[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.] સુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ […]
વિભાગ : ટૂંકી વાર્તા
[સાહિત્યમાં લઘુકથાઓનો પ્રકાર એવો છે કે જે ખૂબ ઓછા શબ્દોમાં વાતને સચોટ રીતે વ્યક્ત કરે છે. ક્યારેક તો તેનો સારગર્ભિત સંદેશ વારંવાર વાંચીને સમજવો પડે છે. એક-એક શબ્દને તેમાં બરાબર ધ્યાન પર લેવો પડે છે. એ પછી લઘુકથાનો મર્મ સમજાય છે. આ પ્રકારની કેટલીક લઘુકથાઓ અત્રે ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર લેવામાં […]
દિવાળી પહેલાંના એક રજાને દિવસે અમે સવારની ચા પીને ઘરની સાફસૂફીમાં લાગી ગયા. આપણી એક લોકોક્તિ પ્રમાણે જેને ‘કાળ કાઢવો’ એવી આ ક્રિયા હતી. બધું જૂનું, નકામું બદલી નાખવાનું અને નવા વર્ષ નિમિત્તે ઘરને નવેસરથી શણગારવું. હજુ હમણાં જ અમારા લગ્ન થયાં હતાં. મારી પત્ની ઘરની એકેએક વસ્તુથી પરિચિત નહોતી […]
સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહિ. અનંત બીજવર હતો પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો […]
[ ગુજરાતી સાહિત્યની ‘પૉસ્ટઑફિસ’ જેવી અમર વાર્તાઓ પૈકીની એક યાદગાર વાર્તા છે ‘પન્નાભાભી.’ તે સાથે જૉસેફ સાહેબની પણ તે અપ્રતિમ અમર કૃતિ છે. દિયર-ભાભીના શુદ્ધ મનોભાવ સહિત અગણિત રંગો આ વાર્તામાં વણાયેલાં છે. ભાભીનું પાત્ર મૂઠી ઉંચેરા માનવી કેવા હોય તેનો સંદેશો આપી જાય છે. – તંત્રી.] મને ભાભીનો બહુ […]
બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ? હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો ઓછામાં ઓછા લાવવા જ છે.’ હું બારણું ઉઘાડીને […]
[ માણસને પજવતાં અનેક દુર્ગુણો પૈકી એક છે ઈર્ષ્યા ! ઈર્ષ્યાળુ માણસ કારણ વગર દુઃખી રહે છે. તેમાંય ખાસ કરીને આ ઈર્ષા જો નજીકના મિત્ર, પડોશી કે કોઈ સ્વજનની પ્રગતિ પ્રત્યે હોય ત્યારે તે વધારે જલદ બને છે. એ આગ માણસને અંદરથી ખલાસ કરી મૂકે છે ! ઈર્ષ્યાળુ માણસના મનમાં […]
[‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘ઊગે સૂર્ય વિવેકનો’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ ઉપલબ્ધ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર […]
[ ‘જલારામદીપ’ સામાયિક ‘વસંત વિશેષાંક-માર્ચ-2011’માંથી સાભાર.] પિયૂષની વાતથી મને નવાઈ લાગી. સવારના પહોરમાં આવીને એણે કહ્યું હતું, ‘ઉત્પલ, મારે આજે જ સ્ટેટ્સ જવું પડશે !’ હું કંઈ પૂછું, તે પહેલાં જ એ બોલી ગયો, ‘જો કોઈ સવાલ મને કરતો નહીં, હું જે કહું તે બરાબર સાંભળી લે. હું પાછો આવું […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] [1] વાત તારી, મારી અને રીનાની – દીના વચ્છરાજાની ‘હેપ્પી બર્થડે મમા !’ ‘હેપ્પી બર્થડે રીની !’ના પ્રેમભર્યા ઉદગાર વચ્ચે રીનીની ઊંઘ ઊડી. એને યાદ આવ્યું, અરે ! આજે તો મારો પચાસમો જન્મદિન ! જિંદગીનો એક મહત્વનો પડાવ અને સામે હતાં એ પડાવના સાથી એવાં પુત્ર-પુત્રી અને […]