રીડગુજરાતી મોબાઈલ

readgujarati mobile

રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિમાં (ReadGujarati Mobile Edition:http://m.readgujarati.com) આપનું સ્વાગત છે ! હવે આપ હરતા-ફરતા આપના મોબાઈલ પર ગુજરાતી સાહિત્ય માણી શકો છો. અહીં નીચે આપેલા થોડાક મુદ્દાઓ પ્રમાણે આપના મોબાઈલને સુસજ્જ કરો અને બસ, આપની મનપસંદ કૃતિઓ આંગળીઓના ટેરવે માણવા માટે થઈ જાઓ તૈયાર !

[1] સૌપ્રથમ આપના સેલફોનમાં 'GPRS' અથવા 'WAP'ની સુવિધા હોય તે જરૂરી છે. આ માટે આપના મોબાઈલ ફોન સાથે આવેલ પુસ્તિકા ચકાસો અથવા નજીકના વિક્રેતાનો સંપર્ક કરો. ત્યાબાદ આપના મોબાઈલમાં ઈન્ટરનેટ કનેકશન હોવું જરૂરી છે. આ માટે આપ જે તે મોબાઈલ સર્વિસ પૂરી પાડતી કંપનીનો સંપર્ક કરી શકો છો.

[2] મોબાઈલ પર ગુજરાતી વાંચવા માટે 'OperaMini' નામનું મોબાઈલ બ્રાઉઝર આવશ્યક છે. આ માટે આપના ફોન બ્રાઉઝરમાં 'm.operamini.com' ટાઈપ કરો અને સૂચના પ્રમાણે આપના ફોનને અનુરૂપ 'OperaMini' ડાઉનલોડ કરી લો. એ પછી તેને સામાન્ય પ્રોગ્રામની જેમ જ 'Install' કરો.

[3] એક વાર 'OperaMini' આપના સેલફોનમાં શરૂ થઈ જાય ત્યારબાદ ડાબી બાજુ આપેલા ચિત્ર પ્રમાણે વેબસાઈટનું સરનામું લખવાની જગ્યાએ opera:config લખો અને ઓકે કરો.

readgujarati mobile setup

[4] આમ કરતાંની સાથે અહીં જમણી બાજુના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક વિશિષ્ટ પાનું ખુલશે જેમાં સૌથી નીચેની તરફ લખેલ ‘Use bitmap fonts for complex scripts’ પર ધ્યાન આપો. તેની બાજુમાં જે ‘No’ લખેલું છે તેને ક્લિક કરીને ‘Yes’ પસંદ કરો. (નોંધ : આ ફેરફાર આપના મોબાઈલમાં એક જ વાર કરવાનો રહે છે. આમ કરવાથી મોબાઈલ પર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓ વાંચી શકાય છે.)

[5] હવે નીચે આપેલ ‘Save’ ક્લિક કરો. એ પછી એક વાર 'OperaMini' માંથી બહાર નીકળી જાઓ. ત્યારબાદ ફરી Opera Mini ખોલીને રીડગુજરાતીની સાઈટ ખોલવા માટે ‘m.readgujarati.com’ ટાઈપ કરો; જેથી નીચે પ્રમાણે આપ સ્પષ્ટ રીતે ગુજરાતીમાં તમામ લેખો વાંચી શકશો.

readgujarati mobile setup અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સેલફોનમાં ઉપરોક્ત ફેરફાર કર્યા વગર પણ પ્રાદેશિક ભાષા વાંચી શકાય છે. તેમ છતાં સ્પષ્ટ વાચન માટે આ ફેરફાર કરવો હિતાવહ છે. જેઓ કોમ્પ્યુટર દ્વારા 'OperaMini' ડાઉનલોડ કરતા હોય તેમણે ખાસ ધ્યાનમાં રાખવું કે 'OperaMini' લગભગ તમામ વિવિધ પ્રકારના સેલફોન માટે ઉપલબ્ધ છે જેથી આપના ફોનને અનુરૂપ હોય તે જ પ્રકારનું વેબબ્રાઉઝર ડાઉનલોડ કરવું. મોબાઈલ પર ગુજરાતી ભાષા શરૂ કરવા માટે 'OperaMini'ની આ વિશિષ્ટ સુવિધાનું સૂચન કરવા બદલ અમે શ્રી હાર્દિકભાઈ ઠક્કરના (hardeek.thakkar@gmail.com) વિશેષ આભારી છીએ. હવે 'રીડગુજરાતી મોબાઈલ આવૃત્તિ' દ્વારા આપ અગાઉ પ્રકાશિત થયેલા લેખોની અનુક્રમણિકા જોઈ શકો છો તેમજ મોબાઈલ દ્વારા કોઈ પણ લેખ પર પ્રતિભાવ પણ આપી શકો છો. આશા છે કે આ સુવિધા વડે આપ ઓનલાઈન વાચનનો વધુ સારી રીતે લાભ લઈ શકશો. આ બાબતે કોઈ પણ અસુવિધા હોય તો આપ અહીં નીચે પ્રતિભાવમાં લખીને અમને જણાવી શકો છો.



comments  આપના પ્રતિભાવો

કુલ 3 પ્રતિભાવો : “mobile”
  1. 1

    ReadGujarati.com ની mobile આવૃત્તિ ખુબ જ સગવડભરી સુવિધા છે. આપ આગળ iPhone અને Android માં ઉપયોગી application બનાવો તો NRG વાચકોમાં તેનો વ્યાપ વધારવામાં સરળતા રહે.

  2. 2
    dr. biren joshi says:

    mobile library ????? how nice!!!!!

  3. 3
    Vipul Chauhan says:

    I just made the settings and now able to read on Mobile.

    Thanks.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com