સાહિત્ય લેખ

ઝળહળ ઝાકળ – મહેન્દ્ર છત્રારા

[ રાજકોટના શ્રી મહેન્દ્ર ભાઈ દ્વારા લિખિત ‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી થોડા વર્ષો અગાઉ આપણે ઘણા વિચારબિંદુઓ માણ્યા હતા. હવે આ જ પુસ્તક જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા ‘ઝળહળ ઝાકળ’ રૂપે નવા અવતારે તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકમાં રજૂ થયેલી તમામ કૃતિઓની વિશિષ્ટતા એ છે કે તે લેખકે તેમના સ્નેહી મુરબ્બી શ્રી પોપટભાઈને એકપણ દિ’ ચૂક્યા વિના ....[વાંચો...]

સૌંદર્ય-મીમાંસા – દાદા ધર્માધિકારી

[ કેટલાક નાજુક વિષયોને મહાપુરુષોની છાયામાં રહીને સમજી લેવા જોઈએ. ખાસ કરીને યુવાવર્ગને તે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ગાંધી-વિનોબા યુગના વિચારમનીષી શ્રી દાદા ધર્માધિકારીએ આ બાબતે ઘણું કહ્યું છે. તેમના આ વક્તવ્યો ‘સ્ત્રી પુરુષ સહજીવન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયા છે. તાજેતરમાં આ પુસ્તકની નવમી આવૃત્તિ થઈ છે. યુવાજગતે જરૂરથી વાંચવા અને સમજવા જેવું આ ....[વાંચો...]

ગુજરાતી માધ્યમ ? અંગ્રેજી માધ્યમ ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ડૉ. આઈ. કે. વીજળીવાળાના જીવનપ્રસંગો પર આધારિત ‘સાયલન્સ પ્લીઝ !’ શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘કાળની કેડીએથી’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ ....[વાંચો...]

કપૂરના દીવા – ઉમાશંકર જોશી

[ ‘જનકલ્યાણ’ ઑક્ટોબર-2011માંથી સાભાર.] [1] ગોળમેજી પરિષદમાં હાજરી આપવા બાપુ આગબોટમાં બેસીને ઈંગલેન્ડ જઈ રહ્યા હતા. આગબોટ ઉપર ભાતભાતનાં માણસો હોય. એક પરદેશી જુવાનને થયું કે લાવો, બૂઢાની જરીક ગમ્મત ઉડાવીએ. એણે તો મજાની એક કવિતા લખી કાઢી. ગાંધીજી તૂતક ઉપર બેઠાબેઠા કામ કરતા હતા, ત્યાં જઈ પેલા જુવાને કવિતા એમના હાથમાં મૂકી. ગાંધીજીએ એક ....[વાંચો...]

તબિયત ખરાબ છે ! – હરિશ્ચંદ્ર

[ યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘વીણેલાં ફૂલ’ ભાગ-4માંથી પ્રસ્તુત સંક્ષિપ્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે.] નાનપણમાં મને વારંવાર થૂંકવાની આદત. ડૉક્ટરને બતાવ્યું. પણ કાંઈ ખરાબી હોય તો દેખાય ને ! પરિણામ એ આવ્યું કે પચ્ચીસ વરસ પછી એ આદત રોગ બનીને ઊભી રહી. મિત્રોને એમ જ કહેતો, ‘ભાઈ, શું કરું ? મારું ગળું ....[વાંચો...]

પ્રસંગરંગ – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ મધુવન પૂર્તિમાંથી સાભાર.] [1] આજકાલ – ઈલાક્ષી પરમાનંદ મર્ચંટ (અ) ગઈકાલ હાલો છોકરાઓ, ઊઠી જાવ તો, આજે નવા વરસ જેવું પરબ છે. જલદી ઊઠીને, નહાઈ-ધોઈને, પાઠપૂજા કરી ભગવાનના આશીર્વાદ લો. પછીથી ગામમાં દરેક ઘરે જઈને વડીલોના આશીર્વાદ લો. આશીર્વાદનું ધન એવું છે કે ઘરના અને બહારના આશીર્વાદ ભેગા થાય અને ફળે તો જીવતર ....[વાંચો...]

શબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે – નીતિન વડગામા

[ પ્રતિવર્ષ દીપોત્સવી વિશેષાંક રૂપે પ્રગટ થતાં ‘શબ્દસૃષ્ટિ’નો આ એકવીસમો વિશેષાંક આ વર્ષે ‘કવિતા અને હું’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વિશેષાંકમાં નામાંકિત કવિઓએ પોતાની કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી છે. પ્રસ્તુત છે તેમાંથી શ્રી નીતિનભાઈ વડગામાની કાવ્ય સર્જનપ્રક્રિયા વિશેનો આ સુંદર લેખ.] સુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને બદલે કલમ પકડવાનું કેમ બન્યું ....[વાંચો...]

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.] ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ ....[વાંચો...]

પ્રેરણાની પરબ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [1] એક દાતણ વેચવાવાળીની વાત – અરવિંદ ગજ્જર સને 1960 આસપાસના સમયની વાત છે. જ્યારે સમાજનો બહોળો વર્ગ બાવળના દાતણથી સવારે મોં સાફ કરતો હતો. બહુ થોડા સુખી અને શોખીન લોકો ટૂથપાઉડર અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હતા. આજે જે દેવીપૂજક કહેવાય છે તે કોમના પુરુષ સવારે સીમમાં જતા અને બાવળના ઝાડ પરથી ....[વાંચો...]

માનવતાનું સિંચન – સંકલિત

[1] આરક્ષણ – રવિ પટેલ [ રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે શ્રી રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.] બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે ....[વાંચો...]