કાવ્ય અને પદ્યસાહિત્ય

પંખી – ડૉ. સિલાસ પટેલિયા

પલળી ગયેલી પાંખે આ ધોધમાર વરસાદમાં હવે પંખીને ઊડવું નથી પાણીમાં બૂડવું ય નથી માળામાં ય ક્યાં પવન ટકવા દે છે ? વંટોળ તાણી લાવે છે જળ જળ અનરાધાર ઝીંકાય છે વૃક્ષ પર દબાઈ દબાઈ લપાઈ લપાઈ પંખી આ ઝીંક ઝીલે તો કેટલી ઝીલે ? મગના દાણા જેવી આંખ ઊંચી કરી પંખીએ આકાશ ભણી માંડી ....[વાંચો...]

હરિ-ગીત – ભગવતીકુમાર શર્મા

કેમ કરું કેદારો ? હરિવર કેમ કરું કેદારો ? ગઢ જૂનેથી મહેતાજીનો મળે નહિ હોંકારો….. હરિવર ! સૂર ન સમજું, તાલ ન પરખું, શબદબબદના વાખા; મારી ઓછપ મને પૂછતી પલ પલ નવાં પલાખાં; હરફ-કળી ઊઘડવાનો અણસારો હરિવર, આપોને પરબારો… હરિવર ! હરિ તમારાં ચરણકમળમાં મને મૂકજો ગિરવે; જનમ-જનમનો વિજોગ વસમો કોઈ કહાં લગ જીરવે ? ....[વાંચો...]

બહેનડી – પ્રવીણભાઈ કે. મહેતા ‘બાલપ્રેમી’

[ સૌ વાચકમિત્રોને રક્ષાબંધનપર્વની શુભકામનાઓ. ભાઈ-બહેનના આ પવિત્રપર્વ નિમિત્તે પ્રસ્તુત છે વ્હાલી બહેનડી માટેનું આ બાળગીત, જે ‘એક હતો ઢીંગો, એક હતી ઢીંગી’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] મને વ્હાલી મારી બહેનડી નાની, રૂપે રંગે એ તો કેવી મજાની ! નયન નમણેથી અમીની ધારા વહે ! મુખડું મનોહર સદા હસતું રહે. એનાં કંઠે ગુંજે નિત ....[વાંચો...]

લગ્ન – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)

ત્યાર પછી મિત્રાએ પુનઃ વિનંતી કરી પૂછ્યું – અને લગ્ન એટલે શું, ગુરુજી ? ત્યારે તે બોલ્યા – તમે બંને સાથે જન્મયાં; અને સદાને માટે સાથે જ રહેશો હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંય તમે સાથે જ રહેશો. તોયે, તમારા સહ-વાસમાં કોઈ ગાળા ....[વાંચો...]

કોઈક – રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ ……….. જેની સાવ અડોઅડ હોઈએ આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ સપનાંઓને બાજુએ મૂકી શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી, તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું ……….. કોઈક તો હોવું જોઈએ ……….. જેની સાવ અડોઅડ હોઈએ આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ ....[વાંચો...]

આપો તો આટલું આપો રે ! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. જુગતરામ દવે)

ભીડું મારી ભાંગો એવી કંઈ કે હું તો જાચના જાચું નહીં ! આપો તો આટલું આપો રે (2) કદી હું ભીડથી બીઉં નહીં ! દુઃખોની લાયમાં ટાઢક દઈ દિલાસો ના દો તો કંઈ નહીં; આપો તો આટલું આપો રે (2) દુઃખોને જીતું સહી લઈ…… તમે મને તારજો તારણહાર ! કે એવી જાચના જાચું નહીં; આપો ....[વાંચો...]

કહેશો તો એને ચાલશે – હનીફ સાહિલ

છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં ……….. વાદળ કહેશો તો એને ચાલશે; દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં ……….. કાજળ કહેશો તો એને ચાલશે…. જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને ……….. આંખોમાં ખીલ્યા ગુલમો’ર, અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે ……….. છાતી છૂંદાવેલો મોર. છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર હવે ………..મૃગજળ કહેશો તો એને ....[વાંચો...]

અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ

અદના તે આદમી છઈએ, …… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. ઝાઝું તે મૂંગા રહીએ, …… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, …… ખાણના ખોદનારા છઈએ; હોડીના હાંકનારા, મારગના બાંધનારા, …… ગીતોના ગાનારા થઈએ, …… હે જી અમે રંગોની રચનાય દઈએ ! છઈએ રચનારા અમે છઈએ ઘડનારા, …… તે ....[વાંચો...]

રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી, વચમાં વચમાં થોડીક ખેતી. થોડાં બકરાં, થોડાં ઘેટાં, ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટા ! વનરાજિ સમ આછીપાંખી પ્રજા ઉઘાડી અરધી ઢાંકી. રેત અને પથ્થરના વ્હેળા વહે રુધિરના રેલા ભેળા. સૂનો મહેલ, છતોને માથે, કાળ લટકતો ઊંધે માથે. ટેકરીઓ પર ઊગે ભાણ, ચેતક ઠેકે પ્હાણે પ્હાણ. ભાલા, તીર, બખ્તર ને ઢાલ: સંગ્રહસ્થાને કેદી કાળ ....[વાંચો...]

ગોઠવું છું – જગદીશ વ્યાસ

રોજ હું જગતને ગોઠવું છું બરાબર, વ્યવસ્થિત : રણને ઠેકાણે રણ અને દરિયાને ઠેકાણે દરિયો પહાડને ઠેકાણે પહાડ અને નદીને ઠેકાણે નદી ઝાડને ઠેકાણે ઝાડ અને સૂર્યને ઠેકાણે સૂર્ય ગામને ઠેકાણે ગામ અને ઘરને ઠેકાણે ઘર. પણ મારો હાથ હલી જાય છે ! કે પછી ટેબલ-કંપ થાય છે કે પછી બધું આપોઆપ થાય છે શી ....[વાંચો...]