દાદા, મને…. (બાળગીત) – બળવંત પટેલ

દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
     પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
     સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

તમે કહો તો બુટ તમારા
     પાલિશ કરી દઉં
બ્રશ લગાવી, કપડું મારી,
     ચકચક કરી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

તુળસી ફૂદી રસે રસેલી
     ચાય બનાવી દઉં
ખાંડ ખપાવો ખોબો તોયે
     દાદીને ના કહું.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

દાદા, મને ભણવાનું કહેશો નહીં.
મા’દેવ મંદિર દર્શન જવું તો
     તમારી લાકડી થાઉં
પગ માંડ્યેથી પીડા થાય તો
     કાવડમાં લઈ જાઉં
દાદા, મને ભણવાનું કહેશો નહીં.

Published By : ReadGujarati · Permalink · પ્રતિભાવો (9)

  « Previous મને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ
નથી જન્નતમાં જાવું મારે… – બરકત વીરાણી ‘બેફામ’ Next »   


આપના પ્રતિભાવો

કુલ 9 પ્રતિભાવો : “દાદા, મને…. (બાળગીત) – બળવંત પટેલ”
  1. Gira Shukla says:

    Very Nice Poem…
    I just miss my Dada so much…
    Really good poem
    Thank You…

  2. મીના says:

    બહુ્ સરસ દાદા ની પૌયમ છે

  3. janki says:

    LOL very nice. miss my grandparents so much and all the love they have given me when i was in India.Also miss that lovely, peacefull n wonderfull village were i got enjoy my life THE MOST. wish very dearly they were with me or i was with them.

    thank you very much for such a nice poem.

  4. NARESH says:

    BUTEFULA VERI VERI

  5. વાંચન ચોર બાળક છે !!!!!!!!!!

  6. nayan panchal says:

    સરસ મજાનું બાળગીત.

    નયન

  7. Dadajee says:

    Dadajee sathe ramvanu tamane vadhare game chhe. Hu janu chhu ke Tamari mammi ne yogya aa kavita ….samji gayane ?
    Kyak samay kathine mari sathe ramava aavo hu kadiye bhanva nahi kahu . Promis OK Tame bahu door raheva chalya gaya chho hu samji shku chhu ke papa sathe mammi sathej rahevu pade.
    Have aavo tyare sathe criket ramishu . Hu daily morning 7:30 to9:30 Akota stadumma practice karu chhu. Jojo tamne 1 pan run karva hahela Out na karu to …
    Baa Dadajee

Trackbacks

Check out what others are saying about this post...
  1. [...] દાદા, મને વાંચવાનું કહેશો નહીં. રૂડી રૂપાળી ચોપડીને પૂંઠૂં ચડાવી દઉં તમને ગમે તો સરસ મજાનું સ્ટીકર લગાડી દઉં. દાદા, મને વાંચવાનું કહેશો નહીં.  [...]