‘રીડગુજરાતી’ ગુજરાતી સાહિત્યનું ઓનલાઈન પ્રકાશન કરતી ઈ-સામાયિક પ્રકારની વેબસાઈટ છે. તેનો મુખ્ય ઉદ્દેશ સત્વશીલ સાહિત્યને યુવાવર્ગ સુધી પહોંચાડવાનો અને સાથે સાથે નવોદિત લેખકોને લેખનનું માધ્યમ પૂરું પાડવાનો છે. ‘રીડગુજરાતી’ આ કાર્ય અવિરતપણે કરી શકે તે માટે દાતાઓ તરફથી આર્થિક સહાય આવકાર્ય છે.
‘રીડગુજરાતી’ સ્વાભાવિક રીતે જ ઓનલાઈન સામાયિક હોવાથી ઈન્ટરનેટ કનેકશન અને સર્વર પેટે તેને નિશ્ચિત વાર્ષિક રકમ ચુકવવી પડતી હોય છે. આ માટેનો વાર્ષિક નિભાવ ખર્ચ આશરે રૂ. 15,000 થવા જાય છે. તદુપરાંત, ઈન્ટરનેટ કનેકશન તેમજ અન્ય ઉપકરણોના નિભાવનો વધારાનો વાર્ષિક ખર્ચ રૂ. 10,000 જેટલો થાય છે. આમ ‘રીડગુજરાતી’નો સરેરાશ કુલ વાર્ષિક ખર્ચ રૂ. 25,000 જેટલો થાય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જાહેરાતોમાંથી પ્રાપ્ત થતી મર્યાદિત આવક પર્યાપ્ત ન હોવાથી જરૂરી યોગદાનની આવશ્યકતા રહે છે.
‘રીડગુજરાતી’ને લેખકો, વાચકો તેમજ પ્રકાશકો પાસેથી વિપુલ પ્રમાણમાં વાચનસામગ્રી પ્રાપ્ત થતી રહે છે. આ સામગ્રીમાંથી વ્યક્તિનું જીવનઘડતર કરે, પ્રસન્નતા આપે અને સાત્વિક મનોરંજન પૂરું પાડે તેવા લેખોની પસંદગી કર્યા બાદ સૌપ્રથમ તેનું ટાઈપિંગ કરવામાં આવે છે. તે પછી નિશ્ચિત દિવસે તેનું ઓનલાઈન પ્રકાશન કરવામાં આવે છે. શક્ય બને ત્યાં સુધી જે તે લેખ પર પ્રાપ્ત થતા પ્રતિભાવો જે તે લેખક સુધી પહોંચાડવામાં આવે છે. આમ, પ્રાપ્ત થતા યોગદાનનો એક ઉપયોગ ટાઈપિંગ, ડિઝાઈનીંગ તેમજ અન્ય વહીવટીખર્ચ માટે પણ કરવામાં આવે છે. આ સાથે વાચકમિત્રોએ એ પણ નોંધ લેવી કે, ‘રીડગુજરાતી’ કોઈ પણ સંસ્થા, પ્રકાશન, મંડળ, ટ્રસ્ટ, કંપની, કોઈ પ્રકારની અન્ય ઓનલાઈન વેબસાઈટ સાથે કોઈ રીતે જોડાયેલું, સંકળાયેલું કે સંલગ્ન નથી. આ વેબસાઈટનો કોઈ વ્યવસાયિક કે વ્યક્તિગત ઉદ્દેશ નથી. આ તમામ પ્રવૃત્તિનો હેતુ એક માત્ર સાહિત્ય દ્વારા જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરવાનો છે.
આપ આપનું યોગદાન નીચે આપેલા ‘Donate Now’ બટનને ક્લિક કરીને કોઈ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ પણ દેશમાંથી આપી શકો છો. આ સુવિધા અમેરિકન ડૉલરમાં ઉપલબ્ધ છે. જો આપ ‘ઓનલાઈન બેંક એકાઉન્ટ’ ધરાવતા હોવ તો નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરીને ‘Fund Transfer’ કરી શકો છો. આ સિવાય આપ ચેક, ડ્રાફટ કે મનીઑર્ડર દ્વારા પણ આપનું યોગદાન અમને સરળતાથી પહોંચાડી શકો છો. આ બાબતે આપ ગમે ત્યારે ફોન અથવા ઈ-મેઈલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો. (નોંધ : દાતાઓની ઈચ્છાને માન આપીને તેઓના નામ પ્રકાશિત કરવામાં આવતા નથી, જેની નોંધ લેશો.)
(Enter numbers only. Please Do not enter fractions. The above system is used to donate by Master/VISA Credit or Debit Card Only. All amounts are in USD. If you are in India, you can donate either by "Money Order" or by "Fund Transfer" to the account number given below. If you have any questions, kindly contact us)
Online Fund Transfer :
ICICI BANK :
A/C Name : Mrugesh Dhananjaybhai Shah
Account Number : 024801505692
Cheque/Draft/M.O. :
In Favour of : Mrugesh shah
Payable At : Vadodara (GUJARAT)
Address :
7, Geeta Park Society
B/H Bright School, VIP Road,
Karelibaug, Vadodara.
Pincode : 390022.
Gujarat, India.
