કાવ્ય અને પદ્યસાહિત્ય

જીભને શિખામણ – ભટ્ટ કેશવલાલ હરિરામ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લખુડી, લખલખ કર મા, ભજ ભાવે ભગવાન. તર, આવી છે તક આ તુંને, મેલ સલુણી માન… લખુડી… વિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન. નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે શાન ?… લખુડી… ષડરસ ભોજન વિષમ વિસારી કર હરિરસનું પાન. અવસર જાય અરે આ અમથો, એ જ ખરેખર જાન… ....[વાંચો...]

બારી ઉઘાડતાં જ – મંગળ રાઠોડ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] બારી ઉઘાડતાં જ સવારે ધસી આવે છે અંદર તાજી હવા. પછી સામેનાં વૃક્ષો હલાવે છે હાથ અને પંખીઓ ઊડી આવે છે નજીક ચણ ચણવા. નજીક આવે છે ફૂલછોડ, અને સુગંધ. અને જો તમારા પર વિશ્વાસ હશે તો એકાદ પતંગિયું પણ કદીક લટાર મારી જશે ઘરમાં તમારા અને ડાળખી સમજીને બેસી જશે તમારા ....[વાંચો...]

આમંત્રણ – અનુ. ઋષભ પરમાર

[કેનેડાના શિક્ષક અને લેખક ઓરિયાહ માઉન્ટન ડ્રીમરની અછાંદસ કૃતિનો અનુવાદ.] તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ ? અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ. તમારી ઉંમરમાં પણ મને રસ નથી. પ્રેમ, સ્વપ્ન, અને જીવંત રહેવાના ....[વાંચો...]

ટ્યુમરને…. – ચન્દ્રકાન્ત ટોપીવાળા

કેમ છે ? મારી ચિંતા છોડી દે. તારી વાત કર. મારી જાણબહાર છાનીમાની તું અંદર ઘર કરીને બેસી ગઈ છે. ભલે પધારી. તું જરાયે સંકોચ ન રાખતી. હું તને પાળીશ, પોષીશ મારું રક્ત સીંચી તારી રક્ષા કરીશ. તને હસતી રમતી રાખીશ બસ, તું મને વળગેલી રહેજે લોકો ભલેને ચર્ચા કરતા. મને નથી પડી એની. હું ....[વાંચો...]

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

……………….સંગમાં રાજી રાજી ………….આપણ …………..એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, ……………………નેણ તો રહે લાજી. આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. ………………..લેવાને જાય ત્યાં જીવન ……………………..આખુંય તે ઠલવાય ! દેવાને જાય, છલોછલ ………………….ભરિયું શું છલકાય ! એવી એ આપલેને અવસરિયે પાગલ ………………………..કોઈ રે’ કહે પાજી ? આપણ એકબીજાના સંગમાં રાજી રાજી …………………..વીતેલી વેળની કોઈ ....[વાંચો...]

નારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ

નારી તું નારાયણીનું લેબલ લગાડી ફરતી યુગોયુગોથી ને ગણાતી તું સ્વાર્થરહિત સ્નેહની જ્વલંત મૂર્તિ. ત્યાગ અને સહનશીલતાની તું સાક્ષાત દેવી. અંબા, લક્ષ્મી અને સરસ્વતીરૂપે ઘેરઘેર તું પૂજાતી નમે સહુના મસ્તક આદરથી તોયે, કચડાતી પળેપળે, એડી તળે, પુરુષપ્રધાન સમાજની પરંતુ હવે સમય ગયો છે બદલાઈ જોઈને રૂપ આધુનિક નારીતણું મન ચઢે વિચાર ચગડોળે પુરુષને કચડવાની જીદમાં ....[વાંચો...]

લા-પરવા – મકરન્દ દવે

કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર, કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર, આવે ને જાય એના વેઠવા શા બોજા ? કોક દિન ઈદ અને કોક દિન રોજા. માન મળે, મળે ધનધાન, મળે સત્તા, પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા, વાહ ભાખે ....[વાંચો...]

ત્યાગ ? – ગીતા પરીખ

આ લોકમાં ને પરલોક માંહે વસી રહેલા સહુ પ્રેમીઓને મેં પ્રશ્ન પૂછ્યો : ‘નિજ ચાહનારાના કાજે કર્યો ત્યાગ તમે, કહો શો ?’ ત્યાં બોલ્યું કો, ‘મેં મુજ મા-પિતાનું વાત્સલ્ય ઠેલી પિયુ સંગ લીધો.’ ને કો વદ્યું, ‘મેં મુજ વારસાની અખૂટ સંપત્તિ ત્યજી, ત્યજી ઘર પ્રિયા તણો હાથ ગ્રહ્યો ખરેખર !’ ને કોઈ કહે, ‘પ્રીતમ-માંદગીમાં મેં ....[વાંચો...]

દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર

[તાજેતરમાં પંચમહાલથી શરૂ થયેલા સાહિત્ય, શિક્ષણ અને સમાજના નવા ત્રૈમાસિક ‘આપણે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે તંત્રી શ્રી પ્રવીણભાઈ ખાંટનો ખૂબ ખૂબ આભાર.] મેં તારી આંખોમાં વસાવ્યું ગામ …………………… એને દઈ-દઈને દઈએ શું નામ ? લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં, …………………… દશે દશ દિશાનાં નામ. કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો …………………… ....[વાંચો...]

બિયું – મહેશ શાહ

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય, બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને પારેવાં કેવાં હોય ઊડતાં ? પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં ? પોતાની મોટપને મેલી ન શકતા ઈ છાંયડા વિનાના ભાઈ તાડ થાય. દરિયાએ સૂરજનો તડકો પીધો ને ....[વાંચો...]