May 4th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હરેશ ધોળકિયા |
21 પ્રતિભાવો »
[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] કાર્યક્રમ પૂરો થયો. હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. વક્તાનાં પ્રભાવશાળી પ્રવચનથી સમગ્ર હોલ પ્રભાવિત થયો હતો. બધાએ મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળ્યા હતા. સળંગ એક કલાક તે બોલ્યા હતા. વિશ્વ પ્રત્યે આદર રાખવો જોઈએ, એક એક જીવ ઈશ્વરનો અંશ છે. તે પ્રેમ અને આદરને પાત્ર ....[વાંચો...]
May 3rd, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કુમાર જિનેશ શાહ |
6 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] એની દુકાનમાં મોટા મોટા આદમકદ અરીસા નથી, જેમાં તમે અલગ અલગ કાટખૂણેથી સ્વયંને જોઈ શકો. એના જેવી જ જૂની એની દુકાન છે. સાવ સાદી સીધી. ન તો ચકચકિત સનમાઈકાવાળું ફર્નિચર છે, ન તો દીવાલ પર રંગ-રંગીલાં પોસ્ટર્સ ચોંટાડ્યાં છે. એના અરીસા નીચે ગોઠવેલા પાટિયા ઉપર મોટી મોટી બ્રાન્ડના ક્રીમ કે પાઉડર નથી ....[વાંચો...]
April 28th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ચિનુ મોદી |
11 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011 માંથી સાભાર.] 1958ના મે મહિનાની 26મી તારીખે બપોરે મારી ભારે કસોટી થઈ. હું એકવીસનો થઈ જાતે લગ્ન ન કરું એ માટે મારા બાપુજીએ મારું લગ્ન કરવાનું તાબડતોબ નક્કી કરેલું, કારણ એમને એ ખબર પડી ગઈ હતી કે : અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ ? કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે ....[વાંચો...]
April 26th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જયશ્રી |
8 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’ માર્ચ-2011માંથી સાભાર.] એક દંપતિને દેશવિદેશ ફરવાનો બેહદ શોખ. પૈસે ટકે સદ્ધર એટલે જ્યાં જાય ત્યાંની કોઈ ને કોઈ સુંદર કલાકૃતિ ખરીદી લાવે અને પોતાનું ઘર શોભાવે. એમ કરતાં કરતાં એમની પાસે 500થી વધુ કલાકૃતિઓ ભેગી થઈ ગઈ હતી એટલે એમણે પોતાના જ ફલૅટના બે રૂમમાં નાનકડું સંગ્રહાલય બનાવ્યું અને અવારનવાર પોતાનાં સગાંવહાલાં અથવા ....[વાંચો...]
April 26th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ચન્દ્રકાન્ત શેઠ |
14 પ્રતિભાવો »
[ શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા દ્વારા સંપાદિત આત્મકથાપ્રસંગો પર આધારિત પુસ્તક ‘ગુજરાતી આત્મકથાલેખન’માંથી સાભાર.] ગૌરી મારી પરમ શુભેચ્છક-હિતચિંતક રહી છે. મને યાદ છે બોરવાળા પ્રસંગો. ગૌરીને બોર ખૂબ ભાવતાં. મને એ કહે, ‘પેલી તલાવિયાની બોરડી પર મજાનાં બોર લાગ્યાં છે.’ ને હું એ વાતનો મર્મ તુરત જ સમજી જતો. સાંજે એના પગ આગળ મારાં ખમીસ-ચડ્ડીનાં બધાંયે ....[વાંચો...]
April 25th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અમૃત મોદી |
12 પ્રતિભાવો »
[‘પરબનાં મીઠાં જળ’ પુસ્તક (આવૃત્તિ : 1989)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.] [1] હમદર્દી ગાંધીયુગના જાણીતા રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણીના બાળપણની વાત છે. ઝવેરચંદના પિતા પોલીસ અધિકારી હતા. એકવાર મોટા મોટા સરકારી અધિકારીઓને તેમણે જમવા બોલાવ્યા હતા. દૂધપાક બનાવવાનો હતો. ગામડેથી દૂધ મંગાવવામાં આવ્યું. મજાનો દૂધપાક તૈયાર થયો. બધાં હોંશે હોંશે ખાવા લાગ્યાં. વખાણ કરતાં જાય ....[વાંચો...]
April 21st, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભરત ના. ભટ્ટ |
6 પ્રતિભાવો »
[ ગાંધીયુગના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટના જીવન પ્રસંગો પર આધારિત પુસ્તક ‘નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] હિસાબી જાગૃતિ આંબલા સંસ્થાની શરૂઆતના એ જ ગાળાની આ વાત છે. સંસ્થાને હવે પોતાનાં મકાનો થયાં છે. એક મકાનમાં નાનાભાઈ રહે ને તેની બાજુમાં એક ઓરડામાં યુવાન ....[વાંચો...]
April 20th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : વિનોબા ભાવે |
9 પ્રતિભાવો »
[‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહી રહ્યો, પણ વાસ્તવમાં ....[વાંચો...]
April 14th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અવંતિકા ગુણવંત |
26 પ્રતિભાવો »
[અન્ય લેખોનું સમીક્ષા કાર્ય ચાલી રહ્યું હોઈ આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. પ્રસ્તુત લેખ શ્રીમતી અવંતિકાબેન ગુણવંતના પુસ્તક ‘વાતે વાતે જીવન ઝબકે’માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.] શાશ્વતનો જન્મ અમેરિકામાં અને એ ત્યાં ઉછરે છે. ઘરમાં જીવનશૈલી ....[વાંચો...]
April 13th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ |
27 પ્રતિભાવો »
[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.] પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત-દિવસ આપણે એમના ઉપર ચોકીપહેરો પણ રાખીએ છીએ. પણ પાયાની બાબતનું, સૌથી વધારે મહત્વનું શિક્ષણ ‘નિષ્ફળતા જીરવતાં શીખવાનું’ શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ ખરાં ? ના, નથી ....[વાંચો...]