» અતીત - ડૉ.જન્મેજય શેઠ
પ્રિય વાચક મિત્રો,

તબીબીના વ્યવસાય સાથે ડૉ. જન્મેજયભાઈ સાહિત્યપ્રેમી છે. નિજાનંદ માટે કંઈક લખતા રહેવાની સાથે જે ઉત્તમકૃતિઓ વાંચી તેમાંથી પ્રેરણા મેળવીને વાચકમિત્રો માટે તેમણે ‘અતીત’ નામનું પુસ્તક જાતે સંપાદિત કરીને પ્રકાશિત કર્યું છે. પુસ્તકમાં તેમના કેટલાક કૌટુંબિક કાવ્યોનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર પુસ્તક આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે જન્મેજયભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.

Download
ATIT BOOK | 21 MB | ZIP file


 » અંતરંગ ઘટનાઓ - કલ્પેશ ડી. સોની
પ્રિય વાચક મિત્રો,

શ્રી કલ્પેશભાઈ અભ્યાસે ફિલોસોફીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પદવી ધરાવે છે. વ્યવસાયે તેઓ વ્યાખ્યાતા અને લેખક છે. ભારતીય સંસ્કૃતિના પાયાના તત્વો પર ચિંતન રજૂ કરતાં તેમના બે સુંદર પુસ્તકો પ્રકાશિત થયેલ છે. તેમના જીવનની અંતરંગ ઘટનાઓની પ્રેરક વાતોને રજૂ કરતો તેમનો એક લેખ રીડગુજરાતી પર થોડાક સમય પહેલાં મૂકવામાં આવ્યો હતો જેમાં એક વાચકના પ્રતિભાવથી પ્રેરાઈને તેમણે 22 લેખોની સંપૂર્ણ લેખમાળા તૈયાર કરીને મોકલી આપી છે. લેખમાળાની સંપૂર્ણ ફાઈલ આપ અહીંથી ડાઉનલોડ કરી કરીને PDF માં વાંચી શકો છો. લેખકના સંપર્કની વિગતો ફાઈલમાં આપવામાં આવી છે. આપના પ્રતિભાવો લેખક માટે પ્રેરણારૂપ બની રહેશે.

Download
ANTARANG GHATNAAO | 380 KB | PDF file


 » હૃદયના ઉદગાર (કાવ્યસંગ્રહ) - કનુભાઈ પંડ્યા
પ્રિય વાચક મિત્રો,

રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈ પંડ્યાના પિતાશ્રી સ્વ.કનુભાઈ પંડ્યા પોતે એક સારા કવિ અને ગઝલકાર હતા પરંતુ તેમણે લખેલી કવિતાઓ, હાઈકુ અને ગઝલોને તેમણે પુસ્તક સ્વરૂપે કદી પ્રકાશિત કરી ન હતી. તાજેતરમાં તેમના પુત્રએ તેને ઈ-પુસ્તક નું સ્વરૂપ આપીને તે સંગ્રહની સુંદર જાળવણી કરીને આપણને આ કાવ્યો માણવાનો લાભ આપ્યો છે. આ સમગ્ર ઈ-પુસ્તકમાં 160 જેટલા હાઈકુ, અનેક કાવ્યો અને ગઝલો મળીને કુલ 118 પાનાનાં વાંચનનો રસથાળ છે ! આ પુસ્તક આપ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા માટે શ્રી કમલેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824584075 પર સંપર્ક કરી શકો છો.

Download
HRIDAY NAA UDGAR | 168 KB | PDF file


 » સરળ-રોગોપચાર ફાઈલ ડાઉનલોડ કરો
પ્રિય વાચક મિત્રો,

રીડગુજરાતીના એક નિયમિત વાચક શ્રી ગાંડાભાઈ પટેલે જુદા જુદા અખબારો, અનેક આયુર્વેદિક પુસ્તકો અને વિવિધ ટૂચકાઓ ભેગા કરીને તેમજ પોતાના શબ્દોમાં ગોઠવીને એક સુંદર ઓનલાઈન પુસ્તક જ કહી શકાય એવી ફાઈલ (PDF file) બનાવીને વાચકોના ઉપયોગ માટે મોકલી છે. આ ફાઈલ આપ નીચે કલીક કરીને ડાઉનલોડ કરી શકો છો. આ ફાઈલ અંગે કેટલાક સૂચનો નોંધી લેશો. (1) ફાઈલ zip ફોરેમેટમાં આપવામાં આવી છે. (2) ફાઈલ કુલ 405 પાનાંની છે. (3) ફાઈલનું લખાણ વાંચવા માટે આપના કૉમ્પ્યુટરમાં Windows XP અને એક્રોબેટ રીડર સોફટવેર હોવું અનિવાર્ય છે. (વિન્ડોઝ સિવાય અન્ય સિસ્ટમમાં પણ ફાઈલ ખૂલી શકે છે માટે ડાઉનલોડ કરીને તપાસી લેવું) (4) તમામ હક્કો લેખકના રહેશે. (5) ઉપચારો નિષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ ફાઈલ આપવાનો હેતુ માત્ર માહિતીનો છે. ખૂબ લાંબી ફાઈલનું લખાણ હોવાને કારણે ટાઈપિંગમાં થયેલી જોડણીઓ કે અન્ય કોઈ ક્ષતિ માટે વાચકો માફ કરે. આ ફાઈલના લખાણને લગતી કોઈ પણ માહિતી માટે વાચકો શ્રી પટેલ ભાઈનો આ સરનામે સંપર્ક કરી શકે છે : gvpatel@paradise.net.nz આ સુંદર ઓનલાઈન પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી પટેલ ભાઈનો ખૂબ ખૂબ આભાર.

Download
SARAL ROGOPCHAR | 1.95 MB | ZIP Format + PDF file


 » દેશી-હિસાબ ડાઉનલોડ કરો
પ્રિય વાચક મિત્રો,

ઘણા સમયની વાચકોની માંગણીને ધ્યાનમાં લઈને દેશ-પરદેશમાં અભ્યાસ કરતા બાળકો ગુજરાતી શીખી શકે તે માટે આ વિભાગમાં "દેશી હિસાબ" આપવામાં આવ્યો છે. અહીં નીચેની લીન્કમાં "દેશી હિસાબ"ની PDF ફાઈલ ZIP કરીને આપેલ છે. ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આ લીન્કને કલીક કરીને તેને SAVE કરો. આમ કર્યા બાદ, તેને કોઈ ફોલ્ડરમાં EXTRACT કરો. આ રીતે પ્રાપ્ત થયેલી PDF ફાઈલ વાંચવા આપને "એડોબ રીડર". જો આપની પાસે તે ન હોય તો અહીં નીચે આપેલ "એક્રોબેટ રીડર" ની લીન્ક કલીક કરીને ડાઉનલોડ કરી લો અથવા પ્રાપ્ત થયેલી ફાઈલને ડબલ કલીક કરીને ઓપન કરો.

Download
GUJARATI-DESI-HISAB | 5.0 MB | ZIP Format + PDF file


ReadGujarati.com
Copyright © 2007, Mrugesh Shah