પુસ્તક દેખીતી રીતે પત્રકારોને, નવોદિત પત્રકારોને, પત્રકારત્વના વિદ્યાર્થીઓને, મીડિયા હાઉસને સંબોધીને લખાયું છે, છતાં આ તમામ જે માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચે છે અર્થાત વાચકો, દર્શકો – તેમની લાગણીનો પડઘો પણ પુસ્તકમાં પાને-પાને પડતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
વિભાગ : સાહિત્ય લેખ
સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જેઆગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે.આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળી આવે છે. અમૃતા પ્રીતમ, જેમનો જન્મ ૧૯૧૯, ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો
મોરારીબાપુનું ગામ એટલે ચિત્રકૂટધામ (તલગાજરડા). બરાબર ચિત્રકૂટની સામેની શેરીમાં ૧૨૦ મીટર જેટલુ ચાલી જવાનું, પછી એટલુજ ડાબી બાજુ ચાલવાનું. વચ્ચેનો એક ચોક મુકી બીજા ચોકથી જમણી બાજુ ત્યાં સુધી ચાલવાનુ કે જ્યાં સુધી એ દુકાન ન આવે. અહીં પ્લોટમાં એક જ દુકાન છે. જે ‘મથુરદાદાની દુકાન’ને નામે ઓળખાય છે. ભલે મથુરદાદા તમને ઓળખતા ન હોય પરંતુ તમને જોતાજ તમારું ભાવભીના ‘આવો આવો’ શબ્દથી સ્વાગત કરવામાં આવે ત્યારે સમજવુ કે એ મથુરદાદા છે.
ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં ક્યાંક સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ બોલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.
હવે રંગોળી પુરાતી નથી પણ તૈયાર મળે છે. મઠીયા કે ચોળાફળીની ચર્ચાઓ થાય છે કે કયા તળવાથી લાલ થાય છે. સફાઈ કરવા માટે મદદ ઓનલાઇન મળે છે, ખરીદી ઓનલાઇન થાય છે. બજારોમાં ગિરદી છે પણ ઘરાકી ઓછી છે. ચોપડાપૂજન એક વિધી નિભાવવા ખાતર થાય છે અને લક્ષ્મીપૂજન! નવાઈ લાગશે પણ એ અચૂકપણે થાય છે. હજી પણ કોઈ દુકાન કે પેઢીમાં પારંપારિક રીતે પૂજા થાય છે. ચાઈનીઝ સિરીઝથી બધાની બારીઓ, દરવાજાઓ અને બાલ્કનીઓ ઝગમગે છે. રેડીમેડ રંગોળીથી લિવિંગરૂમ શોભે છે. બેસતા વર્ષે હોટેલમાં પરિવાર મિલન થાય છે. બાકી સગાંઓને ઓનલાઇન શુભેચ્છાઓ અપાય છે, વંદન કરાય છે અને આશીર્વાદ પણ અપાય છે.
વર્ષાઋતુ એ પ્રકૃતિના અનેકવિધ રૂપોમાં એક અનન્ય ઋતુ છે અને એટલે જ તો એ ઋતુઓની મહારાણી કહેવાય છે. સમગ્ર જગતની સજીવસૃષ્ટિનો આધાર વર્ષાઋતુ પર છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ચૈત્ર-વૈશાખના આકરા તાપ, વાયરા અને લૂ પછી જેઠ મહિનાના લગભગ બીજા પખવાડિયાથી તો વર્ષાઋતુના આગમનની ઘડીઓ ગણાવાનું શરૂ થઈ જાય છે તો કોઈક જગ્યાએ વર્ષાનું આગમન થઈ પણ જતું હોય છે. વર્ષારાણીના વધામણાની વાત કરીએ તો સૌથી પહેલા યાદ આવે વૈશાખના બળબળતા તાપમાં તપીને સૂકીભઠ્ઠ થઈ ગયેલ માટીમાં વરસાદના પ્રથમ અમી છાંટણા પછીની ભીની-ભીની પ્રાકૃતિક મહેક. વરસાદી જળના પ્રથમ અમી છાંટણાથી આછેરી ભીની થતી આ માટીમાંથી જે મહેક આવે છે એની તુલનાએ જગતની કોઈ મહેક આવી શકે નહીં.
કાશ્મીરી પંડિતોને તગેડી મૂકાયા પછીના વાતાવરણની, પરિસ્થિતિની વાત દર્દપુરમાં આલેખાઈ છે, નવલકથામાંથી તારસ્વરે એવો ભાવ ઉપસે છે કે આખરે સહન કરવાનું આવે છે સ્ત્રીઓના ભાગે, કાશ્મીરને પંડિત સમાજ વિહીન કરી દેવાયું, અનેક ગામડાઓ પુરુષવિહીન થયા, કેટલાયનું ધર્માંતર કરાયું, કેટલાયને ગોળીએ દીધા, કેટલાયને તગેડી મૂકાયા, અને એવા પુરુષવિહીન ગામડાની સ્ત્રીઓની દુર્દશાનું - પીડાનું દારૂણ અને કરુણ ચિત્ર અહીંથી ઉપસે છે. કાશ્મીરમાં કેવી ધર્માંધતા અને અમાનવીયતા પ્રસરી, પોતાના ધર્મની સ્ત્રીઓને - દીકરીઓને પડદામાં રાખી, અન્ય ધર્મની સ્ત્રીઓને લાચાર બનાવીને શિયળભંગ કરાયો, કોઈ જ ધર્મપુરુષો, રાજપુરુષો કે કર્મશીલોનું કંઈજ પ્રતિવેદન પ્રગટ ન થયું. દર્દપુર આ દર્દને પ્રગટ કરતી નવલકથા છે. પરિસ્થિતિ પ્રત્યેની ઘૃણા આ નિમિત્તે પ્રગટ થઈ છે અને એ નવલકથાનો ખૂબ સુંદર અનુવાદ વડોદરાના વંદનાબેન ભટ્ટ પાસેથી આપણને મળ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ વંદનાબેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. એ પુસ્તકના શરૂઆતના ભાગના અમુક અંશ અહીં પ્રસ્તુત કર્યા છે. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપી છે.)
મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે ? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. હું નાનો હતો ત્યારે મને પણ થતો. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને !’
‘બેટા. ચાર ચોપડી ભણ્યો એ બહુ થઈ ગયું. વધારે ભણીનેય છેવટે તો આપણે ધંધો જ સંભાળવાનો છે ને? આટલું ભણ્યો એટલે હિસાબ કરતાં આવડ્યું એ ઘણું કહેવાય.’ એક દિવસ પરમાનંદ કાછિયાએ દીકરા રઘુને કહ્યું. રઘુને ભણવાનો ખૂબ શોખ હતો. પણ બાપની આર્થિક અને શારીરિક સ્થિતિ કમજોર હતી. શાકભાજીની દુકાન રગશિયા ગાડાની જેમ ઠચુક… ઠચુક… ચાલતી હતી. માંડ માંડ પરિવારનું પાલનપોષણ થતું હતું. એટલે ભણવાનો ખર્ચ પોસાય એમ નહોતો.
આજે સવારથી જ મને મમ્મી અને પપ્પા જે વાર્તાઓ કહેતા હતા તે યાદ આવતી હતી. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાનાં ગુજરાતી બાળકોનું બાળપણ એટલે લોકગીતો અને લોકવાર્તાઓથી ભરેલું બાળપણ. નાનપણમાં મેં મારી મમ્મી, પપ્પા અને નાની પાસેથી પુષ્કળ વાર્તાઓ સાંભળી છે. ન સાંભળું તો ઉંઘ ન આવે એવી ટેવ. વાર્તાઓ અને ગીતો એ બાળક સાથે વાતચીત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. ચકીચકાની - ચકી ચોખાનો દાણો લાવે અને ચકો દાળનો દાણો લાવે એ વાર્તા તો દરેક ગુજરાતી બાળકની પ્રથમ અને પ્રિય વાર્તા હશે જ! આવી જ એક વાર્તા એટલે ગિજુભાઈ બધેકાની વાર્તા “પોપટ ભૂખ્યો નથી “. હું નાની હતી ત્યારે પોપટ ને મેં અનુભવ્યો છે.
ભારતમાં મનુષ્યજાતિની ઉત્પતિથી માંડીને અંતિમ પરિણામ સુધીના જીવનના જુદા જુદા પડાવો પર પગથિયા સમાન સોળ સંસ્કારોની રચના કરવામાં આવી છે. તે જીવનના દરેક તબક્કે શિસ્ત બતાવે છે અને તે રીતે ઉચ્ચ પ્રકારનું જીવન વ્યતિત કરવાની પણ પ્રેરણાં આપે છે. ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં તે સંસ્કારોનું જતન થતું રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં નાગર કુટુંબોમાં પણ ઉજવણી થાય છે. આ સોળે સંસ્કારોની વિગતવાર વાત કરીએ તો એક પુસ્તક થાય પણ તેમાં “નામકરણ સંસ્કાર”માં ઘણી વ્યક્તિઓ એક યા બીજી રીતે સંકળાયેલી હોય છે તેથી તેના વિશે જોઇએ.
જીંદગી ક્યા હૈ, ખુદ હી સમજ જાઓગે, બારિશોંમેં પતંગે ઉડાયા કરો…. હવામાં લહેરાતા, સરસરતા, ઠુમકતા રંગબેરંગી લિપસ્ટીકરૂપી કાગળની ગગનને હલકી કિસ એટલે ફેસ્ટીવલ ઓફ કાઇટ, રંગ વગરના કે રંગવાળા ચોરસ આકાર વડે આકાશનાં કાગળમાં રંગોળી એટલે ઉતરાયણ, આભલાને પતંગ વડે જાદુકી જપ્પી કે પીઠ પર હળવી ટપલી એટલે મકરસંક્રાંતિ. જીંદગીને મસ્તીથી, રમતા ઝૂમતાં, ચિચિયારીઓ પાડતા, આઝાદ રીતે ઉડતા રહેવાની, જુસ્સાથી જીવતા રહેવાની અલગારી મોજ એટલે પતંગોત્સવ.