કાવ્ય અને પદ્યસાહિત્ય

આંગણાની બહાર – જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ અને ઉઘાડી એક એક બારી જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી ! આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી ઝાડના આ લીલા તળાવણા તળિયે તો ભૂરું આકાશ ગયું જંપી ! વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો એને તારલાથી દીધો શણગારી. ક્યાંકથી અદીઠો એક […]

લગ્ન – ખલિલ જિબ્રાન

[‘વિદાય વેળાએ’માંથી સાભાર.] તમે બંને સાથે જન્મ્યાં, અને સદાને માટે સાથે જ રહેશો, હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો, અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો, પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે […]

પાકી જાય છે – મૃગાંક શાહ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મૃગાંકભાઈ (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે babham@hotmail.com સંપર્ક કરી શકો છો.] કુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે, આટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી જાય છે ? માનવી કેટકેટલો બોજ માથે રાખીને દોડ્યા કરે છે, દોડવું જ જીન્દગી છે એવું એના ભેજામાં કોણ […]

હૈયું – પ્રહલાદ પારેખ

હૈયાની જાણો છો જાત ? કે’વી હોયે કંઈયે વાત, તોયે કે’વી ને ના કે’વી, બન્ને કરવાં, એકી સાથ. વજ્જર જેવા એને થાવું, ફૂલ સમા યે બનવું સાથ, ક્યાં વજ્જર ? ક્યાં ફૂલડું ? તેને બન્નેનો કરવો મેળાપ. બિન્દુનું ગાવું છે ગાન, સિન્ધુનીયે લેવી તાન; દોસ્તી સૌ સંગાથે કરવી, નાનાં વા એ હોય મહાન. દુભાઈને ગાવું […]

ઢળતી સાંજ – જગદીશ દવે

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ઢળતી સાંજ તુલસી-ક્યારે પ્રગટતો ઘીનો દીવો દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર પૂજાઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુલહેરી હલકભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવવિભોર ધ્વનિ પાકગૃહેથી કર્તવ્યરત ગૃહિણીનાં કંકણોનો આવકારતો નાદ ભાંખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ સ્વર અને સુગંધનું અનુપમ મિલન….. આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો !

Copy Protected by Chetan's WP-Copyprotect.