રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2009

વિશેષ નોંધ :

વિશ્વના વાચકોને વર્તમાન સામાજિક જીવનના પ્રવાહો પ્રમાણે વૈવિધ્યસભર ગુજરાતી સાહિત્ય મળી રહે તેમજ નવોદિત લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવાનું માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તે હેતુથી પ્રતિવર્ષની જેમ રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2009’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોની યાદી તેમજ તમામ સ્પર્ધકોએ પ્રાપ્ત કરેલ ગુણસંખ્યાના કોષ્ટક નીચે પ્રમાણે છે.

વિજેતાઓની વિગત :

વિજેતાક્રમ વાર્તાનું શીર્ષક સર્જકનું નામ કુલગુણ (300માંથી)
 પ્રથમ પારિતોષિક  પરી  પરેશ કળસરિયા (ભાવનગર, ગુજરાત) 197
 દ્વિતિય પારિતોષિક  ઉંબર  અલ્પેશ કળસરિયા (રાજુલા, ગુજરાત) 195
 દ્વિતિય પારિતોષિક  માણસવેડા  શીતલ દેસાઈ (વડોદરા, ગુજરાત) 195
 તૃતિય પારિતોષિક  એટલાન્ટીકની સફરે  અનાયાસ ઝીંઝુવાડિયા (ન્યુજર્સી, અમેરિકા) 193

વિજેતાઓને ભેટ-પુસ્તક મોકલવા કે તેમની સાથે સંપર્ક કરવા માટેની માહિતી નીચે પ્રમાણે છે :

[1] પરેશ કળસરિયા
C-871, શેરી નં-1, રામકૃષ્ણ ડેરીફાર્મવાળી શેરી,
કાળિયાબીડ, ભાવનગર. ગુજરાત.
મોબાઈલ : +91 9427244722, +91 9974355615
ઈ-મેઈલ : paresh9427244722@gmail.com

[2] અલ્પેશ કળસરિયા
‘સત્યમ’, શિક્ષક સોસાયટી, પ્લોટ નં. 43.
રાજુલાસીટી-365560, જિ. અમરેલી. ગુજરાત.
મોબાઈલ : +91 9427511573, +91 9974795387
ઈ-મેઈલ : alpesh9427511573@yahoo.co.in

[3] શીતલ દેસાઈ
1, ગંગોત્રી પાર્ક, નિર્માણ પાર્ક પાસે, માંજલપુર, વડોદરા-11. ગુજરાત
મોબાઈલ : +91 9825959446
ઈ-મેઈલ : shitalabhay@hotmail.com

[4] અનાયાસ ઝીંઝુવાડિયા
255 SIP AVE, Jersey City, NJ-07306. USA.
મોબાઈલ : +1 732-213-3308
ઈ-મેઈલ : herbu_hotmail@yahoo.com

સ્પર્ધા પરિણામ :

ક્રમ સ્પર્ધકનું નામ (વાર્તાનું શીર્ષક) મહેશ યાજ્ઞિક અજય ઓઝા મીરા ભટ્ટ કુલ ગુણ (300માંથી)
1 અજય મોદી, અમદાવાદ (આપણું છતાં પરાયું) 35 52 40 127
2 અલ્પેશ કળસરિયા, રાજુલા (ઉંબર) 58 78 59 195
3 રોહિત ઠાકર, અમદાવાદ (દીકરી) 52 60 45 157
4 ટીના ધીરાવાણી, થાણે (પ્રેમ પ્રતીતિ) 39 56 45 140
5 જાગૃતિ વલાણી, મુંબઈ (ત્રિવેણી સંગમ) 56 50 42 148
6 જીજ્ઞેશ દેખતાવાલા, મુંબઈ (પરિવર્તિત દિવાળી) 42 55 70 167
7 ધૃતિ દવે, અમેરિકા (એક ભેટ) 62 54 44 160
8 અનાયાસ ઝીંઝુવાડિયા, અમેરિકા (એટલાન્ટીકની સફરે) 68 75 50 193
9 અનુપ જાની, ઓસ્ટ્રેલિયા (સાધુ : કચ્ચા કે પક્કા) 36 56 65 157
10 જિતેન્દ્ર જે.તન્ના, વેરાવળ (કુર્યાત સદા મંગલમ) 60 62 48 170
11 કિંજલ શાહ, અમેરિકા (નસીબદાર) 61 71 50 182
12 ખ્યાતિ ત્રિવેદી, યુગાન્ડા (સ્ત્રીનું ઘર) 58 50 45 153
13 જિગિષા ચૌહાણ, અમદાવાદ (વારસદાર) 61 57 50 168
14 ગૌરાંગી પટેલ, વડોદરા (ધ બ્લેક બોર્ડ) 62 76 45 183
15 પ્રવિણ શ્રીમાળી, પાટણ (સમજદારી) 60 61 47 168
16 ભરત કોટાડિયા, સુરત (ને દીવડા પ્રગટી ઊઠ્યા) 49 52 40 141
17 પરેશ કળસરિયા, ભાવનગર (પરી) 66 81 50 197
18 શીતલ દેસાઈ, વડોદરા (માણસવેડા) 69 71 55 195
19 કલાપી ધોળકિયા, વડોદરા (આ નાનકીને શું થાય છે ?) 62 69 43 174
20 કલ્પેશ સોલંકી, અમદાવાદ (ખાલીખમ માળો) 59 54 40 153
21 બાબુલાલ અંકુયા, સુરત (દૂધ) 61 77 52 190
22 સતીશ વૈષ્ણવ, અમદાવાદ (અંત નહીં; આરંભ) 68 69 53 190
23 વિજયકુમાર રાણા, વડોદરા (છૂપાયેલી શક્તિનો સંચાર) 36 55 42 133
24 પ્રવીણ શાહ, અમદાવાદ (જોગાનુજોગ) 56 54 56 166
25 પદમજા વસાવડા, સુરત (ફીનીક્સ) 65 68 44 177
26 હિરલ શાહ, અમેરિકા (અમારા મોટાકાકા) 62 56 41 159
27 ચિરાગ વિઠલાણી, વડોદરા (સર્જકની પ્રેરણા) 60 72 52 184
28 હર્ષદા બી.છાયા, રાજકોટ (બેવકૂફ) 59 63 48 170
29 વિનોદ પટેલ, અમેરિકા (વાયરસ) 56 56 49 161
30 હરેશકુમાર વી. પરમાર, નવી દિલ્હી (દલિતનામા) 51 51 42 144
31 વિમલ શાહ, કોલકતા (ડુમો) 66 53 62 181
32 સ્નેહા ગુપ્તા, બૅંગલોર (હું અને અરીસો) 63 66 60 189
33 અભય દેસાઈ, વડોદરા (સુરેશ નામનો છોકરો) 64 64 43 171
34 ગાયત્રી મિસ્ત્રી, અમદાવાદ (સત્ય શું? લાગણી કે ઉન્માદ?) 44 74 43 161
35 વર્ષા તન્ના, મુંબઈ (કૃષ્ણ સુદામા) 65 55 55 175
36 જિગર જોષી, રાજકોટ (કરચ) 64 50 51 165
37 પૂજા મુખત્યાર, મુંબઈ (પાગલ સ્ત્રી) 62 55 57 174
38 હિરેન સવાણી, સુરત (કરમના બદલા) 46 60 54 160
39 મોક્ષેશ શાહ, અમદાવાદ (નિર્ણય) 52 51 58 161
40 બકુલા પરમાર, નડિયાદ (માળો) 51 57 48 156
41 નલિની કે. ત્રિવેદી, અમદાવાદ (પાંખોમાં બળ) 57 64 63 184
42 નવીન મોદી, મુંબઈ (વિષના વેપારી) 60 58 43 161
43 અરવિંદ કારીઆ, થાણે (પ્રીત, પિયુ કે પૈસા?) 62 52 52 166
44 અરુણા મકવાણા, નવી દિલ્હી (નિરાધાર) 44 52 45 141
45 પાયલ શાહ, મુંબઈ (પ્રેમ એટલે) 65 55 68 188

(પ્રત્યેક નિર્ણાયકે કુલ 100 ગુણમાંથી મુકેલા ગુણ અહીં નિર્ણાયક પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. ત્રણેય નિર્ણાયકોના મળીને કુલ 300 ગુણમાંથી સ્પર્ધકે મેળવેલ ગુણને અહીં 'કુલ ગુણ' તરીકે દર્શાવ્યા છે.)

સ્પર્ધા વિશેના વિશેષ લેખો :

વાર્તા-સ્પર્ધા પરિણામ વિશે-તંત્રી

વાર્તાલેખન,મૂલ્યાંકન અને અવલોકન-સંકલિત

પુરસ્કારની વિગતો :

વિજેતાઓને અપાતી પુરસ્કારની રકમ :

પ્રથમ પુરસ્કાર : રૂ. 3001

દ્વિતિય પુરસ્કાર : રૂ. 2001

તૃતિય પુરસ્કાર : રૂ. 1001

નિર્ણાયકો :

નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને "રીડગુજરાતી વાર્તાલેખન સ્પર્ધા"ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.

[1] મીરા ભટ્ટ
'મીરાબેન ભટ્ટ'ના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. વર્ષોથી તેમની કલમ માનવ જીવનના મૂળભૂત મૂલ્યોના ઉત્થાન માટે અવિરત ચાલતી રહી છે. એ પછી 'સાગરપંખી' જેવો ઉત્તમ અનુવાદ હોય કે 'સાત પગલાં સાથે' જેવી ટૂંકીવાર્તા હોય - એમની પ્રત્યેક કૃતિ આપણને ઉચ્ચ જીવનનો સંદેશ આપતી રહે છે. પૂ. વિનોબાજી સાથે આજીવન ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત તેઓ 'ભૂમિપુત્ર' સામાયિકના તંત્રી પદે રહી ચૂક્યા છે. 'જીવન ધર્મની ચાલણગાડી', 'પ્રેમ કરવાની કળા' જેવા જીવન ઉપયોગી પુસ્તકો સાથે તાજેતરમાં સ્ત્રી જીવનની સમસ્યાઓને સ્પર્શતા લેખોનો સંગ્રહ 'આંસુનો દરિયો' તેમણે આપણને આપ્યો છે. 'સમજને કિનારે' નામની તેમની નવલકથા પણ લોકપ્રિય રહી છે. 'જન્મભૂમિ પ્રવાસી', 'જનકલ્યાણ', 'ભૂમિપુત્ર', 'અખંડ આનંદ' જેવા અખબાર-સામાયિકોમાં તેમની કોલમ પ્રકાશિત થતી રહી છે. તેમની કલમે અનેક વાચકોના જીવનમાં સત્વશીલ વિચારોનું ભાથું બાંધી આપ્યું છે. તેમની સાથેની મુલાકાત પણ રીડગુજરાતી પર પ્રકાશિત કરવામાં આવી છે. (સંપર્ક : +91 265 2432497)

[2] મહેશ યાજ્ઞિક
વાર્તારસમાં તરબોળ કરીને પાત્રોનું જીવંત દ્રશ્ય આંખો સામે ઊભું કરી આપનાર 'શ્રી મહેશભાઈ યાજ્ઞિક'નું નામ એ ગુજરાતી સાહિત્યના વાચકો માટે અજાણ્યું નથી. ટૂંકીવાર્તાઓ સાથે તેમણે આપણને ઉત્તમ નવલકથાઓ આપી છે. 'દિવ્ય ભાસ્કર'ની તેમની સુપ્રસિદ્ધ કોલમથી આપણે સૌ પરિચિત છીએ. તેઓ જે કંઈ પણ લખે છે દિલથી લખે છે. શરૂઆતમાં તેમણે સોળ-સત્તર વર્ષ સુધી 'ચિત્રલેખા'ના દિવાળી અંક ને વિશેષાંકોમાં વાર્તાઓ લખી છે. નાટ્યલેખક શ્રી આતિશ કાપડિયા સાથે લખાયેલી તેમની સહયારી નવલકથા 'રેશમ ડંખ' પરથી સ્ટારવન ચેનલ પર હિન્દી સિરિયલ પણ પ્રસારિત થઈ હતી. 'ચિત્રલેખા'માં લખાયેલી તેમની તમામ નવલકથાઓને વાચકોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. સીધા-સાદા શબ્દોમાં તેઓ એવી કથાગૂંથણી કરે છે કે વાચકો વાર્તા કે નવલકથાના અંત સુધી જકડાઈ રહે છે. તેમની નવલકથાઓમાં ખેલંદો ભાગ-1-2, રેશમડંખ ભાગ-1-2, શોધ-પ્રતિશોધ ભાગ-1-2, છળકપટ ભાગ-1-2, વેરશિખર ભાગ-1-2 અને 'પ્રેમપ્રપંચ' મુખ્ય છે. આ ઉપરાંત તેમની અન્ય વાર્તાઓ સાહિત્યના ઉત્તમ સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થતી રહી છે. (સંપર્ક : +91 9879065207)

[3] અજય ઓઝા
હિન્દી તેમજ ગુજરાતી એમ બંને ક્ષેત્રે વાર્તાલેખનનું કાર્ય કરી રહેલા યુવા સાહિત્યકાર શ્રી અજયભાઈની કેટલીક સુંદર વાર્તાઓ આપણે રીડગુજરાતી પર પણ અગાઉ માણી છે. ત્રણ વાર્તાસંગ્રહો અને એક નવલકથા આપનારા અજયભાઈ વ્યવસાયે ભાવનગર ખાતે શિક્ષકની ફરજ બજાવે છે. 2002માં પ્રકાશિત થયેલ તેમનો 'છીપ' નામનો વાર્તાસંગ્રહ ચાલુ વર્ષે બ્રેઈલમાં પણ રૂપાંતરિત થયો છે. આ ઉપરાંત 2007માં તેમણે 'આરામખુરશી' અને ચાલુ વર્ષે 'મારે પણ એક મન હતું' નામના વાર્તાસંગ્રહો આપ્યા છે. 'સિતારોં કી ધૂપ' નામનો હિન્દી વાર્તાસંગ્રહ તેમજ 'સત્ત સેકન્ડનું આકાશ' નામની તેમની તાજેતરની નવલકથા હાલમાં પ્રકાશન હેઠળ છે. વિશેષમાં તેઓ 'ગદ્યસભા'ના સભ્ય અને 'સર્જકસંવાદ'ના સંયોજક છે. તેમની અનેક કૃતિઓ ગુજરાતી-હિન્દી સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. વર્તમાન જીવનની સમસ્યાઓનું સુક્ષ્મ આલેખન કરીને તેમની કલમ ચીલાચાલુ લેખન કરતાં કંઈક જુદુ વાચકોના હાથમાં મૂકી આપે છે; કે જેનું ચિંતન-મનન વ્યક્તિમાં રહેલા સારા ગુણોને વિકસિત કરવામાં મદદરૂપ થાય છે. (સંપર્ક : +91 9825252811)