીને મારું કામ ભલું… (બોલતાં બોલતાં બહાર નીકળે…. રેખાબહેન એમની પાછળ પાછળ જાય…)’
રેખા : ‘તો શું હશે ?’
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



