ગુજરાતી વેબસાઈટ્સ
આ વિભાગમાં વિવિધ પ્રકારની કેટલીક ગુજરાતી વેબસાઈટ્સની યાદી આપવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય, કાવ્ય-સંગીત, પુસ્તકો અને સામાયિક સાથે સંકળાયેલી વેબસાઈટ્સનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગની વેબસાઈટ્સ રોજેરોજ અથવા અમુક સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. આ તમામ વેબસાઈટો પર મૂકવામાં આવતી વિગતો અને માહિતી જે તે સંચાલકની પોતાની છે. રીડગુજરાતી તેમાંની કોઈ પણ વેબસાઈટ સાથે કોઈપણ પ્રકારે સંલગ્ન કે જોડાયેલ નથી.
લયસ્તરો
રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ. સર્જકના નામ અને કાવ્યપ્રકાર દ્વારા મનપસંદ કાવ્ય, ગીત કે ગઝલ શોધવાની સુંદર સુવિધા. વિશાળ પદ્યસાહિત્યનો સંગ્રહ. (સંચાલકો : ધવલ શાહ, વિવેક ટેલર)
ટહુકો
ગીત, સંગીત અને સાહિત્યનો સમન્વય ધરાવતી એક સુંદર વેબસાઈટ. મનગમતા ગીત સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. સુપ્રસિદ્ધ ગાયકોના લોકપ્રિય ગીતો મેળવવા માટેની સંપૂર્ણ માહિતી આપતો 'સૂરનામા' વિભાગ. રોજેરોજ નવી રચનાઓનું આચમન. (સંચાલક : જયશ્રી ભક્ત)
ગુજરાતી લેક્સિકોન
આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુંદર સુવિધા. ગુજરાતી જોડણી ચકાસવાની સગવડ સહિત અનેક વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ. (સંસ્થાપક : રતિલાલ ચંદરિયા)
ભગવદ્ગોમંડલ
૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ. (સંસ્થાપક : રતિલાલ ચંદરિયા)
ફોર એસ.વી.
વિશ્વની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. ગુજરાતી ગઝલ, કવિતાઓ, શેર-શાયરી, જોડકણા, પ્રભાતિયા, ભજન-આરતી, લોક-સાહિત્યનો સંગ્રહ. ગુજરાતી બ્લોગ જગતને સાંકળતો 'સંમેલન' વિભાગ તેમજ ગુજરાતી 'વાતચીત' ફોરમ. સાહિત્યકારોની જન્મતિથિ વગેરેની માહિતી ધરાવતો 'યાદી' વિભાગ. (સંચાલક : ફોર એસ.વી.)
શબ્દો છે શ્વાસ મારાં
ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન. મનગમતી કૃતિ શોધવા માટે અનુક્રમણિકા અને કાવ્યપ્રકારો પ્રમાણેની ગોઠવણી. (સંચાલક : વિવેક ટેલર)
અક્ષરનાદ
ગીરના સુંદર પ્રવાસવર્ણનો, નેસમાં રહેતા લોકોની જીવનઝાંખી, જીવનપ્રેરક પ્રસંગો, સ્વરચિત કાવ્યો-ગઝલો, ઉત્તમ ગીતો અને વિવિધ પ્રકારના સાહિત્યનો સંચય. અનુક્રમણિકા અને સાહિત્ય પ્રકાર પ્રમાણે લેખો શોધવાની સુવિધા. પ્રકૃતિના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતો ફોટો-બ્લોગ. (સંચાલક : જીગ્નેશ અધ્યારૂ)
ગુજરાતી સાહિત્ય સરીતા
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન (અમેરિકા) દ્વારા સંચાલિત સ્વરચિત કાવ્યો અને સાહિત્ય કૃતિઓની વેબસાઈટ. માતૃભાષાનાં અમર વારસાને જીવંત રાખવાનો એક સંનિષ્ઠ પ્રયાસ. ઉચ્ચકક્ષાનાં કવિ કે લેખક્ને આમંત્રણ આપી સ્થાનીક કવિ અને લેખકોનુ સર્જન સ્તર ઉંચુ લાવવા સતત પ્રયત્નશીલ. (સંચાલક : હ્યુસ્ટન ગુજરાતી સમાજ)
ઊર્મિસાગર
સ્વરચિત ઊર્મિકાવ્યો, ગઝલો તેમજ ગુજરાતી સાહિત્યના મહાસાગરમાંથી થોડી બુંદોનું આચમન કરાવતો 'ગાગરમાં સાગર'વિભાગ. કાવ્યપ્રકારો અને કવિઓ પ્રમાણે કૃતિઓ શોધવાની સુવિધા. ગઝલનો પ્રાથમિક પરીચય આપતી વિશેષ નોંધ. (સંચાલક : 'ઊર્મિ સાગર')
વાસંતીફૂલ
સ્વરચિત અછાંદસ કાવ્યોનું સંકલન. પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન. કૃતિના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ તેમજ તારીખ પ્રમાણે પ્રકાશિત કૃતિ શોધવાની સુવિધા. સાહિત્યકારોના જન્મદિનની માહિતી. (સંચાલક : હિરલ વ્યાસ 'વાસંતીફૂલ')
મીતિક્ષા
કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ સુપ્રસિદ્ધ રચનાઓનો સુંદર રસથાળ. રોજેરોજ નવી કૃતિનું પ્રકાશન. અનુક્રમણિકા, કાવ્યપ્રકાર પ્રમાણે ગોઠવણી તેમજ મનપસંદ ગીતો માટે ફરમાઇશની સુવિધા. (સંચાલક : દક્ષેશભાઈ-મીતિક્ષાબેન)
ગુજરાતી બુક્સ
વિવિધ પ્રકાશનના, વિવિધ પ્રકારના પુસ્તકો ઓનલાઈન ખરીદવા તેમજ ગુજરાતી મેગેઝીનોનું ઓનલાઈન લવાજમ ભરવા માટેની વેબસાઈટ. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. સર્જકના નામ પરથી પુસ્તક શોધવાની સુવિધા. (સંચાલક : આનંદ તન્ના)
ઉદ્દેશ સામાયિક
સાહિત્ય અને જીવન વિચારનું સામાયિક. વિદ્વાન સાહિત્યકાર રમણલાલ જોશી દ્વારા શરૂ કરાયેલું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સામાયિકો પૈકી એક. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા. (સંચાલક : પ્રબોધ જોશી)
વિચારવલોણું
વ્યક્તિ-સમષ્ટિના સમગ્ર-સ્વસ્થવિકાસ માટેનું પ્રકાશન. એકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા. વિશ્વના ઉત્તમ પુસ્તકોના સંક્ષિપ્ત અનુવાદો કરવાની અનોખી પ્રવૃત્તિ. (સંચાલક : મુનિ દવે)



